________________
૨૮૪
તત્ત્વાર્થસૂત્રને તત્વાર્થનિકિત–જીવ અજીવ આદિ નવ તત્ત્વથી કમપ્રાપ્ત પાપતત્વને આ પાંચમાં અધ્યાયમાં પ્રરૂપિત હેવાના પ્રસ્તાવથી દુઃખરૂપ તેના ફળભેગના તીવ્ર વિપાક સ્થાન હોવાથી રત્નપ્રભા આદિ સાત–નરકભૂમિઓની પ્રરૂપણ કરવામાં આવે છે –
રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા ધૂમપ્રભા, તમ:પ્રભા, તમસ્તમપ્રભા આ સાત નરકભૂમિઓ ઘને દધિ, ઘનવાત, તનવાત અને આકાશના આધારે રહેલી છે અને નીચે નીચે, પછી પછીની વુિ પહોળી થતી જાય છે. આ સાતે પૃવિઓ પોત-પોતાના નામને સાર્થક કરે છે જેવી રીતે રત્નોની પ્રભાવાળી રત્નપ્રભા (૧) શર્કરા–તી કાંકરાની પ્રભાવાળી શકરપ્રભા (૨) એવી જ રીતે વાલુકા પંક, ધૂમ, તમઃ, તમસ્તમઃ પ્રભા એ પાંચેના સંબંધમાં સમજી લેવું. આ સાતે પૃથ્વિએ ઘનાદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ ઉપર રહેલી છે જેમકે—સૌથી નીચે પ્રથમ આકાશ છે, તેની ઉપર તનુવાત-સૂમ વાયુ છે, તેની ઉપર ઘનવાત કહેતાં ઘનિષ્ઠ વાયુ છે. તેની ઉપર ઘોદધિ-ઘનવા સમાન જામેલું પાણી છે તેની ઉપર સાતમી તમસ્તમ પ્રભા પૃથ્વિ ટકેલી છે. એવી જ રીતે તેની ઉપર પાછા આ કમથી આકાશ તનુવાત, ઘનવાત ઘનેદધિ છે તે ઘનોદધિ પર છઠી તમારપ્રભા પૃથ્વિ પ્રતિષ્ઠિત છે. આવી જ રીતે દરેક પ્રવિના અન્તરાળમાં આકાશ આદિ ચાર બોલ હોય છે, પ્રત્યેક ચાર બોલની ઉપર દઠી, ૫ મી, ૪થી, ૩જી, રજીઅને ૧લી રત્નપ્રભા પૃથ્વિ પ્રતિષ્ઠિત છે તથા રત્નપ્રભાથી લઈને ઉત્તરોત્તર પૃથ્વિ ઉપર-ઉપરની અપેક્ષાથી નીચે નીચેની પૃથ્વિઓ પહોળી હોય છે આ સાતે પૃથ્વિઓ એક-એકની નીચે-નીચે હોય છે.
જેવી રીતે રત્નપ્રભાની નીચે શર્કરપ્રભા પૃથ્વિ રત્નપ્રભાની અપેક્ષા પહેલી છે (૨) અને શર્કરામભાની અપેક્ષા તેની નીચેની વાલુકા પ્રભા પૃવિ પહોળી છે (૩) તેની નીચે પંકપ્રભા પૃથ્વિ વાલુકાપ્રભ પૃથ્વિની અપેક્ષા પહેલી છે (૪) પંકપ્રભા પૃથ્વિની અપેક્ષા એની નીચેની ધૂમપ્રભા પૃવિ પહોળી છે (૫) ધૂમપ્રભાની અપેક્ષા એની નીચેની તમ પ્રભા શિવ પહેાળી છે (૬) તમ પ્રભાની અપેક્ષા તેની નીચેની તમસ્તમપ્રભા પૃથ્વિ પહોળી છે. (૭)
આવી રીતે સાતે પૃવિઓ ઘોદધિ વલય પર પ્રતિષ્ઠિત છે. ઘને દધિવલય ધનવાતવલય પર પ્રતિષ્ઠિત છે. ઘનવાતવલય તનુવાતવલય પર પ્રતિષ્ઠિત છે. તનુવાતવલય આકાશ પ્રતિષ્ઠિત છે. આ બધા વલયાકાર હેવાથી વલય શબ્દથી કહેવામાં આવ્યા છે.
આ પૃથ્વિને પરસ્પર કેટલે અન્તરાળ છે તે કહીએ છીએ–રત્નપ્રભાની નીચે અસંખ્યાત કરેડ યોજન જવાથી શર્કરા પ્રભા પૃથ્વિ આવે છે (૨) શર્કરા પ્રભા પૃથ્વિની નીચે અસંખ્યાત કરવા કરોડ જન જઈએ તો વાલુકાપ્રભા પૃથ્વિ આવે છે. આવી જ રીતે બાકીની પંકપ્રભા આદિ પૃવિઓ પણ એક–એકની નીચે અસંખ્યાત કરેડા કરોડ જનની અન્તરાળથી આવેલી છે –
અહીં ઘન શબ્દના પ્રયોગથી તે પાણી ઘનીભૂત છે નહીં કે દ્રવીભૂત અર્થાત તે પાણી વજ માફક જામી ગયેલ ઘનરૂપ છે પરંતુ દ્રવ માફક પ્રવાહી નથી એ ભાવ સમજ. એની હેઠળને વાયુ બંને પ્રકારનો છે પ્રથમ ઘન અને બીજે તનુની માફક પ્રવાહી છે. વનોદધિ અસંખ્યાત હજાર એજનની પહોળાઈવાળા ઘનવાત પર આવેલ છે, ઘનવાત અસંખ્યાત
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧