SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ નારક અને સંમૂર્ણિમેથી ભિન્ન જેને ત્રણ વેદનું નિરૂપણ સૂ. ૪૦ ૭૫ સમવયાંગ સૂત્રમાં કહ્યું છે–ભગવંત ! નારક જીવ શું સ્ત્રીવેદી, પુરુષવેદી અથવા નપુંસકવેદી હોય છે ? હે ગૌતમ ! તેઓ ન સ્ત્રીવેદી ન પુરુષવેદી પણ નપુંસકવેદી હોય છે પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, સંમૂછિમ, પચેન્દ્રિય તિર્યંચ અને સંમૂર્ણિમ પુરુષ નપુંસકદવાળા જ હોય છે. તે ૩૯ : રેલા નિવેદા મૂળસૂવાથ–શેષ જીવ ત્રણ વેદવાળા હોય છે ૪૦ છે તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું કે નારક અને સંમૂર્ણિમ જીવ ફકત નપુંસકદવાળા જ હોય છે. હવે તે સિવાયના અર્થાત્ નારકો અને સંમૂર્ણિમ સિવાયના જે ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય છે તે ત્રણવાળા હોય છે. આ માટે કહીએ છીએ– શેષજીવ અર્થાતું નારક અને સંમૂછિ મેથી ભિન્ન ગર્ભજન્મથી ઉત્પન્ન થનારા પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય ત્રણ વેદોવાળા હોય છે. જે જેમાં પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ ત્રણે હોય તે ત્રણદવાળા કહેવાય છે. આવી રીતે ગર્ભજ પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યમાં કઈ પુરુષવેદી, કેઈ સ્ત્રીવેદી અને કેઈ નપુંસકવેદી હોય છે. ૪૦ તત્વાર્થનિર્યુક્તિ–શેષ અર્થાતુ નારક અને સસ્મૃમિથી ભિન્ન ગર્ભજ મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચ ત્રિવેદી અર્થાત્ ત્રણે વેદવાળા હોય છે એટલે કે તેમાં સ્ત્રીવેદવાળા પણ હોય, પુરુદવાળા પણ હોય છે અને કોઈ નપુંસકદવાળા પણ હોય છે– આ કથનને ફલિતાર્થ એ છે કે જરાયુજ, અન્ડજ તથા પિતજ પ્રાણ ત્રણ પ્રકારના હોય છે. સ્ત્રી. પુરુષ અને નપુંસક સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે–ગર્ભથી ઉત્પન્ન થનાર મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચ ત્રણવેદ વાળા હોય છે. ૪૦ 'आऊ दुविहे सोवक्कमे निरुवक्कमेंय' મૂળસ્ત્રાર્થ—આયુષ્ય બે પ્રકારના છે. સોપક્રમ અને નિરૂપક્રમ છે ૪૧ છે તત્વાર્થદીપિકા–પહેલા નરકગતિ, દેવગતિ, તિર્યંચગતિ અને મનુષ્યગતિ રૂપ સંસારી જીનું કથન કર્યું હવે તેમના આયુષ્યનું નિરૂપણ કરવા માટે કહીએ છીએ – આયુ અર્થાત્ જીવનકાળ બે પ્રકારના છેસપક્રમ અને નિરૂપક્રમ. જે આયુષ્ય ઉપક્રમ અર્થાત્ ક્ષયથી યુક્ત હોય તે સોપકમ કહેવાય છે. દીર્ઘકાળ પર્યન્ત ભોગવવા યોગ્ય આયુષ્ય અધ્યવસાન વગેરે જે કારણે અલ્પકાળમાં જ ભેગવવા ગ્ય બની જાય છે તે કારણે ઉપક્રમ કહેવાય છે અર્થાતુ આયુષ્યના ક્ષયને નજીક લઈ આવનાર કારણ ઉપકમ કહેવાય છે. જે આયુષ્ય ઉપકમ સહિત હોય તે સોપકમ કહેવાય છે. ઝેર, અગ્નિ, જળસમાધી વગેરે આત્મહત્યાના બાહ્યકારણ મળવાથી દીર્ધાયુ પણ ઓછું થાય છે અર્થાતુ જે આયુષ્ય ધીમે-ધીમે લાંબા સમયમાં ભેગવવાનું હતું તે અલ્પસમયમાં જ ભેગવી લેવાય છેઆ પ્રકારનું આયુષ્ય અપવત્યે આયુષ્ય પણ કહેવાય છે આથી ઉલટું જે આયુષ્ય ઉપક્રમથી રહિત હોય તે નિરૂપકમ કહેવાય છે. તેમાં અધ્યવસાન વગેરે કારણ હતાં નથી. તાત્પર્ય એ છે કે જે આયુષ્ય જે રૂપમાં બંધાયેલું હોય છે તેજ રૂપે ભેગવી શકાયદીધ બંધાયેલું હોય તો હસ્વ ન થાય તે નિરૂપકમ કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy