SearchBrowseAboutContactDonate
Page Preview
Page 920
Loading...
Download File
Download File
Page Text
________________ . ૨૧૮ તત્વાર્થસૂત્રને પ્રશ્ન-શુભનામ કર્મના વિષયમાં પૃચ્છા-અર્થાત્ હે ભદન્ત ! શુભનામ કમ કયા કારણે બંધાય છે ? ઉત્તર-હે ગૌતમ ! (૧) કાયની ઋજુતાથી (૨) ભાવની બાજુતાથી (૩) ભાષાની ઋજુતાથી અને (૪) અવિસંવાદન યેગથી શુભ નામકર્મ બંધાય છે. આ શુભનામ કર્મ દેવગતિ મનુષ્યગતિ વગેરે સાડત્રીશ પ્રકારથી ભેગવી શકાય છે. જેમકે (૧) દેવગતિ (૨) મનુષ્યગતિ (૩) મનુષ્યાનુપૂવી (૪) દેવાનુપૂવી (૫) પંચેન્દ્રિયજાતિ (૬-૧૦) દારિક વગેરે પાંચ શરીર (૧૧-૧૩) ત્રણ અંગોપાંગ અર્થાત (ક) ઔદારિક અંગેપાંગ (ખ) વૈક્રિય અંગોપાંગ (ગ) આહારક અંગોપાંગ (૧૪) વજી ઋષભનારા સંહનન (૧૫) સમચતુરન્સ સંસ્થાન (૧૬–૧૮) પ્રશસ્ત વર્ણ ગબ્ધ રસ (૧૯) સ્પર્શ ત્રસ આદિ અર્થાત્ (૨૦) ત્રસ (૨૧) બાદર (૨૨) પર્યાપ્ત થ૩) પ્રત્યેક શરીર (૨૪) સ્થિર (૨૫) શુભ (૨૬) સુભગ (૨૭) સુસ્વર (૨૮) આદેય (૨૯) યશકીતિ (૩૦) અગુરુલઘુ (૩૧) ઉચ્છવાસ (૩૨) આતપ (૩૩) ઉદ્યોત (૩૪) પ્રશસ્તવિહાગતિ (૩૫) પરાઘાત (૩૬) તીર્થકર અને (૩૭) નિર્માણ નામકર્મ. આ સાડત્રીશ પ્રકારથી શુભનામકર્મના ભેગા થાય છે. આમાં જે અંગે પાંગનામ કર્મને ઉલ્લેખ કરવામાં આવ્યા છે, ત્યાં (૧) મસ્તક (૨) વક્ષસ્થળ- છાતી) (૩) પીઠ (૪-૫) બંને હાથ (૨) પેટ અને (૭-૮) બંને પગ આ આઠ અંગ કહેવાય છે. આંગળીઓ, જીભ, આંખ, કાન, નાક વગેરે ઉપાંગ કહેવાય છે પછા 'वीस ठाणाराहणेण तित्थयरत्त" સૂત્રાર્થ—વાસ સ્થાનેની આરાધનાથી તીર્થકર નામકર્મ બંધાય છે ૮ તત્ત્વાર્થદીપિકા–વસ સ્થાને અર્થાત્ બેલનું આરાધન કરવાથી તીર્થકર નામક શુભનામ કર્મ બંધાય છે. આ વીસ સ્થાનક નિમ્નલિખિત છે– (૧) અહંન્ત ભગવાન પ્રત્યે વાત્સલ્યભાવ હે, અરિહંત ભગવાનના ગુણગ્રામ કરવા. ૨) સિદ્ધ ભગવાન પ્રત્યે પ્રેમભાવ (૩) પ્રવચન પ્રત્યે વાત્સલ્ય (૪) ગુરુ પ્રત્યે પ્રેમ (૫) ઘરડાં પ્રત્યે આદર–પ્રેમ (૬) બહુશ્રુત અર્થાત્ વિવિધશાના જ્ઞાતા પ્રત્યે વાત્સલ્ય (૭) તપસ્વીજને પ્રત્યે વત્સલતા અર્થાત એમનાં વાસ્તવિક ગુણનું કીર્નાન કરવા રૂપ ભક્તિ હોવી, તથા (૮) એમના જ્ઞાનમાં નિરન્તર ઉપગ રાખ (૯) દર્શન અથવા નિર્મળ તત્ત્વશ્રદ્ધા હોવી (૧૦) દેવ તથા ગુરુની પ્રતિ વિનયભાવ હોવો (૧૧) બંને સમયમાં આવશ્યક ક્રિયા કરવી (૧૨) શીલવ્રત પ્રત્યાખ્યાનને નિર્મળપણે પાળવા (૧૩) ક્ષણ લવ વગેરે કાળેમાં પ્રમાદનો ત્યાગ કરી શુભ ધ્યાન ચિંતવવું (૧૪) બાર પ્રકારની તપશ્ચર્યા આરાધવી (૧૫) દાન આપવું. બીજા કોઈને ભયભીત કરી રહ્યા હોય અથવા માર મારતા હોય અથવા કેઈ કારણે કેઈમરી રહ્યો હોય તે તેની રક્ષા કરવી. આ અભયદાન અને કરુણાદાનનું ઉપલક્ષણસૂચક છે. સુપાત્રને દાન આપવું અર્થાત્ મહાવ્રતધારી તથા પ્રતિભાધારી શ્રાવકને દાન આપવું અર્થાત શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુવિધસંઘને સુખશાતા ઉપજાવવી (૧૬) વૈયાવૃત્ય આચાર્ય વગેરેની સુશ્રષા કરવી (૧૭) સમાધિ-સમસ્ત જીવોને સુખશાંતિ ઉપજાવવી (૧૮) નિત્ય નવું શીખવું. (૧) મૃતભક્તિ-જિનપ્રતિપાદિત આગમમાં અનુરાગ રાખવો (૨૦) પ્રવચન–પ્રભાવના–પ્રચુર ભવ્ય શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy