________________
તત્વાર્થસૂત્રને
શંકા–જે પરમાણુ પ્રતિઘાતરહિત છે તે સ્થૂળ દ્રવ્યની નિષ્પત્તિ કેવી રીતે થશે ? યેગ થવાથી મીલન થાય છે અને સંયોગનો અર્થ છે અપ્રાપ્તની પ્રાપ્તિ અને નહીં કે એકબીજામાં સમાઈ જવું.
સમાધાન– ધૂળ દ્રવ્યની ઉત્પત્તિ વખતે પરમાણુઓનું અપ્રતિઘાતિ હેવું અમને સિદ્ધ નથી. પરમાણુઓના પ્રતિઘાત ભગવાન ત્રણ પ્રકારના માને છે. બન્ધપરિણામ ઉપકારાભાવ અને વેગ. બન્ધપરિણામ પ્રતિઘાત સ્નિગ્ધતા અને રુક્ષતાના કારણે થાય છે. ઉપકારાભાવ પ્રતિઘાત, ધર્મ, અધર્મ અને આકાશની ગતિ, સ્થિતિ અને અવગાહ રૂપ ઉપકારના પ્રકરણમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. લેકની બહાર છો અને પુદ્ગલેની ગતિને પ્રતિઘાત થઈ જાય છે કારણ કે ત્યાં ગતિનું નિમિત્ત કારણ હાજર નથી; જેમ માછલા અને મગર વગેરેની ગતિ પાણીથી બહાર નિમિત્ત કારણું (પાણી)ના અભાવમાં થતી નથી. આથી જ લેકના અન્તમાં પરમાણુનો પ્રતિઘાત થઈ જાય છે, એજ રીતે જ્યારે કે પરમાણુ સ્વાભાવિક ગતિ કરતે થકે વેગમાં હોય છે અને તે વચ્ચે આવી જાય છે તે તેના વેગના કારણે પરમાણુને પ્રતિઘાત થાય છે.
વેગયુક્ત ગતિ કરતો થકે પરમાણુ. વેગવાન પરમાણુને જ પ્રતિઘાત કરે છે કારણ કે તે વેગવાન હોવા સાથે સ્પર્શવાન અને મૂર્તિમાન હોય છે, જેમ પ્રબળ વેગવાળો પવન બીજા પવનને સામને કરે છે આનાથી પરમાણુના વેગના કારણે પ્રતિઘાત થાય છે તેમ પ્રતિત થાય છે.
ઉપર કહેલા પ્રકારથી પરમાણુના વિષયમાં પ્રતિઘાતિત્વ અને અપ્રતિઘાતિત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પરિણમનની વિશેષતાના કારણે પુદ્ગલેમાં આ બંને જ ઘટિત થઈ જાય છે. દા. ત. શબ્દ દીવાળ વગેરે દ્વારા પ્રતિહત થઈ જાય છે અથવા જે પ્રતિહત (પડઘા) ન પડે તે કાને સાંભળી શકાય છે અને તે જ શબ્દ કદી-કદી પવન દ્વારા પ્રેરિત થઈને પ્રતિહત થઈ જાય છે કારણ કે જે પ્રતિકૂળ વાયુની દિશામાં સ્થિત થાય છે તેને તે સંભળાતું નથી અને અનુકૂળ વાયુની દિશામાં બેઠેલાને સંભળાય છે. આથી એ સાબીત થાય છે કે જેમ ગન્ધને વાયુ પ્રેરિત કરે છે તેવી જ રીતે શબ્દને પણ પ્રેરિત કરે છે.
આવી જ રીતે પરમાણુઓના સંઘાત રૂપ એકત્વથી સ્કન્ધની ઉત્પત્તિ થાય છે એમ જે કહ્યું તે યંગ્ય જ કહ્યું છે. ત્રણ પરમાણુઓનો સંઘાત થવા પર અથવા દ્વિપ્રદેશી સ્કન્યની સાથે એક પરમાણુને સંધાત થવાથી ત્રિપ્રદેશી ઔધ (ચાણક)ની ઉત્પત્તિ થાય છે. આ જ સત્ય સંખ્યાત પ્રદેશી અને અસંખ્યાત પ્રદેશી સ્કન્દની ઉત્પતિના વિષયમાં સમજી લેવું જોઈએ. અસંખ્યાતથી પણ આગળ ઘણું વધારે ઘણા અને વધુમાં વધુ પરમાણુઓના પ્રચય રૂપ અનન્ત પ્રદેશમાં પણ એકત્વરૂપ સંઘાતની વાત સમજી લેવાની છે તાત્પર્ય એ છે કે જેટલા પ્રદેશવાળા પુદ્ગલને સંઘાત થશે તેટલા પ્રદેશવાળા જ સ્કન્ધ ઉત્પન્ન થશે. એ રીતે અનન્તાનન પ્રદેશવાળા પુદ્ગલેના સંઘાતથી અનન્તાન્ત પ્રદેશી સ્કન્ધ ઉત્પન્ન થાય છે.
પરંતુ પરમાણુઓની ઉત્પત્તિ સંઘાતથી નહીં પૃથકૃત્વથી જ થાય છે.
શંકા –સ્નિગ્ધતા અને રુક્ષતા દૂર થવાથી, સ્થિતિનો ક્ષય થવાથી જ્યારે કોઈ દ્રવ્યથી ભેદ થાય છે અને સ્વભાવ ગતિથી દ્વયક આદિ સ્કન્ધને ભેદ થાય છે અને તે વખતે ઉત્પન્ન થનાર પરમાણુ, કાર્ય હોવા જોઈએ. જ્યારે પરમાણુ કયક આદિમાં મળેલા હતા ત્યારે તે પરમાણુના રૂપમાં હતા નહીં પરંતુ સ્કલ્પના રૂપમાં હતાં. જ્યારે તેના સ્કલ્પરૂપ પૂર્વ પર્યાયનો
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧