________________
ગુજરાતી અનુવાદ
દ્રવ્યનું નિરૂપણ સૂ. ૨ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન દ્વારા ધર્મ, અધર્મ, આકાશ, કાળ પુદુગળ અને જીવ રૂપ બધા દ્રવ્યને જીવ જાણે છે પરંતુ ધર્મ અધર્મ વગેરે બધા દ્રવ્યોના સઘળા ઉત્પાદ આદિ પર્યાને જાણતો નથી. મતિજ્ઞાની શ્રુતજ્ઞાનિ દ્વારા જાણેલા પદાર્થોમાં જ્યારે અક્ષર પરિપાટી વગર જ વિદ્યાને સારી પેઠે અભ્યાસ કરીને દ્રવ્યનું ચિંતન કરે છે, ત્યારે ધર્મ અધર્મ આદિ સમસ્ત દ્રવ્ય મતિજ્ઞાનના વિષય રૂ૫ પ્રતિભાસિત થાય છે, પણ મતિજ્ઞાની તેમના બધા પર્યાયને જાણતો નથી એનું કારણ છે કાળની અલ્પતા તથા મનની અશક્તિ એવી જ રીતે શ્રુતજ્ઞાન અનુસાર ધર્મ આદિ બધાં દ્રવ્યોને જાણે છે પરંતુ બધા પર્યાને જાણતા નથી. અવધિજ્ઞાન દ્વારા રૂપી દ્રવ્યને–પુગળ દ્રવ્યને જ જાણે છે પણ બધાં પર્યાને નહીં. અવધિજ્ઞાન અત્યંત નિર્મળ હોય તે પણ તેના દ્વારા રૂપી-દ્રવ્ય પુગલ જ જાણી શકાય છે અને તે રૂપી દ્રવ્ય પણ બધાં પર્યાયથી નહીં જ. - સાર એ છે કે અતીત અનાગત અને વર્તમાનકાળ સંબન્ધી ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આદિ અનન્ત પર્યાથી જાણે છે અને જે શુષ્ક વગેરે ગુણોથી યુક્ત પુદ્ગલ રૂપ રૂપી દ્રવ્યને અવધિજ્ઞાનથી જાણે છે તેમના અનન્તમાં ભાગને મનઃપર્યય જ્ઞાનથી જાણે છે તે અનન્તમાં ભાગવતી રૂપી દ્રવ્યોને પણ દીવાલના આધારે રહેવાને નહીં પણ મને તેને જાણે છે તે દ્રવ્યોને પણ સંપૂર્ણ લેકમાં રહેલાઓને નહીં પણ મનુષ્ય ક્ષેત્રની અંદર જ જાણે છે અને અવધિજ્ઞાનીની અપેક્ષા વિશુદ્ધતર અને બહુતર પર્યાને જાણે છે.
અભિપ્રાય એ છે કે પાંચ જ્ઞાનેમાંથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બધાં દ્રવ્યોને જાણે છે પરંતુ તેમના કેટલાંક પર્યાયે જ તેમને વિષય હોય છે. કારણ કે એ બંને જ્ઞાન લાપશમિક છે અને ક્ષાપશમિક જ્ઞાન પરિપૂર્ણ હોતા નથી. આના સિવાય આ બંને જ્ઞાન ઈન્દ્રિયજન્ય અને મને જન્ય છે અને એ કારણે પણ તેઓ સંપૂર્ણ નથી.
અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ઈન્દ્રિય-મને જન્ય નથી આથી તેઓ પ્રત્યક્ષજ્ઞાનની કેટિમાં ગણાય છે તે પણ લાપશમિક હોવાથી અપૂર્ણ છે આથી તેમને વિકલ પ્રત્યક્ષ પણ કહે છે, આ બંને જ્ઞાન રૂપી દ્રવ્યોને જ જાણે છે તે પણ તેમનામાં વિષયકૃત ભિન્નતા છે. અવધિજ્ઞાન સપૂર્ણ લેકના સમસ્ત રૂપી દ્રવ્યને જાણી શકે છે જ્યારે મનઃપર્યયજ્ઞાન ફકત મનેવગણાના પુગલોને જ જાણે છે. આ કારણથી જ અવધિજ્ઞાનના વિષયને અનન્તમાં ભાગ જ મન:પર્યયને વિષય કહેવાયું છે મન પર્યયજ્ઞાન અઢીદ્વીપની અન્તર્ગત જે સંજ્ઞી જીવ છે તેમની મને વગણને, જાણે છે આવું હોવા છતાં પણ મનઃપર્યયજ્ઞાન અવધિજ્ઞાનની અપેક્ષા અત્યન્ત વિશુદ્ધ છે અને જે રૂપી દ્રવ્યોને જાણે છે તેમના બહુતર પર્યાને જાણે છે. - કેવળજ્ઞાન દ્વારા સમસ્ત દ્રવ્ય અને તેમના બધાં પર્યાયે જાણી શકાય છે. પ્રશ્ન થઈ શકે કે કેવળજ્ઞાન બધાં દ્રવ્ય અને બધાં પર્યાને કેવી રીતે જાણે છે? એને જવાબ એ છે કે કેવળજ્ઞાન સમસ્ત ભાવનું અવભાસિક છે તથા સંપૂર્ણ લેક અને અલેકને જાણે છે. ધર્મ અને અધર્મ દ્રવ્યથી વ્યાપ્ત લેકમાં અને તેનાથી રહિત અલકમાં જે કંઈ પણ હોય છે, તે બધાને જાણે છે.
કેવળજ્ઞાનથી મેટું બીજુ કઈ જ્ઞાન નથી અને કેવળજ્ઞાનની વિષય મર્યાદાની બહાર કઈ વસ્તુ ય નથી. આનું મુખ્ય કારણ એ છે કે કેવળજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મને સપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થાય છે જ્યારે જ્ઞાનને ઢાંકવાવાળા કમ સમૂળગા નાશ થાય છે. ત્યારે આત્માની જ્ઞાન
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧