SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨ પરમાણુ અને સ્કંધેની ઉત્પત્તિના કારણોનું નિરૂપણ સૂ. ૨૨ ૧૩૫ રહિત થઈને બીજા પરમાણુની સાથે ભેદથી સંગને પ્રાપ્ત થાય છે. તે બીજા પરમાણુમાં સમાઈ શકતો નથી. પરમાણુ સક્રિય હોય છે અને પિતાના અવગાહનાના સ્થાન રૂપ આકાશમાં જ સમાયેલું રહે છે. શંકા–જે પરમાણુને બીજા પરમાણુની સાથે એક દેશથી પણ પ્રદેશ નથી થતે તે તેમનો સંગ જ થઈ શકે નહીં. કારણ કે તેઓ પરસ્પરમાં આશ્રિત નથી જેમ બે આંગળીએના જુદા જુદા રહેવાથી સંગ થતા નથી તેમ. સમાધાન—આપણે એક બીજામાં પેસવાથી સંગ કહેતા નથી પરંતુ નિરવયવ હોવાથી જ તેમને સોગ થાય છે. બે આંગળીઓની માફક પરમાણુ ને બીજો કોઈ સંયુક્ત જુદો પ્રદેશ હેત નથી પરંતુ તે જાતે જ સંયુક્ત થઈ જાય છે એટલું જ અમારું વિધાન છે. આપનું પરસ્પરમાં આશ્લિષ્ટ ન થવું, હેતુ અનેકાતિક છે. સૂક્ષ્મ છેદનથી. જુદી જુદી થયેલી બે આંગળીઓના અન્તના બે પ્રદેશ જે એક બીજાથી છૂટા હોય તે પરસ્પરમાં આશ્લિષ્ટ ન લેવા છતાં પણ તેમને સંગ થાય છે. બે આંગળિઓ આપસમાં જોડાયેલી હોય છે કારણ કે વચમાં અંતર હેતું નથી તે પણ એક આંગળી બીજામાં પેસતી નથી. શંકા–પરમાણુ સંસ્થાનવાન હોવાથી સાવયવ જ હોવા જોઈએ નિરવયવ નહીં. સમાધાન–સંસ્થાન દ્રવ્ય અવયથી ઉત્પન્ન થાય છે. અવયના હોવાથી ધટ આદિ અવયવી વસ્તુઓમાં સંસ્થાન થાય છે. પરમાણુમાં અવયવ હોતા નથી આથી પરમાણુમાં સંસ્થાન પણ હોતા નથી. શંકા–જે પરમાણુંમાં સંસ્થાન નથી તે તે અસાર થઈ જશે. સમાધાન –જેમાં સંસ્થાન ન હોય તેની સત્તા જ હતી નથી, એ કેઈ નિયમ નથી. આકાશ સંસ્થાનથી રહિત હોવા છતાં પણ અસત્ નથી, સતુ જ છે. શંકા–આકાશ પણ સંસ્થાનવાન છે કારણ કે તેની પરિધિ જોઈ શકાય છે. દા. ત. દડે. સમાધાન–આ વિધાન સંપૂર્ણ લેક અને શાસ્ત્રોથી પ્રતિકુળ છે સાથે જ અનુભવથી પણ વિરુદ્ધ છે. વેગ અગર સંગને અર્થ છે-સમ્માપ્તિ અર્થાત સારી રીતે મેળાપ થઈ જશે. આ યોગ પ્રદશેથી જ થાય છે તેમ નથી. જે પ્રદેશરહિત છે તેની સ્વયં જ સંપ્રાપ્તિ થઈ જાય છે. આ રીતે બધા સ્થળપદાર્થ જે વિભક્ત કરવામાં આવે છે. નિઃસંદેહ અન્તમાં તે નિરંશ હશે. સ્થૂળ વસ્તુ સૂક્ષ્મપૂર્વક જ હોય છે કહ્યું પણ છે-“બધી સવિભાગ વસ્તુ અવિભાગમાં પ્રવિષ્ટ છે” અનન્ત પરમાણુઓને એક જ આકાશપ્રદેશમાં જે અવગાહ થાય છે તેનું કારણ એ છે કે તે અપ્રતિઘાતી રૂપમાં પરિણત થાય છે–તે અનન્ત પરમાણુઓમાંથી કઈ કઈના અવગાહમાં અવરોધ નાખતું નથી. જેમ એક ઓરડ દીવાના પ્રકાશથી વ્યાપ્ત હોય અને તેમાં બીજે દીપક રાખવામાં આવે તે તેને પ્રકાશ પણ તેમાં સમાઈ જાય છે અને સાથે જ શીત શબ્દ આદિના પુદ્ગલ પણ સમાયેલાં રહે છે, તેમાંથી કઈ પુદ્ગલ બીજા પુદ્ગલની અવગાહના પ્રતિરોધ કરતું નથી એવી જ રીતે આકાશના એક જ પ્રદેશમાં અનન્ત પરમાણુ વગર વિરોધ સમાયેલા રહે છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy