SearchBrowseAboutContactDonate
Page Preview
Page 887
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ. અ, ૩. માહનીય નામનીમૂળ કમ પ્રકૃતિના ભેદોનું નિરૂપણ સૂ. ૯ ૧૮૫ ખાવાની ઈચ્છા થાય છે. આવી જ રીતે સકલ્પની વિષયભૂત સ્ત્રીઓમાં પુરુષવેદ નાકષાય મેાહના ઉદયથી અભિલાષા થાય છે. સ્ત્રીવેદ નાકષાય મેાહના ઉદયથી સ્ત્રીને પુરુષની ઈચ્છા થાય છે અને આ વેદના ઉદયથી સ‘કલ્પના વિષયભૂત પુરુષામાં પણ અભિલાષા થાય છે. નપુસકવેદ નાકષાય માહુનીયના ઉદયથી સ્ત્રી અને પુરુષ, તેની સાથે કામક્રીડા કરવાની અભિલાષા ઉત્પન્ન થાય છે. જેવી રીતે એ ધાતુઓના ઉદય થવાથી સમ્માર્જિત આદિ દ્રબ્યાની અભિલાષા થાય છે. કોઈ-કોઈને પુરુષાની જ અભિલાષા થાય છે તથા સ’કલ્પજનિત વિષયામાં અનેક પ્રકારની અભિલાષા ઉત્પન્ન થાય છે. પુરુષવેદ વગેરે ત્રણ નાકષ્ટા માટે ઘાસની અગ્નિ લાકડાની અગ્નિ અને છાણાની અગ્નિના દાખલાએ પ્રસિદ્ધ છે. પુરુષવેદ-મેાહનીય રૂપી અગ્નિ જ્યારે તીવ્રતાની સાથે પ્રજવલિત થાય છે ત્યારે તેના પ્રતિકાર થવાથી વડવાની જેમ શમી જાય છે જેમ ઘાસના પૂળા જલદી જ સળગી જાય છે તેમ પુરુષવેદની અસર પણ શીઘ્ર સમાપ્ત થઈ જાય છે. લાંબા સમય સુધી સળગતું નથી. સ્ત્રીવેદમાહરૂપી અગ્નિ લાંબા સમય ખાદ શાન્ત થાય છે તે એકદમ સળગી પણ ઉઠતી નથી બલ્કે સંભાષણુ સ્પન આદિ સૂકા લાકડા (બળતણુ)થી ક્રમશઃ ક્રમશઃ વધતી જાય છે. સ્ત્રીવેદના અગ્નિ અત્યન્ત મજબૂત બાવળના લાકડાની ઘણી વધી ગયેલી જવાલાએના સમૂહ જેવા હાય છે. તેને શમાવવામાં સમય લાગે છે. નપુંસકવેદ મેાહનીય રૂપી અગ્નિ ઉક્ત બનેથી અધિક ઉગ્ર હાય છે તે કોઈ મહાનગરમાં લાગેલ અગ્નિકાંડની જેમ અથવા છાણાની માફક અદરને અંદર જ ઘણી ભભકતી રહે છે. તેનુ શમન ઘણાં લાંખા સમય પછી થાય છે. આવી રીતે પચીસ પ્રકારના ચારિત્રમેહનીય ક`તુ નિરૂપણ કરવામાં આવ્યું. ત્રણ પ્રકારના દર્શીન મેાહનીયકનું નિરૂપણ અગાઉ કરવામાં આવ્યું આમ મેાહનીય કર્મીની અઠયાવીસ પ્રકૃતિઓનું પ્રતિપાદન થઈ ગયુ. અનન્તાનુમન્ધી કષાયના ઉદય સમ્યક્દશનનેા નાશ કરે છે જ્યાંસુધી તેના ઉદય રહે છે ત્યાંસુધી સમ્યક્દર્શનની ઉત્પત્તિ થતી નથી . સમ્યક્દન જો પહેલાં ઉત્પન્ન થઈ ગયુ. હાય અને પાછળથી અનન્તાનુબન્ધી કષાયના ઉદય થાય તે તે નાશ પામી જાય છે. અપ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉદયથી દેશશિવરતિ પણ ઉત્પન્ન થઈ શકતી નથી તે। પછી સરિત તે થાય જ કેવી રીતે ? પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી દેશિવતિમાં તે અવરોધ થતા નથી પરંતુ સવિરતિ રૂપ ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. કહેવાનુ એ છે કે બધા પ્રકારના પ્રાણાતિપાતથી વિરત થાય છે એ જાતના સકલસયમને લાભ થતા નથી. સંજવલન કષાયના ઉદ્દયથી વીતરાગ ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, અને સજ્વલન એ ચારેના ક્રાધ, માન, માયા અને લેાભ એમ ચાર-ચાર ભેદ છે અનન્તાનુખન્ધી આફ્રિ ચાર પ્રકારના ક્રોધમાં એવી જ રીતે માન, માયા અને લેભમાં પરસ્પર જે તારતમ્ય છે અર્થાત તીવ્રભાવ, મધ્યભાવ વિમધ્યભાવ અને મન્તભાવ છે, તે હવે દર્શાવીએ છીએ— ચારે પ્રકારના ક્રોધમાં અનન્તાનુબન્ધી ક્રોધ ઉગ્ર હેાય છે. તે પહાડમાં પડેલી ફાંટ (તીરાડ) જેવા છે જેમ પતમાં પથ્થરશીલા વગેરેમાં જે તિરાડ પડી જાય છે, તે જ્યાં સુધી શિલા છે ત્યાંસુધી ૨૪ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy