SearchBrowseAboutContactDonate
Page Preview
Page 985
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૫ અન્તરાયકર્મબંધાવાના કારણોનું નિરૂપણ સૂ. ૧૦ ૨૮૩ જે કર્મના ઉદયથી દાન આપવાં એગ્ય વસ્તુનું પણ દાન દઈ શકાતું નથી તે દાનાન્તરાય કર્મ કહેવાય છે. જે કર્મના ઉદયથી પ્રાપ્ત કરનાર, પ્રાપ્ય વસ્તુને મેળવવામાં અસમર્થ હોય છે તે લાભાન્તરાય કર્મ છે જે કર્મના ઉદયથી ભેજન વગેરેને ભેગવવા માટે શક્તિમાન હોવા છતાં પણ જીવ તે ભોગવી શકતો નથી તે ભેગાન્તરાય કર્મ છે જે કર્મના ઉદયથી વસ્ત્ર વગેરેને ઉપભોગ કરવામાં સમર્થ હોવા છતાં જીવ તેને ઉપગ ન કરી શકે તે ઉપભોગાન્તરાય કર્મ કહેવાય છે જે કર્મના ઉદયથી જીવમાં વીર્ય–ઉત્સાહ-પરાક્રમ ન ઉદ્ભવે તેને વીર્યાન્તરાય કર્મ સમજવું જોઈએ. સારાંશ એ છે કે દાન, લાભ, ભગ, ઉપગ અને વીર્યમાં વિન ઉપસ્થિત કરવાથી અનુક્રમથી દાનાન્તરાય વગેરે કર્મ બંધાય છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ શ્રી ભગવતીસૂત્રના શતક ૮, ઉદ્દેશક માં કહ્યું છે–દાનમાં અન્તરાય નાખવાથી લાભમાં અન્તરાયરૂપ થવાથી, ભોગમાં અન્તરાય કરવાથી ઉપભેગમાં અડચણ રૂપ થવાથી તથા વીર્યમાં અન્તરાય નાખવાથી “અન્તરાય કમ બંધાય છે. અન્તરાય’ શબ્દનો અર્થ થાય છે –હરકત પહોંચાડવી આ પ્રકારે દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય, ઉપભેગાન્તરાય અને વીર્યાન્તરાય આ પાંચ અન્તરાય કર્મ બાંધવાના કારણે છેલવે થા-વસુથા ઈત્યાદિ સૂત્રાર્થ-સાત નરકભૂમિએ છે–જેમકે (૧) રત્નપ્રભા, (૨) શર્કરા પ્રભા, (૩) વાલુકાપ્રભા (૪) પંકપ્રભા, (૫) ધ્રુમપ્રભા (૬) તમપ્રભા (૭) તમસ્તમપ્રભા-આ સાતે ભૂમિએ ઘોદધિ ઘનવાત, તનુવાત અને આકાશ પર ટકેલી છે નીચે નીચે ઉત્તરોત્તર પહોળી થતી જાય છે અર્થાત્ તમસ્તમઃ પ્રભા સાતમી પૃથ્વી ઉપરની છે બાકીની છએ પૃથ્વિથી પહોળી છે. ૧૧ તત્ત્વાર્થદીપિકા–અત્રે પાપતત્વનું પ્રકરણ હોવાથી પાપના ફળ ભેગ દુઃખવિપાકના સ્થાનભૂત હોવાથી રત્નપ્રભા આદિ સાત નરકમૃમિઓની પ્રરૂપણ કરવામાં આવી રહી છે . (૧) રત્નપ્રભા (૨) શર્કરપ્રભા (૩) વાલુકાપ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમ:પ્રભા (૭) તમસ્તમઃ પ્રભા આ સાતે નરકભૂમિઓ ઘનોદધિ, ઘનવાત, તનુવાત આકાશ પર પ્રતિષ્ઠિત છે આ સાત પૃથ્વિઓના નામ રત્નપ્રભા વગેરે જે છે તે આ પ્રમાણે સાર્થક છે, જેમ-રત્નની પ્રભાથી સહચરિત અર્થાતુ યુક્ત હોવાથી પ્રથમ પૃવિનું નામ રત્નપ્રભા છે (૧) શર્કરા અર્થાત નાના નાના કાંકરાના જેવી પ્રભાવાળી હોવાથી બીજી પૃથ્વિનું નામ શર્કરપ્રભા છે (૨) વાલુકા (રેતી)ની પ્રભાથી યુક્ત હોવાથી ત્રીજી પૃથ્વિનું નામ વાલુકાપ્રભા છે (૩) પંક કહેતાં કાદવથી યુકત હોવાથી ચેથી પૃવિનું નામ પંકપ્રભા છે (૪) જ્યાં આગળ ધૂમાડો હોય એને ધૂમપ્રભા કહે છે (૫) જ્યાં અન્ધકાર છવાયેલો રહે છે તે છઠ્ઠી પૃથ્વીનું નામ તમઃપ્રાભા છે (૬) જ્યાં નિબિડ અર્થાત્ ઘટાટોપ-ઘનઘોર અન્ધકાર પથરાયેલું રહે છે તે સાતમી પૃથ્વિનું નામ તમસ્તમઃ પ્રભા છે (૭) અહીં. ભૂમિ શબ્દ એ માટે લેવામાં આવે છે કે જેવી રીતે દેવલોક ભૂમિના આશ્રય વગર પિતાના સ્વભાવથી જ ટકેલાં છે તે જ રીતે નરકાવાસ ભૂમિના સહારા વગર ટકેલા હોતા નથી આ સાત ભૂમિઓના આધારભૂત ઘનેદધિ ઘનવાત તનુવાત અને આકાશ એ “ચાર છે તે સાતે ભૂમિએ એક એકથી આગળ આગળ પૃથલ-પહોળી થતી ગઈ છે. અર્થાત્ સાતમી પૃવિ ઉપરની છએ પૃથ્વિથી પહોળી હોય છે. જે ૧૧ છે શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy