SearchBrowseAboutContactDonate
Page Preview
Page 925
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ. અ. ૪. પાંચ મહાવ્રત–આણુવ્રતનું કથન સૂ. ૧૦-૧૧ ૨૨૩ કરવી ચારિત્રનું લક્ષણ છે. મન, વચન કાર્યો દ્વારા કરેલું, કરાવેલું અને અનુમોદન—આપવાના ભેદથી તે અનેક પ્રકારના છે. સ્થાનાંગ સૂત્રના પાંચમા સ્થાનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે--મહાવ્રત પાંચ કહેવામાં આવ્યા છે તે આ મુજબ છે –સમસ્ત--પ્રાણાતિપાતથી વિરત થવું અર્થાત્ સમસ્ત પરિગ્રહથી વિરત થવું. આવશ્યક અને દશવૈકાલિસૂત્રમાં પણ મહાવ્રત પાંચ જ કહેવામાં આવ્યા છે ? જાનrgવાતો વેશઇત્યાદિ સૂત્રાર્થ–પ્રાણાતિપાત આદિ એકદેશથી વિરત થવું પંચ અણુવ્રત છે ૧૧ તવાદીપિકા-પૂર્વસૂત્રમાં પ્રાણાતિપાત આદિથી પૂર્ણ રૂપથી વિરત થવા રૂપ પાંચ મહાવ્રતનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે એ બતાવવા માગીએ છીએ કે તે જ પ્રાણાતિપાત આદિથી આંશિક રૂપથી વિરત થવું પાંચ અણુવ્રત છે– પ્રાણાતિપાત આદિ પાંચ પાપોથી દેશથી વિરત થવું પાંચ અણુવ્રત છે પ્રાણુવ્યપરોપણ અથવા જીવહિંસાને પ્રાણાતિપાત કહે છે. સૂત્રમાં વાપરેલ “આદિ શબ્દથી અસત્યભાષણ, તેય, મૈથુન અને પરિગ્રહ સમજવાના છે આ પાંચમાંથી એક દેશથી વિરત થવું પાંચે આણુવ્રત છે અર્થાત સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ અને સ્થળ પરિગ્રહવિરમણ અર્થાત્ પરિગ્રહ પરિમાણ આ પાંચ અણુવ્રત છે ૧૧ તત્વાર્થનતિ –પ્રથમ સંપૂર્ણ પ્રાણિઓની જીવહિંસાથી નિવૃત્તિ સંપૂર્ણ મૃષાવાદથી, સંપૂર્ણ અદત્તાદાનથી, સંપૂર્ણ અબ્રહ્મચર્યથી તથા સંપૂર્ણ પરિગ્રહથી નિવૃત્તિ રૂપ પાંચ મહાવ્રતનું-નિરૂપણ કરવામાં આવ્યું હવે સ્થૂળ પ્રાણાતિપાત આદિથી નિવૃત્તિ રૂપ પાંચ અણુવ્રતનું કથન કરીએ છીએ. પ્રાણાતિપાત આદિને આંશિક રૂપથી ત્યાગ કરવો પાંચ અણુવ્રત કહેવાય છે. હિંસા બે પ્રકારની છે. સંકલ્પની અને આરમ્ભની અથવા સૂક્ષમ અને સ્થળના ભેદથી પણ હિંસાના બે ભેદ છે. સંપૂર્ણ પ્રાણાતિપાતથી વિરત ન થવું પરંતુ એકદેશથી જ વિરત થવું કેવળ સ્થૂળ રૂપ સંકલ્પની હિંસાને ત્યાગ કરવો છૂળપ્રાણાતિપાત વિરતિ નામનું આણુવ્રત છે. આવી જ રીતે બધા પ્રકારના મૃષાવાદને ત્યાગ ન કરતાં માત્ર એકદેશથી અર્થાત્ જુઠી સાક્ષી આપવી વગેરે રૂપ અસત્યભાષણથી નિવૃત્ત થવું સ્થળ મૃષાવાદવિરતિ આણુવ્રત છે આ આણુવ્રતમાં સ્થૂળ અસત્યને જ ત્યાગ કરવામાં આવે છે, સૂમ મૃષાવાદને નહીં. એ જ પ્રમાણે સ્થૂળ અદત્તાદાનનો ત્યાગ કરે અદત્તાદાન વિરમણ અણુવ્રત કહેવાય છે. આ અણુવ્રતમાં બધાં પ્રકારના અદત્તાદાનનો ત્યાગ થતું નથી પરંતુ સ્થૂળ અદત્તાદાનને જ ત્યાગ કરવામાં આવે છે. જે અદત્તાદાનથી આ લેક તથા પરકમાં ચેરીને દોષ લાગે છે જેનાથી સામાન્યતયા ચેરી કહી શકાય છે અને જે ચેરી રાજ્ય દ્વારા દડનીય હોય છે જે કારણથી કારાગૃહ અને નરકના પાત્ર બનવું પડે છે તેને સ્થળ ચોરી સમજવી. ઠઠ્ઠા-મશ્કરીમાં કેઈની ચીજ લઈ લેવી અથવા સંતાડી દેવી સ્થૂળ ચેરી નહીં પણ સૂમ ચારી છે. ગૃહસ્થા આવી ચારીને ત્યાગ કરતા હોતાં નથી. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy