________________
૨૩૨
તત્વાર્થસૂત્રને જેવી રીતે ખરજવું થયું હોય તે પુરુષ અજ્ઞાનશ, ખજવાળવાથી થતાં દુઃખને પણ તે સમયે સુખ માની લે છે તેવી જ રીતે મૈથુન સેવન કરનારા પણ મોક્ષના વિરેાધી તેમજ અનન્તાનન્ત સંસાર પરિભ્રમણનાકારણે, આપાતરમણ્ય ભેગ-દુઃખને પણ સ્પર્શ સુખ સમજી બેસે છે. આમ મૈિથુનમાં દુઃખની ભાવનાથી જેનું ચિત્ત ભાવિત થાય છે તે મૈિથુનથી મુક્ત થાય છે.
આ પ્રકારે જ દ્રવ્ય વગેરે પર મમત્વ ધારણ કરનાર મનુષ્ય ધન પ્રાપ્ત ન થાય તે તે મેળવવાની લાલસા કરે છે, પ્રાપ્ત થઈ જાય તે તેના રક્ષણ કરવાનું દુઃખ ભેગવે છે અને નષ્ટ થઈ જાય તો શેકજનિત દુઃખને ભાગી થાય છે વસ્ત્ર આદિ વસ્તુઓને મેળવવાની અભિલાષા થાય અને તે પ્રાપ્ત ન થઈ શકે તે દુઃખનો અનુભવ થાય છે કદાચીત તેની પ્રાપ્તિ થઈ જાય તે રાજા, ચોર, અગ્નિ, ભાગીદાર અને ઉંદર વગેરેથી તેને બચાવવા માટે હમેશા સજાગ રહેવું પડે છે. આ રીતે ઉદ્વેગજન્ય દુઃખને અનુભવ કરવો પડે છે જ્યારે રક્ષણ કરતાં કરતાં પણ તે પરિગ્રહ ચાલ્યા જાય છે તે તેના વિયેગથી ઉત્પન્ન થનાર અસહ્ય શાકરૂપી અગ્નિ તેને અત્યન્ત સન્તપ્ત બનાવે છે. આમ પરિગ્રહ પ્રત્યેક અવસ્થામાં દુઃખરૂપ જ છે જે આવી ભાવના ભાવે છે તે પરિગ્રહથી વિમુખ થાય છે.
પૂર્વોક્ત પ્રકારથી પ્રાણાતિપાત, અસત્યભાષણ, સ્તેય, અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં દુઃખ જ દુઃખ છે એવી ભાવના ભાવનાર વતીને પાંચ વ્રતમાં દૃઢતા ઉત્પન્ન થાય છે.
સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના બીજા ઉદ્દેશકના સૂત્ર ૨૮૨ માં કહ્યું છે –
સંવેગિની અર્થાત્ વૈરાગ્યવર્ધક કથા ચાર પ્રકારની કહેવામાં આવી છે તે આ પ્રમાણે છે–(૧) ઈહિલેસંવેગિનિ (૨) પરલોકસંવેગિની (૩) આત્મશરીરસંવેગિની અને (૪) પરશરીરસંવેગિની નિર્વેદિની કથા ચાર પ્રકારની કહેવામાં આવી છે તે આ પ્રમાણે છે : (૧) આ લેકમાં દુઝીણું કર્મ આ લેકમાં દુઃખરૂપ ફળ-વિપાકથી સંયુકત હોય છે. (૨) આ લેકમાં દુર્ણ કર્મ પરકમાં દુઃખરૂપ ફળ-વિપાકથી સંયુકત હોય છે (૩) પરલેકમાં દુર્ણ કર્મ આ લેકમાં દુઃખરૂપ ફળવિપાકથી સંયુકત હોવ છે (૪) પરલોકમાં દુશ્ચીણું કર્મ પરલોકમાં દુઃખરૂપ ફળવિપાકથી સંયુક્ત હોય છે.
(૧) આ લાકમાં સુચીણું કર્મ આ લોકમાં સુખરૂપ ફળવિપાકથી સંયુક્ત હોય છે અર્થાત સુખરૂ૫ ફળ પ્રદાન કરે છે. (૨) આ લેકમાં સુચીણું કર્મ પરકમાં સુખરૂપ ફળ પ્રદાન કરે છે વગેરે ચારેય ભંગ પૂર્વવત સમજવા અર્થાત પલેકમાં સુચીણું કર્મ આ લોકમાં સુખરૂપ વિપાકથી સંયુકત હોય છે અને પરલોકમાં સુચીણ કમ પરલેકમાં સુખરૂપ ફળવિપાકથી સંયુક્ત હોય છે. આ બંને ભંગ પણ સમજી લેવાની જરૂર છે.
જે કથા સંવિદ્રને અર્થાત સંસારની અસારતા પ્રદર્શિત કરીને મોક્ષની અભિલાષા ઉત્પન્ન કરે તે સંવેગની અથવા સંવેદિની કથા કહેવાય છે જેવી રીતે રાજકુમારી મલ્લીએ પિતાની ઉપર અનુરાગી છ રાજાઓને સંસારની અસારતા બતાવીને તેમનામાં મેક્ષની અભિલાષા ઉત્પન્ન કરી દીધી હતી-વળી કહ્યું પણ છે– - જે કથાના સાંભળવા માત્રથી મોક્ષની અભિલાષા ઉત્પન્ન થઈ જાય છે તે સંવેદિની કથા કહેવાય છે જેમ મલ્લીકુમારીએ છ રાજાઓને પ્રતિબોધ આવે તેમ ૧
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧