________________
ગુજરાતી અનુવાદ અ. ૫ અસુરકુમારદેવદ્વારા નારકેને દુખત્પાદન સૂ૦ ૧૫ ૨૩
તત્વાર્થનિયુકિત—અગાઉ કહેવાઈ ગયું છે કે નારક જીવ પૂર્વજન્મમાં બાંધેલા વેરથી યુક્ત હોય છે. તે વેરનું સ્મરણ થતાં જ તેઓ પરસ્પરમાં એક બીજાને દુઃખ ઉત્પન્ન કરે છે અને પરસ્પર દુઃખ ઉત્પન્ન કરવાની તેમની આ પરંપરા નિરન્તર ચાલુ રહે છે. હવે એ બતાવીએ છીએ કે વાલુકાપ્રભા પૃવિ સુધી સંકિલષ્ટ અસુરે પણ નારક જીવને દુઃખ ઉત્પન્ન કરે છે
પૂર્વભવમાં સંભાવિત અતિ તીવ્ર સંકલેશ પરિણામે દ્વારા ઉપાર્જિત પાપકર્મના ઉદયથી સંપૂર્ણ રીતે કિલષ્ટ અસુર ત્રીજી પૃથિવ સુધી અર્થાત્ વાલુકાપ્રભા પૃથિવ પર્યન્ત નારક જીવને દુઃખ ઉત્પન્ન કરે છે. “ચ” શબ્દના પ્રયોગથી એ સૂચિત કરવામાં આવ્યું છે કે નારકોને નરકભૂમિઓના પ્રભાવથી પરસ્પર જનિત દુઃખ પણ થાય છે તે પરસ્પર જનિત દુઃખ ઉપરાંત સંકલેશયુક્ત ચિત્તવાળા અસુરકુમાર પણ જેમને અશુભાનુબધી બાલ તપ તથા અકામનિર્જરાના કારણે દેવગતિ પ્રાપ્ત થઈ ગઈ છે તેમજ જેઓ સ્વલ્પ વિભૂતિસમૃદ્ધિની પ્રાપ્તિ થવાથી ગર્વયુક્ત હોય છે જે આગલા ભવ તરફ આંખો ઉઠાવીને પણ જોતાં નથી અર્થાત્ ભવિષ્યમાં અમારી શું દશા થશે–એ અંગે લગીર પણ વિચાર કરતાં નથી–જે પિતાના સુખને ત્રણે લોકના સુખ સમજે છે અને જેઓ ભવનપતિના દસ ભેદમાંથી પ્રથમ ભેદના અન્તર્ગત છે-બીજી કોઈ નિકાયમાં હતાં નથી, તેઓ પણ નારકોને દુઃખ ઉત્પન્ન કરે છે. છે અસુર ભયાનક હોય છે. તેમના નામ હૃદયમાં કમકમાટ ઉત્પન્ન કરે છે; જેવાની વાત તો એક બાજુ રહી. તે અસુરોના નામ આ છે –(૧) અમ્બ (૨) અમ્બરીષ (૩) શ્યામ (૪) શબલ (૫) રુદ્ર (૬) ઉપરુદ્ર (૭) કાલ (૮) મહાકાલ (૯) અસિ (૧૦) અસિપત્રવન (૧૧) કુંભી (૧૨) વાલુકા (૧૩) વૈતરણ (૧૪) પરસ્પર (૧૪) મહાઘોષ.
આ પંદર અસુરનિકાયના અનાગતિ દેવે જ, મિથ્યાદૃષ્ટિ, પૂર્વજન્મમાં કિલષ્ટ કર્મો કરવાવાળા પાપમાં અભિરૂચિ રાખનાર અને અસુરગતિને પ્રાપ્ત પરમાધાર્મિક કહેવાય છે. નારકને જુદી જુદી રીતે દુઃખ ઉત્પન્ન કરવાના કારણે જ તેઓ પરમધાર્મિક કહેવાય છે. કિલષ્ટ કર્મોને લીધે ઉત્પન્ન આ પંદર પ્રકારના અસુર પિતાની જન્મજાત પ્રકૃતિથી જ નારક જીવને વિવિધ પ્રકારથી વેદનાઓ ઉત્પન્ન કર્યા કરતા હોય છે. વેદનાઓ ઉત્પન્ન કરવાના કેટલાંક પ્રકાર નીચે જણાવ્યા મુજબનાં છે– | લોઢાને ખૂબ તપાવીને ટીપાવવું, અત્યન્ત ગરમ કરાયેલાં લોખંડના થાંભલા સાથે આલિંગન કરાવવું–કુટશામલી વૃક્ષ પર ચઢ ઉતર કરાવવી–લોઢાના હથોડાથી મારવું-- રો, છરા વગેરે શોથી ચામડી ઉતારવી, ગરમ કરેલ ઉકળતું તેલ છાંટવું, લોખંડના ઘડામાં રાંધવું, ભઠ્ઠીમાં ચણાની જેમ શેકવું, યંત્રમાં પીલવા, લોઢાની શૂળે તથા સળીયાથી ભેદન કરવું, કરવતથી વહેરવું, અંગારાની જવાલામાં સળગાવવું, તીક્ષણ અણિઓ ઉપર રગદેળવા, સિંહ, વાઘ, દીપડા, શિકારી કુતરાં, શિયાળ, વરુ બિલાડાં, સાપ, નોળિયા, કાગડા, ગીધડાં ઘુવડ તથા બાજ વગેરે પક્ષિઓ દ્વારા ભક્ષણ કરાવવું, ધખધકતી રેતી ઉપર ચલાવવું, તલવારની ધાર જેવા પાંદડાનાં વનમાં ઘસડવા, વૈતરણ નામની નદીમાં ડુબાડવા અને આપસમાં લઢાઈ કરાવવી વગેરે વિવિધ પ્રકારથી તે પરમધામિક દેવ નારક જીવોને દુઃખ ઉત્પન્ન કરે છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧