________________
ગુજરાતી અનુવાદ
દારિકાશિરીરની સૂક્ષમતાનું નિરૂપણ સૂ. ૩૦ ૫૯ શરીર અનન્તગણ પ્રદેશવાળા છે. તારણ એ થયું કે આહારક શરીરને યોગ્ય અનન્તાણુક સ્કંધ જ્યારે બીજાં અનન્ત અનન્ત પ્રદેશવાળા સ્કથી ગુણવામાં આવે ત્યારે તે તેજસ શરીર માટે ગ્રહણ કરવા એગ્ય બને છે. આવી જ રીતે તેજસ શરીરને યોગ્ય અનન્તાણુક સ્કંધ અન્ય અનતાણુક સ્કોથીગુણવામાં આવે ત્યારે કાશ્મણ શરીર માટે ગ્રહણ કરવા ગ્ય બને છે. પ્રજ્ઞાપનાસૂત્રના શરીરપદના ૨૧માં પદમાં કહે છે--
દ્રવ્યની અપેક્ષા આહારક શરીર બધાથી ઓછા છે, વૈક્રિય શરીર તેથી અસંખ્યાતગણ વધારે છે, દારિક શરીર તેથી પણ અસંખ્યાતગણું છે. તેજસ અને કાર્ય શરીર બંને દ્રવ્યની અપેક્ષાએ સરખાં છે પરંતુ અનન્તગણુ છે, પ્રદેશોની અપેક્ષા સહથી ઓછા આહારક શરીર છે, વૈકિય શરીર પ્રદેશની અપેક્ષા તેમનાથી અસંખ્યાતગણું છે, દારિક શરીર પ્રદેશોની અપેક્ષા અસંખ્યાતગણુ છે તેજસશરીર પ્રદેશની અપેક્ષા અનન્તગણુ છે, વગેરે...
અન્ય શરીરથી તેજસ અને કાર્મણ શરીરની એક ધ્યાન ખેંચતી બાબત એ છે કે આ બંને કાન્ત સિવાય બધે જ અપ્રતિહત હોય છે, હા, લેકના અન્તમાં આ બંને પણ નાશ પામે છે. કહેવાનું એ છે કે છે અને અજીવોનું આધારભૂત ક્ષેત્ર લેક કહેવાય છે. લેખકને અન્ત થાય છે. ત્યારે તેજસ-કામણ શરીરની ગતિને પણ અન્ત થઈ જાય છે. લેકની બહાર ગતિને કારણુ ધર્મદ્રવ્ય અને સ્થિતિને કારણુ અધર્મદ્રવ્ય હોતું નથી ધર્મદ્રવ્યના નિમિત્તથી જ છે અને યુદ્ગલેની ગતિ થાય છે આથી જ્યાં ધર્મદ્રવ્યને અભાવ છે ત્યાં ગતિને પણ
અભાવ હોય છે.
જેમ માછલાં વગેરે જળચરેની ગતિ પાની મદદથી થાય છે તેવી જ રીતે સમસ્ત જીવે અને પુદ્ગલેની ગતિ ધર્મદ્રવ્યની મદદથી જ થાય છે.
કાન્તને છેડીને સપૂર્ણ લેકમાં કયાંય પણ તેમને પ્રતિઘાત થતું નથી–ગતિમાં રુકાવટ આવતી નથી જે કે આ બંને શરીર પણ આકારવાળા છે તો પણ અત્યંત સૂક્ષ્મ હોવાના કારણે અપ્રતિહત છે-ભલે પર્વત હોય કે દરિયે, રણ દ્વીપ પાતાળ નરક અથવા વૈમાનિક લેક આદિ તે પણ તેને ભેદીને તેઓ સર્વત્ર અપ્રતિહત ગતિમાં હોય છે. જેવી રીતે લાલચોળ તેજના અવયવ લેઢાના પિન્ડની અંદર પેશી જાય છે અને કઈ પણ પ્રકારે રોકી શકાતા નથી કારણ કે તે સૂક્ષમ હોય છે તે જ રીતે તૈજસ અને કાર્મણ શરીર પણ રાજાના પ્રિય પુરુષની જેમ સર્વત્ર પ્રવેશ કરે છે અને નિકળે છે, રાજપ્રશ્નીય સૂત્રનાં ૬૬માં સૂત્રમાં તેમને “અપ્પડિહયગઈ” અર્થાત્ વગર કોઈ રોક ગતિ કરનાર કહેવામાં આવ્યા છે.
તૈજસ અને કાશ્મણ શરીરથી સંસારી જીવ કદાપી રહિત હેતે નથી–સમસ્ત સંસારી જીવોની સાથે તેમને સંબન્ધ અનાદિકાળથી છે જેવી રીતે સુવર્ણ અને પાષાણને સંગ અનાદિ છે તથા આકાશ અને પૃથ્વી વગેરેને સંયેગ અનાદિકાલીન છે તેવી જ રીતે જીવની સાથે આ બંને શરીરને સંબધ અનાદિકાલીન છે–પરંતુ આ અનાદિ સમ્બન્ધ એકાંત રૂપથી ન સમજવો જોઈએ પરંતુ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી જ સમજવો જોઈએ-બંને શરીર પ્રવાહ સ્વરૂપે અનાદિકાલીન છે–તાત્પર્ય એ છે કે આ બંને શરીરની પરંપરા અનાદિકાળથી અવિચ્છિના રૂપમાં ચાલતી આવી છે અને જ્યાં સુધી જીવને મુકિત મળતી નથી ત્યાં સુધી ચાલતી જ રહે છે. પરંતુ પર્યાયની અપેક્ષા તેમને સંબન્ધ આદિમાન પણ છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧