________________
૨૨૨
તત્વાર્થસૂત્રને બંધાય છે. ઉચ્ચગોત્ર કર્મના ઉદયથી ઈક્વાકુવંશ, હરીવંશ ભેજરાજવંશ આદિ જેવા ઉચ્ચગેત્રમાં જન્મ પ્રાપ્ત થાય છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અર્થાત્ ભગવતીસૂત્રના શતક ૮, ઉદ્દેશક ૯માં કહ્યું છે
જાતિને મદ ન કરવાથી, કુળનું અભિમાન ન કરવાથી, બળનો મદ ન કરવાથી, રૂપનું અભિમાન ન કરવાથી, તપ, શ્રુત, લાભ તથા એશ્વર્યનું અભિમાન ન કરવાથી ઉચ્ચગોત્ર કર્મ બંધાય છે . ૯
સવાર્થ–પ્રાણાતિપાત આદિથી પૂર્ણરૂપમાં નિવૃત્ત થવું પાંચમહાવ્રત છે ૧ જાવાયા; fહૂંતો' ઇત્યાદિ
તત્ત્વાર્થદીપિકા-પ્રાણાતિપાતની સાથે સંકળાયેલા આદિ શબ્દથી મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનું ગ્રહણ થાય છે. તાત્પર્ય એ છે કે પ્રાણાતિપાદ આદિ પાંચ પાપથી, ત્રણ કરણ અને ત્રણગથી નિવૃત્ત થઈ જવું પાંચ મહાવ્રત છે પ્રાણાતિપાત અર્થાત જેની હિંસા, મૃષાવાદ અર્થાત અસત્યભાષણ, અદત્તાદાન અર્થાત્ સ્તેય (ચેરી) અબ્રહ્મચર્ય અર્થાત મૈથુન અને પરિગ્રહ અર્થાતુ મેહ-મમતા, આ બધાંથી પૂર્ણરૂપથી વિરત થવું મહાવ્રત છે. ૧ળા
તત્વાર્થનિર્યુક્તિ-બેંતાળીશ પ્રકારની પુણ્યપ્રકૃતિના બંધાવાથી સદ્ગતિની પ્રાપ્તિ થાય છે તથા સદ્ ધર્મ થાય છે આ પ્રસંગથી અત્રે પાંચ મહાવ્રતોનું કથન કરીએ, છીએ,
પ્રાણાતિપાત અને “આદિ શબ્દથી મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મચર્ય અને પરિગ્રહથી, પૂર્ણરૂપમાં અર્થાત સંપૂર્ણ દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાથી, ત્રણ કરો અને ત્રણ ગેથી–નિવૃત્ત થવું પાંચ મહાવ્રત છે.
કષાય અને પ્રમાદ રૂપ પરિણત આત્મા દ્વારા મન વચન અને કાયા રૂપ ગના વ્યાપારથી તથા કવુિં કરાવવું અને અનુમોદન રૂપ ત્રણ કરો દ્વારા દ્રવ્ય અને ભાવ પ્રાણોનું વ્યાપણું અર્થાત્ હિંસા કરવી પ્રાણાતિપાત કહેવાય છે. અસત્ય ભાષણ કરવું અસત્ય વચન કહેવું અથવા જઠું બોલવું સાવદ્ય વચન બોલવું મૃષાવાદ કહેવાય છે. માલિકના આપ્યા વગર કઈ વસ્તુ લઈ લેવી અદત્તાદાન છે. સ્ત્રીગમન અથવા મૈથુનને અબ્રહ્મચર્ય કહે છે. સત્ત અચેર અને મિશ્ર દ્રવ્યમાં મેહ રાખવો તેનું નામ પરિગ્રહ છે મમત્વ રાખવું પરિગ્રહ છે આ પાંચે પાપોથી પૂર્ણ રૂપથી અર્થાત્ ત્રણ કરણ અને ત્રણ વેગથી નિવૃત્ત થવું પાંચ મહાવ્રત છે.
પ્રાણિહિંસા આદિથી નિવૃત્તિ વ્રત છે. એને આશય એ છે કે અમુક પુરુષ હિંસા આદિ ક્રિયાઓનું આચરણ કરતું નથી પરંતુ અહિંસાદિ ક્રિયાઓનું આ આચરણ કરે છે. જે પ્રાણાતિપાત આદિથી વિરત થઈ જાય છે તે શાસ્ત્રમાં પ્રરૂપેલી સત્ ક્રિયાઓમાં-પ્રવૃત્તિ કરે છે અને અસત ક્રિયાથી નિવૃત્ત થાય છે આથી તેના કર્મોને ક્ષય થાય છે અને કર્મક્ષયથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
અહીં એ સ્મરણમાં રાખવું જોઈએ કે પ્રાણાતિપાતને અર્થ છે પ્રાણિઓને પ્રાણથી જુદાં પાડવા. પ્રાણ ઇન્દ્રિય વગેરેને કહે છે. પ્રાણ જેમાં હોય તે પ્રાણી અર્થાત જીવ કહેવાય છે પ્રાણી ઘણી જાતના હોય છે. પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય આ જીના સ્વરૂપને સમજીને અને તેના પર શ્રદ્ધા રાખીને તેમના પ્રાણોને વિયેગ ન કરે એ જ્ઞાન શ્રદ્ધાનપૂર્વક ચારિત્ર કહેવાય છે. સાતમાં પ્રવૃત્તિ કરવી અને અસથી નિવૃત્તિ
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧