SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ સોપક્રમ અને નિરૂપકમ બે પ્રકારના આયુષ્યનું નિરૂપણ સૂ. ૪૧ ૭૯ વસાન, નિમિત્ત વેદના પરાધાત તથા સ્પર્શ આદિ વેદના વિશેષ, જે આયુષ્યના ભેદનો ઉપક્રમ છે, તે હેતા નથી. આથી તે નિરૂપકમ આયુષ્યવાળા ગણાય છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાથી ભિન્ન મનુષ્યો અને તિર્યોમાં કોઈ કોઈ પ્રાણવાન નિરોધ આદિ કોઈ કારણ, મળવાથી સોપકમ આયુષ્ય વાળા કહેવાય છે. કોઈ કોઈ એવા પણ હોય છે જેમના આયુષ્યને ઉપકમ થતો નથી આથી તેઓ અપવર્ણનીય આયુષ્યવાળા અને અનપવર્તનીય આયુષ્યવાળા એમ બંને પ્રકારના હોય છે, જે મનુષ્ય અને તિર્યંચ અપવર્ય આયુષ્યવાળ હોય છે. તેઓ નિયમથી સોપકમ આયુષ્યવાળા હોય છે અને જે અનપવર્ય આયુષ્યવાળા હોય તેઓ નિરૂપકમ આયુષ્યવાળા હોય છે. જે જીવ અપવત્યે આયુષ્યવાળા હોય છે તેમનું આયુષ્ય ઝેર, શસ્ત્ર, કાંટા, અગ્નિ, પાણી, સર્પ, અજીર્ણ સન્નિપાત, સંજ્ઞી, હિંસક પશુ, ભૂખ, તરસ, ઠંડી અને ગરમી વગેરે ઉપકમથી અપવર્તિત થઈ જાય છે. અપવર્તિત થવાને અર્થ છે જલ્દી જ અંતર્મુહૂર્ત કાળમાં આયુષ્યનાં દલિને ભેગવી લેવાં, આયુષ્યનું સ્વલ્પ થઈ જવું અને અપવર્તનનું કારણ પૂર્વોક્ત નિમિત્ત હોય છે. શંકા–જે અપવર્તનને અર્થ કર્મને વિનાશ થાય છે તે કૃતનાશને પ્રસંગ આવે છે. કેમકે આયુષ્યકર્મ પિતાનું ફળ આપ્યા વગર જ નાશ પામે છે. બાંધવા છતાં પણ તેનું ફળ ભેગાવી શકાતું નથી કેમકે બાંધેલું કર્મ કર્તાને પોતાનું યોગ્ય ફળ આપીને જ નાશ પામે છે. ફળ આપ્યા વગર નહિ. શાસ્ત્રમાં પણ કહ્યું છે “કાળમાળ મોકગરિણ” અર્થાત કરેલા કર્મોના ફળ ભેગવ્યા વગર છુટકારે થતું નથી. આ રીતે જે આયુષ્યને અનુભવ કર્યા વગર જ મૃત્યુ થાય તે કૃતનાશ અને અકૃતાગમ દોષને પ્રસંગ આવે છે કેમકે આયુષ્યની વિદ્યમાનતામાં પણ મરણ થાય છે. આવી જ સ્થિતિમાં આયુષ્યની નિષ્ફળતાને પણ પ્રસંગ આવે છે તે અનિષ્ટ ગણાય. જૈન સિદ્ધાંતમાં એવું છે પણ નહિ કે ઉપાર્જિત કરેલાં કર્મ ફળ આપ્યા વગર જ નષ્ટ થઈ જાય. અને જે કર્મ ઉપાર્જન નથી કર્યા તે ભગવાય. આ સિવાય એકજ ભવની સ્થિતિવાળું આયુષ્ય કર્મ બીજા ભવ સુધી રહી શકતું નથી તેને ઉપભોગ એકજ ભવમાં થાય છે. ભવાન્તરમાં નહિ. જે તમારી માન્યતા મુજબ આયુષ્યનાં રહેવા છતાં પણ જીવ મરી જાય છે તો પછી અવશિષ્ટ આયુષ્ય બીજા જન્મમાં ભેગવવું જ પડશે. આનાથી સાબિત થયું કે આયુષ્યનું અપવર્તન થતું નથી. સમાધાન—ધીમે ધીમે દીર્ધકાળ સુધી ભેગવવા યોગ્ય આયુષ્યને જલ્દીથી થોડા સમયમાં ભોગવી લેવું તેને જ અપવર્તન કહેવાય છે. અપવર્તનનો અર્થ એ નથી કે બાંધેલું આયુષ્ય ફળ આપ્યા વગર જ નષ્ટ થઈ જાય. આ કારણે આયુષ્યના વેદનકાળમાં અલ્પતાં થઈ જવા છતાં કૃતનાશ અને અકૃતાભ્યાગમ દેનાં પ્રસંગ આવતાં નથી. આયુષ્ય બીજા ભવમાં ભેગવાય એવું પણ હતું નથી. પણ થાય છે એ કે પૂર્વોકત વિષ શસ્ત્ર વગેરે ઉપકમથી ઉપલિપ્ત જીવનાં પુણ્યરૂપથી આયુષ્ય ઉદયમાં આવી જાય છે. અને જલદીથી પિતાનું ફળ આપે છે. અને પ્રદેશ ઉદય દ્વારા જલદીથી તેને પરિપાક થઈ જાય છે. આજ અહીં અપવર્તન માનવામાં આવ્યું છે, શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy