________________
૨૪૦
તત્ત્વાર્થ સૂત્રના
પકડી શકે છે. દેવાની ગતિ એટલી તીવ્ર હેાય છે. આવી ઝડપી ગતિથી એક દેવ પૂર્ણ દિશા ભણી ચાલ્યા અને એ જ રીતે છએ દેવા છએ દિશાઓ તરફ રવાના થયા.
તે કાળ અને તે સમયમાં એક હજાર વર્ષની આયુષ્યવાળા એક બાળક જન્મ્યા. તેના માતા-પિતા મૃત્યુ પામ્યા તે પણ તે ઉત્કૃષ્ટ ગતિથી જતા થકાં તેએ દેવલાકના સીમાડા સુધી પહેાંચી શકયા નહીં. ત્યારબાદ તે બાળકનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું ત્યાસુધી દેવ તે જ તીવ્ર ગતિથી ચાલતા જ ગયા પરંતુ તે લેાકના છેડા સુધી પહાંચી શકયા નહીં.
ત્યારપછી સમય વીતવાની સાથે તે માળકના નામ-ગોત્ર પણ ભુંસાઈ ગયા ત્યાંસુધી સતત ચાલવા છતાં પણ તે દેવ, લાકના અન્ત પામી ન શકયા.
પ્રશ્ન—ભગવંત ! તે દેવાએ જે અંતર કાપ્યુ તે અધિક છે કે જે અંતર હજી કાપવાનુ બાકી રહ્યું તે વધારે છે ?
ઉત્તર-—હે ગૌતમ ! કાપેલું અંતર વધુ છે, નહીં કાપેલુ' (બાકી રહેલું) અંતર વધુ નથી. કાપેલા અંતરથી ન કાપેલુ અંતર અસંખ્યાતમા ભાગ છે. ન કાપેલા અંતરથી કાપેલુ' અંતર અસંખ્યાતગણું છે. હે ગૌતમ ! લેાક એટલા બધા વિશાળ છે; અર્થાત્ આનાથી કલ્પના કરી શકાય કે લેાક કેટલા મહાન છે.
આવું જ પ્રજ્ઞાપનાસૂત્રનાં બીજા પદમાં દેવાના વિમાનાની વિશાળતા પ્રદર્શિત કરવા માટે
કહ્યું
પ્રશ્ન—ભગવન્ ! વિમાન કેટલા મોટા કહેવાયા છે ?
ઉત્તર—હે ગૌતમ ! આ જમ્મૂદ્રીપ નામક દ્વીપ સવ દ્વીપા તથા સમુદ્રાની વચ્ચે છે અને સૌથી નાના (એક લાખ ચેાજન વિસ્તારવાળા) છે. કોઈ મહાન રિદ્ધિના ધારક અર્થાત્ મહાન પ્રભાવવાળા દેવ “આ લ્યે!” એ પ્રમાણે કહીને ફક્ત ત્રણ તાળીઓમાં અર્થાત્ ત્રણવાર તાળી વગાડવામાં જેટલા સમય લાગે છે એટલા સ્વલ્પકાળમાં એકવીસ વાર સંપૂર્ણ જમ્મૂદ્રીપની પ્રદક્ષિણા કરીને એકદમ પાછા આવી ગયા, આવા અતિશય વેગવાન ઝડપવાળા હાય તે દેવ પેાતાની તે જ ઉત્કૃષ્ટ, ત્વરાયુક્ત, પ્રચંડ, ચપળ, શીઘ્ર, ઉદ્ધત, વેગયુક્ત (અથવા યાતનામય) અને દિવ્યગતિથી, એક દિવસ, એ દિવસ, ત્રણ ચાર અને વધારેમાં વધારે છ માસ સુધી વણુથલે ચાલતા રહે તે કઈ એકાદ વિમાનને પાર કરી લે અને કોઈ વિમાનને છ માસમાં પણ પાર ન કરી શકે. હે ગૌતમ ! દેવવમાન એટલા વિશાળ હાય છે ! તાત્પય એ છે કે જે દેવ ત્રણ તાળીના સમયમાં એકવીસ વખત સમગ્ર જમ્મૂદ્રીપના ફેરા કરી શકે છે તે જ દેવ છ માસ સુધી નિરન્તર ચાલીને પણ કઈ-કઈ વિમાન સુધી પહેાંચી શકતા નથી આના ઉપરથી જ દેવવિમાનાની વિશાળતાની કલ્પના થઈ શકે છે.
આ તે દેવાની મધ્યમ ગતિએ છે. બીજા દેવાની ગતિ તેથી પણ વધારે હેાય છે. આમ દેવગતિએ પુણ્ય નામકર્મના ઉદ્રયથી જન્મે છે. દેવ વિશિષ્ટ ક્રીડા, ગતિ અને દ્યુતિ સ્વભાવ વાળા વિશિષ્ટ-વિશિષ્ટ સ્થાનામાં રહેવાવાળા તથા સુખની વિપુલતાવાળા હાય છે. આ દેવ ચાર પ્રકારના છે——ભવનપતિ, વાનબ્ય ંતર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક. ઉક્ત ચાર પ્રકારના દેવામાંથી ભવનપતિ અધેલાકમાં નિવાસ કરે છે, વાનભ્યંતર અને જ્યાતિષ્ઠ મધ્યલાકમાં (તીર્ઝા લાકમાં) રહે છે અને વૈમાનિક ઉર્ધ્વલાકમાં નિવાસ કરે છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧