________________
નવવેયકના નામ– (૧) ભદ્ર, (૨) સુભદ્ર, (૩) સુજાત, (૪) સમાનસ, (૫) સુદર્શન, (૬) પ્રિયદર્શન, (૭) અમેઘ, (૮) સુપ્રતિભદ્ર અને (૯) યશોધર છે.
પાંચ અનુત્તર વિમાન-(૧) વિજય, (૨) વૈજયન્ત, (૩) જયન્ત, (૪) અપરાજિત અને (૫) સર્વાર્થસિદ્ધ. જેનાથી ઉત્તર અર્થાત્ ઉત્કૃષ્ટ કેઈ વિમાન ન હોય તે અનુત્તર વિમાન કહેવાય છે. તીર્થકર આદિના સમવસરણ આદિમાં કપિપપન્ન દેવ ગમનાગમન કરે છે. કલ્પાતીત દેવ પોતાના સ્થાનથી અન્ય જગ્યાએ જતા નથી.
|
ષડૂજીવનિકાયભેદસંકલન
ષડૂછવનિકાયના ભેદને વેગ જીવનિકાયના કુલ પાંચસે ત્રેસઠ (પ૬૩) ભેદ છે. તે આ પ્રકારે છે– પૃથ્વી, અપૂ, તેજ અને વાયુકાય, તેના બાદર અને સૂફમના ભેદથી આઠ ભેદ થયા. તે આઠને પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી સોળ ભેદ થાય છે. વનસ્પતિકાય સૂમ, સાધારણ અને પ્રત્યેકના ભેદથી ત્રણ પ્રકારના છે. એ ત્રણેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ કરવાથી છ ભેદ થયા. આ પ્રમાણે પાંચ એકેન્દ્રિય સ્થાવર જીના બાવીસ ભેદ છે.
બેઈન્દ્રિય, ત્રણ-ઈન્દ્રિય અને ચૌઈન્દ્રિયના પર્યાપ્ત અપર્યાપ્તના ભેદથી છ ભેદ થયા તે સર્વને એક કરવાથી અઠાવીસ (૨૮) ભેદ થયા.
તિર્યંચ પંચેન્દ્રિય-જલચર, સ્થલચર, બેચર, ઉર પરિસર્ષ અને ભુજપરિસર્ષના ભેદથી પાંચ પ્રકારના છે. તે પાંચના સંજ્ઞી અને અસંજ્ઞીના ભેદથી દસ થયા, તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ કરવાથી વિશ (૨૦) ભેદ થયા, તે વીસમાં પૂર્વોક્ત અઠાવીસ મેળવવાથી તિયાના અડતાલીસ (૪૮) ભેદ થાય છે.
રત્નપ્રભા આદિ સાત નરકભૂમિએમાં સાત પ્રકારના નારકી છે. તેના પર્યાપ્ત અને અપપ્ત ભેદ કરવાથી ચૌદ ભેદ થાય છે.
મનુષ્યના ત્રણ ત્રણ (૩૦૩) ભેદ પ્રથમ સ્પષ્ટ કહી ચૂક્યા છીએ. દેવોના એકસો અઠાણું (૧૯૮) ભેદ છે. ભવનપતિના અસુરકુમાર આદિ દસ, પરમાધામી પંદર, સર્વ પચીસ ભેદ થયા. વ્યક્તિના છવીસ ભેદ છે–સેળ પિશાચ આદિ, અને દસ અન્નજભકઆદિ. ચંદ્રમા આદિ પાંચના ચર અને અચર ભેદ હોવાથી તિષ્ક દેના દશ (૧૦) ભેદ છે. વૈમાનિક દેના આડત્રીસ(૩૮) ભેદ છે-સુધર્મ આદિ બાર, સારસ્વત આદિ નવ કિવિષિક આદિ ત્રણ, ભદ્ર આદિ રૈવેયેક નવ, વિજય આદિ પાંચ અનુત્તર વિમાન, આ સર્વને એક
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૨ ૩