________________
૨૯૪
તત્વાર્થસૂત્રને આવી રીતે પૂર્વોક્ત સ્વરૂપવાળા નરકમાં નારક જીનાં દુઃખ પણ ત્રણ પ્રકારનાં હોય છે—નારકા દ્વારા એકબીજાને અપાતાં દુઃખ (૨) નરક ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થનારાં દુઃખ (૩) ત્રીજી પૃષ્યિ સુધી સંકલેશ પરિપૂર્ણ—અસુરો દ્વારા ઉત્પન્ન કરનારા દુઃખ આથી એ પણ સાબિત થયું કે જેથી વગેરે પછીની પૃથ્વિઓમાં બે જ પ્રકારનાં દુઃખ હોય છે. આપસમાં ઉત્પન્ન કરેલા અને ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થનારાં.
પ્રશ્ન થઈ શકે છે કે અખ, અમ્બરીષ આદિ પરમાધાર્મિક દેવ નારકોને જે પૂર્વોક્ત વેદનાઓ ઉત્પન્ન કરે છે તેનું કારણ શું છે ? આનું સમાધાન એ છે કે તે અસુર સ્વભાવગત જ પાપકર્મમાં નિરત હોય છે અને એ કારણે જ તેઓ આ જાતની પ્રવૃત્તિ કર્યા કરે છે જેવી રીતે–ઘેડા, ભેંસ, સુવર, ઘેટાં, કુકડાં, બતક અને લાવક પક્ષિઓને
ભલેને પરસ્પર લઢતા જોઈ ને રાગ-દ્વેષથી યુક્ત તથા પાપાનુબંધી પુણ્યવાળા મનુષ્યોને ઘણી ખુશી ઉપજે છે તેવી જ રીતે અમ્બ, અમ્બરીષ આદિ અસુર પરસ્પર યુદ્ધમાં ગરકાવ નારકોને લઢતા જોઈને, તેમના દુઃખ જોઈને, આપસમાં એકબીજા ઉપર હુમલો કરતાં જોઈને ઘણાં પ્રસન્ન થાય છે. દુષ્ટ મનભાવનાવાળા તે અસુર તેમને આવી અવસ્થામાં જોઈને અટ્ટહાસ્ય કરે છે અને મોટેથી સિંહનાદ કરે છે. જો કે આ અમ્બ, અમ્બરીષ વગેરે દેવ છે અને તેમની પ્રસન્નતા તથા સતુષ્ટિના બીજા અનેક સાધન વિદ્યમાન હોવા છતાં પણ માયા નિમિત્તક મિથ્યાદર્શન શલ્ય અને તીવ્ર કષાયના ઉદયથી પીડિત, ભાવપૂર્વક દષોની આલોચનાથી રહિત પાપાનબન્ધી પુણ્યકર્મ બાલતપનું ફળ જ એવું છે કે તેઓ આવી જાતના કૃત્યો કરીને અને જોઈને પ્રસન્નતા સંપાદન કરે છે. પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેના અન્ય અન્ય સાધન વિદ્યમાન હોવા છતાં પણ અશુભ ભાવ જ તેમની પ્રસન્નતાના કારણ હોય છે.
આવી રીતે અપ્રીતિજનક, અત્યન્ત તીવ્ર દુઃખ નિરન્તર અનુભવ કરતા થકાં પણ અને મૃત્યુની કામના કરતા થકા પણ કર્મ દ્વારા નિર્ધારિત આયુષ્યવાળા તે નારક જીવનું અકાળે મૃત્યુ થતું નથી ! તેમના માટે ત્યાં કોઈ આશ્રય પણ નથી અગર ન તો તેઓ નરકમાંથી નીકળીને અન્યત્ર કઈ જગ્યાએ જઈ શકે છે. કર્મના ઉદયથી સળગાવેલાં ફાડી નાખેલા છિન્ન-ભિન્ન કરી નાખેલાં અને ક્ષત-વિક્ષત કરેલાં શરીર પણ ફરીવાર તુરન્ત જ પાણીમાં રહેલાં દડરાજિની માફક પરિપૂર્ણ થઈ જાય છે.
તાત્પર્ય એ છે કે નારક છે નરકમાં ત્રણ પ્રકારના દુઃખનો અનુભવ કરે છે. ૧પ “તે નવા રે વા, વાર્દૂિ વષતા, ઈત્યાદિ
સત્રાર્થ–તે નરકાવાસ અન્દર ગોળાકાર, બહાર ચેરસ, ખુરપા જેવા આકારવાળા તથા સદૈવ અન્ધકારથી છવાયેલાં હોય છે ?
તત્વાર્થદીપિકા–અગાઉના સૂત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું કે નરકમાં નરક જીવોને આપસમાં ઉત્પન્ન કરેલાં, ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થનારા અને પરમધામિક નામના સંકિલષ્ટ અસુરે દ્વારા ઉદીરિત, એમ ત્રણ પ્રકારના દુઃખ થાય છે. હવે નરકાવાસના આકાર આદિ બતાવવા માટે કહીએ છીએ.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧