SearchBrowseAboutContactDonate
Page Preview
Page 929
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૪ પચીસ ભાવનાઓનું નિરૂપણ ૨૨૭ માંદગી અવસ્થા આદિમાં મળ-મૂત્ર એકઠા કરવા માટેના પાત્રા રાખવા માટે, હાથ વગેરે ધાવાના સ્થાન આદિ માટે ફરીવાર યાચના કરવી જોઇએ જેથી તેના સ્વામીના મનમાં કોઈ દુ:ખ ન ઉપજે. આવી જ રીતે બધી બાજુએથી આટલી—આટલી જગ્યા અમે વાપરીશું એવું નક્કી કરીને તેની આજ્ઞા લેવી જોઈ એ. (૧૩) પીઠ—લક અર્થાત પાટા તથા આઠીગણ વગેરે માટે પણ વૃક્ષ વગેરેનું છેદન ન કરવું અન્નત્તાદાનવ્રતની ત્રીજી ભાવના છે. (૧૪) જે આહાર સાધારણ હોય અર્થાત્ અનેક સાધુએ માટેના હાય, તેમાંથી લઈને વધારે ખાવુ ન જોઈએ. જે અને જેટલા આહારને લેવાની ગુરુની આજ્ઞા હેાય તેટલું જ ગ્રહણ કરવું જોઇએ. ગુરુની આજ્ઞાથી ગ્રહણુ કરવામાં આવેલા આહારપાણીના સૂત્રોકત વિધિ અનુસાર ઉપભાગ કરવા જોઇએ. આવી જ રીતે ઔધિક અને ઔપગ્રાહિક ઉપધિ-વસ્ત્ર વગેરે બધું જ ગુરુની આજ્ઞાથી, વન્દેનપૂર્વક, ગુરુના કહેવા મુજબ જ કામમાં લેવા જોઈ એ. આ પ્રકારની ભાવનાવાળા અદત્તાદાનવિરમણ વ્રતનું ઉલ્લંઘન કરતા નથી. (૧૫) હમેશાં સાધુની વૈયાવચ્ચ કરવી જોઈએ. (૧૬) બ્રહ્મચર્ય વ્રતની પૂર્વાંકત પાંચ ભાવનાઓમાંથી સ્ત્રી - પશુનપુંસક (ફાતડા)થી રહિત સ્થાનના ઉપયાગ કરવાના આશય છે દેવ-મનુષ્ય સ્ત્રી, તિય ચજાતિ—ઘેાડી, ગાય, ભેંસ, બકરી, ઘેટાં વગેરેના સપ વાળા આસન—શયન વગેરેના ત્યાગ કરવા. જે સ્થાનમાં આ બધાં હાય તેમાં નિવાસ કરવાથી અનેક હાનિ થાય છે. આથી બ્રહ્મચ`વ્રતનું પાલન કરવા માટે આ ભાવનાથી આત્માને વાસિત કરવા જોઈ એ. (૧૭) શ્ર, પશુ, નપુસકના સદ્ભાવ ન હોય તે પણ રાગયુકત થઈ ને સ્રીકથા અર્થાત્ સ્ત્રીએ સંબધી વાર્તાલાપના ત્યાગ કરવા જોઇએ. મેહુનિત રાગ રૂપ પરિણતિથી યુકત સ્ત્રીકથા જેમાં દેશ, જાતિ, કુળ, વેશભૂષા ખેલ ચાલ, ગતિ, વિલાસ, વિભ્રમ, ભ્રમરા મટકાવવી, કટાક્ષ, હાસ્ય, લીલા, પ્રણયકલહ આદિ શૃંગાર રસ સમ્મિલિત છે તેનાથી પરિપૂ` હાવાના કારણે વટાળીઆ જેવા ચિત્તરૂપી સમુદ્રને ક્ષુબ્ધ કરી નાખે છે આથી રાગ સબંધિત સ્ત્રીકથાના ત્યાગ કરવા જ શ્રેયસ્કર છે. (૧૮) સ્ત્રીઆની મનેહર ઇન્દ્રિયાના અવલેાકનથી પણ ખચવું જોઈએ. તેમના મનારમ સ્તન આદિના–અવલેાકનથી વિરત થવું જ શ્રેયસ્કર છે એવી ભાવના ભાવવી જોઈએ. (૧૯) પૂર્વકાળમાં ભાગવેલા ભોગાનુ સ્મરણ ન કરવુ જોઇએ સાધુ-અવસ્થામાં ગૃહદશામાં ભાગવેલા ભાગોનું સ્મરણ કરવાથી કામાગ્નિ પ્રજ્વલિત થાય છે આથી તેમનું સ્મરણુ છેાડી દેવામાં જ કલ્યાણ છે. (૨૦) પ્રતિદિન કારણ વગરપૌષ્ટિક ભાજન પણ ન કરવુ જોઈ એ. ખળ–વીય વધક સ્નિગ્ધ મધુર આદિ રસાનુ સેવન કરવાથી તથા દૂધ, દહીં, ઘી, ગેાળ તેલ વગેરેના સેવનથી મેદ, મજજા તથા વી વગેરે ધાતુઓના સંગ્રહ થાય છે અને એનાથી માઠુની ઉત્પત્તિ થાય છે શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy