________________
તત્વાર્થ સૂત્રના
પર્યાયેાથી રહિત દ્રવ્ય અને પર્યાયેથી રહિત પર્યાય. કાં, કયારે, કયા સ્વરૂપે, ક્યા પ્રમાણથી જોયાં છે ? અર્થાત્ કદી જોઇ જ શકાતા નથી જ્યાં દ્રવ્ય છે ત્યાં પર્યાયાની સત્તા અને જ્યાં પર્યાય છે ત્યાં દ્રવ્યની સત્તા અવશ્ય હાય છે.
૧૪૪
વિશેષોથી રહિત, સામાન્ય રૂપ ધ્રૌવ્ય અંશ એકલુ ગ્રહણ કરી શકાતુ નથી અને ન તે સામાન્ય અંશ વગર વિશેષ અંશ જ કશે પણ ગ્રહણ કરી શકાય છે. આથી ધ્રૌવ્યરૂપ સામાન્ય અવશ્ય સ્વીકારવા જોઇએ અને વિશેષ અંશના પણ અવશ્ય અંગીકાર કરવા જોઇએ.
બધાં પદાર્થા હંમેશ સરખા હાતાં નથી. જો તે સરખાં હાત તે તેમનામાં કોઈ પણ પ્રકારની અસમાનતા થઈ જ ન શકે, આવી પરિસ્થિતિમાં એક વસ્તુ બીજી વસ્તુથી જુદી કેવી રીતે પ્રતીત થશે ? તેમનામાં કોઈ પણ રૂપમાં ભેદ તેા છે નહીં તેા પછી ભેદ પ્રતીતિનું કારણ શું છે ?
આથી જે વિદ્વાન ભેદને સ્વીકાર કરે છે તેણે કાઈ, ને કોઈ રૂપમાં વિરૂપતા, ઉત્પાત અને ખીજા પણ અવશ્ય અંગિકાર કરવા જોઈએ અને બધા પદાર્થા હંમેશા સામાન્ય વિશેષાત્મક જ છે એવુ માનવુ જોઈછે.
સામાન્ય અને વિશેષના લક્ષણમાં ભેદ હેાવા છતાં પણ બંનેમાં સર્વથા ભેદ નથી કારણ તે વસ્તુથી અભિન્ન છે. એક વસ્તુને જો વસ્તુની અપેક્ષાએ પણ બીજી વસ્તુથી સમાન ન માનવામાં આવે તે એક વસ્તુ અવસ્તુ થઈ જાય અને તવિનાભાવી હોવાથી બીજી વસ્તુને પણ અભાવ થઇ જશે.
આવા સંજોગામાં સશૂન્યતાની મુશ્કેલી આવશે અર્થાત્ કોઈપણ વસ્તુની સત્તા સાબીત થશે નહી. સશૂન્યતા અભીષ્ટ નથી આથી સશૂન્યતાના ભયથી સામાન્ય અને વિશેષમાં કથ`ચિત્ વસ્તુત્વની દૃષ્ટિથી પણ સરખામણી સ્વીકારવી જોઇએ. આથી એ સાખીત થયું કે બધાં પદાર્થ સામાન્ય વિશેષ સ્વભાવવાળા છે. સામાન્ય અને વિશેષમાં પરસ્પર સ્વભાવ વિરહના અભાવ હાવાથી, એકરૂપતા હેાવાથી પણ ધભેદની સિદ્ધિ હાવાનુ કારણ સમસ્ત વ્યવહારાની સિદ્ધિ થઈ જાય છે.
આવી રીતે એ સાબિત થયું કે ઉત્પાદ. વ્યય અને ધ્રૌવ્યરૂપ સત દ્રવ્યનું લક્ષણ છે. સ્થાનાંગસૂત્રમાં સ્થાન ૧૦માં કહ્યું છે-વસ્તુ ઉત્પન્ન પણ થાય છે, નાશ પણ પામે છે અને કાયમ પણ રહે છે. ॥ ૨૫ ૫
‘તન્માવવય નિમ્ન ારા
મૂળસૂત્રા—વસ્તુનુ પેાતાના મૂળસ્વરૂપથી નષ્ટ ન થવું નિત્યત્વ છે.
તત્ત્વાર્થં દીપિકા પૂર્વ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવવાળી વસ્તુ જ સત્ છે. અહીં ધ્રૌવ્યના અર્થ નિત્યત્વ છે આથી નિત્યનુ લક્ષણ કહીએ છીએ જે વસ્તુ જે સ્વભાવમાં પહેલા જોવાય છે તે જ સ્વભાવમાં તે પુનઃ પણ જોઈ શકાય છે. આ તે જ વસ્તુ છે” એ પ્રકારનું પ્રત્યભિજ્ઞાન થાય છે.
પહેલા દેખાએલી વસ્તુ જ્યારે પુનઃ આંખાની સામે આવે છે ત્યારે તે આ જ છે” એ પ્રકારનુ' પ્રત્યક્ષ અને સ્મરણના જોડાણુ રૂપ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પ્રત્યભિજ્ઞાન કહેવાય
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧