SearchBrowseAboutContactDonate
Page Preview
Page 847
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨. નિત્યત્વનું નિરૂપણ સૂ. ૨૬ ૧૪૫ છે. તે પ્રત્યભિજ્ઞાન નિહેતુક થઇ શકાતું નથી આથી પ્રત્યભિજ્ઞાનનું જે કારણ છે તે ‘સદ્દભાવ’ કહેવાય છે દા. ત. ઘડા, દારૂ ઉદચન વગેરેના મૃત્યિન્ડભાવ; કટક; વલય, કુંડળ આદિનુ સુવણુ દ્રવ્ય તદ્ભાવ અર્થાત્ મૃત્પિન્ડ અગર સુવર્ણ આદિ રૂપથી વ્યય-વિનાશ ન થવા અવ્યય અર્થાત્ નિત્ય કહેવાય છે. ઘડા વગેરેમા તથા કુંડળ વગેરેમાં માટીના પન્ડા તથા સાનું વગેરે નિત્ય છે એ ચેકકસ થાય છે. માટીના પિન્ડથી ઉત્પન્ન થનાર ઘટ પર્યાય ગૌણુ છે અને સૃપિન્ડભાવ પ્રધાન છે આથી મૃત્તિકાપિન્ડભાવથી ઘડો વગેરે વસ્તુ નિત્ય કહેવાય છે. તેની નિત્યતા દ્રવ્યાર્થિ ક નયથી જ કદાચિત્ જાણવી જોઇએ. હુંમેશાં નિત્યતાના સ્વીકાર કરવાથી તે અન્યથારૂપ થવાના-પર્યાયના અભાવ જ થઈ જશે. આવી સ્થિતિમાં આત્માને સથા નિત્ય માની લેવાથી નર, નારકી, આદિ રૂપથી સંસાર અને તેની નિવૃત્તિરૂપ મેક્ષ પણ ઘટિત થઇ શકશે નહી. પછી તે। સંસારના સ્વરૂપનું કથન અને મેાક્ષના સ્વરૂપનું કથન પણ વિરુદ્ધ થઇ જશે. આથી વસ્તુને કથંચિત્ નિત્ય જ માનવી જોઈએ. ॥ ૨૬ ॥ તત્વા નિયુકિત--પૂર્વસૂત્રમાં, સત્ ઉત્પાદ્ વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હાય છે એ ખતાવ્યું તેમાંથી આકાશ આદિ સત્ વસ્તુ નિત્ય છે અને ઘટ આદિ સત્ અનિત્ય છે આ રીતે સત પદાર્થાંમાં નિત્યતા અને અનિત્યતા અને જોવાથી ઉત્પન્ન થનાર સંદેહનું નિવારણ કરવા માટે કહીએ છીએ-અથવા આ જ બીજા અધ્યાયના ત્રીજા સૂત્ર “બિચ્ચા દિયા હ્રા” માં ‘નિત્ય’ કહેલ છે, ત્યાં સ` સત્ નિત્ય નથી કારણ કે સ્વરૂપનું ગ્રહણ કરેલ છે. આવી સ્થિતિમાં રૂપી વસ્તુની અનિત્યતા પ્રતીત થવા લાગે છે આથી સમસ્ત સત્ પદાથ ન નિત્ય અથવા ન અનિત્ય કહી શકાય છે આથી ધ્રૌવ્ય રૂપ અંશની અપેક્ષાથી રૂપી વસ્તુ પણ કથંચિત નિત્ય છે એ આશયને પ્રકટ કરવા માટે કહે છે- ‘તન્માવવય નિષ્ન' આ સૂત્રમાં તત્ શબ્દથી-સનું ગ્રહણ કરવું જોઈ એ. સત્ વસ્તુને ભાવ ‘તદ્ભાવ’ કહેવાય છે. તે સત્ વસ્તુ માટી જ શરાવ. ઉર્દુ ́ચન કપાલ–ઘડા વગેરે રૂપમાં અને સુવર્ણ જ કટક વલય કુંડળ આદિ રૂપમાં તથા જીવ જ દેવ વગેરેના રૂપમાં હોય છે. એવું કદી થતું નથી કે પેાતાના મૂળ સ્વભાવ મૃત્તિકા-પિન્ડત્વ સુવર્ણત્વ અને જીવત્વના ત્યાગ કરીને તે બીજા રૂપમાં પરિણત થઈ જાય કારણ કે ઘટ કુન્ડલ અને દેવ વગેરેમાં મૃત્પિન્ડ સુવર્ણ અને જીવ તત્વના—અન્વય જોવાય છે આથી ઘટ આદિ સદ્ વસ્તુ પાતાના મૌલિક સ્વભાવથી વિનષ્ટ થતી નથી. આ જ તેની નિત્યતા છે. જો એવું ન માનીએ તે સત ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હાય છે, આ સતુનું લક્ષણ અવ્યાપક થઈ જાય. કારણ કે ઘટ આદિમાં ઉત્પાદ અને વ્યય રૂપ પર્યાય જ માનવાથી ધ્રૌવ્ય અંશનુ ગ્રહણ થશે નહી. આ કારણે રૂપાદિમાન ઘટ આદિ સત્ વસ્તુ પણ માટી વગેરેના અન્વય હાવાથી ધ્રૌવ્ય અંશવાળી છે અને ઉત્પાદું વ્યય અને પ્રૌત્ર્ય લક્ષણથી યુક્ત છે. આથી ધ્રૌવ્ય અંશની અપેક્ષાથી કથંચિત્ નિત્ય કહેવાય છે. આ સૂત્રમાં ગૃહીત નિત્ય શબ્દથી પૂર્વસૂત્રમાં કથિત ધ્રૌવ્ય અશ સમજવાં જોઈ એ. દ્રવ્યના તે અન્વયી અંશ કદાપી અને કયાંય પણ નષ્ટ થતા નથી. ૧૯ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy