________________
૫૮
તત્વાર્થસૂત્રને સ્થૂળ અને પિલું હોય છે અને તેની અપેક્ષા વૈકિય શરીર બહતર દ્રવ્યવાળું, સૂમિ અને સઘન પરિણમનવાળું હોય છે. આ કારણે તેને ઔદ્યારિકની અપેક્ષા સૂક્ષ્મ કહેલ છે.
પ્રશન–ઔદારિક શરીર શાસ્ત્રમાં વધુમાં વધુ એક હજાર એજનથી ડુંક વધારે પરિમાસુવાળું કહેવામાં આવેલું છે પરંતુ વૈકિય શરીર કંઈક વધુ એક લાખ યોજના પરિમાણવાળું હોય છે તે પણ તેને સૂક્ષ્મ કઈ રીતે કહ્યું ?
ઉત્તર–જે કે પ્રમાણુની અપેક્ષા વકિય શરીર ઘણું મોટું હોય છે તે પણ અદશ્ય હોવાથી તે સૂક્ષ્મ જ કહેવાય છે. હા, જે વિકિય શરીર બનાવનાર ધારે તે તે દષ્ટિગોચર પણ થઈ શકે છે આથી તેને સૂમિ કહેવામાં કોઈ દોષ નથી.
આવી જ રીતે વૈકિયની અપેક્ષા આહારક શરીર સૂક્ષમ હોય છે. તે બહુસંખ્યક દ્રવ્યોથી ઉત્પન્ન થવા છતાં પણ સૂક્ષમતર પરિમાણવાળું હોવાથી સૂક્ષ્મ છે. આહારકની અપેક્ષા તેજસ શરીર ઘણું સૂક્ષ્મ અને ઘણું દ્રવ્યથી બનેલું છે. તેજસ શરીરની અપેક્ષા કામણ શરીર બહુ અધિક દ્રવ્યોથી બનેલું હોવા છતાં પણ અત્યન્ત સૂક્ષ્મ હોય છે. અહીં ઉત્તરોત્તર શરીરમાં જે સૂક્ષ્મતાનું વિધાન કરવામાં આવેલું છે તે આપેક્ષિક છે, સૂક્ષ્મતા કર્મના ઉદયથી ઉત્પન્ન સૂક્ષમતા નથી.
પ્રશન–કારણેની સૂક્ષ્મતા હોવાથી બહુસંખ્યક પુદ્ગલે દ્વારા રચિત હોવા છતાં પણ પ્રચયની વિશેષતાને કારણે આગળ-આગળના શરીર ભલે સૂકમ હોય પરંતુ તે શરીર બહસંખ્યક પુદ્ગલથી બનેલા છે, તેની સાબીતી શી ?
ઉત્તર –ઔદારિક આદિ શરીરેનું નિર્માણ કમશઃ અસંખ્યાતગણ અધિક પ્રદેશોથી થાય છે અર્થાત્ ઔદારિક શરીરની અપેક્ષા વૈકિય શરીરના પ્રદેશ અસંખ્યાતગણા વધારે છે અને વિકિય શરીરના પ્રદેશથી આહારક શરીરના પ્રદેશ અસંખ્યાતગણું વધારે હોય છે. આહારકની અપેક્ષા તેજસના અને તૈજસની અપેક્ષા કામણ શરીરના પ્રદેશ અનન્તગણું વધારે હોય છે. પ્રવૃદ્ધદેશ પ્રદેશ કહેવાય છે. આ વ્યુત્પત્તિ અનુસાર જ્યારે અનતગુણ સ્કન્ધ અન્ય અનન્તણુક ઔધથી અસંખ્યાતવાર ગુણવામાં આવે ત્યારે તે વૈક્રિય શરીર માટે ગ્રહણ કરવા યોગ્ય બને છે.
આવી જ રીતે વૈકિય શરીર માટે ગ્રહણ કરવા ગ્ય એક અનન્તપ્રદેશી સ્કન્ધ જ્યારે અનન્તાણુક સ્કંધોથી અસંખ્યાત વખત ગુણવામાં આવે છે ત્યારે તે આહારક શરીર માટે એગ્ય બને છે પરંતુ તેજસ અને કામણ શરીરના વિષયમાં આ નિયમ લાગુ થતો નથી. એમના માટે બીજો નિયમ છે કે હવે પછી કહેવામાં આવશે. આવી રીતે દારિક શરીરને યોગ્ય સ્કંધ અનન્તાક હોવા છતાં પણ ઉત્તર ઔધની અપેક્ષા સહુથી નાનું છે કારણકે અનન્ત સંખ્યાના અનન્ત ભેદ છે.
આને સારાંશ એ છે કે દારિક શરીરને યોગ્ય એક સ્કંધ જ્યારે અન્ય અનન્તપ્રદેશ છે સાથે અસંખ્યવાર ગુણાય ત્યારે જ તે વૈકિય શરીરને ગ્ય બને છે. આવી જ રીતે વૈકિય શરીરના યોગ્ય સ્કંધેથી આહારક શરીરના યંગ્ય સ્કંધ અસંખ્યગણું છે. આને ફલિતાર્થ એ છે કે વૈકિય શરીરને મેગ્ય સ્કંધ જ્યારે અન્ય અનન્તપ્રદેશી અસંખ્યાત સ્કંધોથી ગુણાય છે ત્યારે તે આહારક શરીરને અનુરૂપ બને છે.
તેજસ અને કામણ શરીર પૂર્વ-પૂર્વના શરીરની અપેક્ષા પ્રદેશથી અનન્તગણ હોય છે. આ રીતે આહારક શરીરથી તૈજસમાં અનન્તગણુ પ્રદેશ છે અને તેજસની અપેક્ષા કાર્મણ
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧