SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ પુગલ અને જીવની ગતિનું નિરૂપણ સૂ. ૨૪ ૪૩ (૧) ઋજવાયતાશ્રેણી (સીધી-લાંબી શ્રેણી), (૨) એક તરફથી વાંકી, (૩) બંને બાજુથી વાંકી (૪) એક તરફથી બહા-એક બાજુ ત્રસ નાડી સીવાયના આકાશ વાળી–(૫) બંને તરફથી ખહા બન્ને બાજુ ત્રસ નાડી સીવાયના આકાશ વાળી (૬) ચકવાલા-ગળાકાર (૭) અર્ધચક્રવાલાઅર્ધગોળાકાર. જે જીવ સીધી લાંબી શ્રેણીથી ઉત્પન્ન થાય છે તે એક સમયના વિગ્રહથી ઉત્પન્ન થાય છે—જે જીવ એક વક્ર શ્રેણીથી ઉત્પન્ન થાય છે તે બે સમય વાળા વિગ્રહથી ઉત્પન્ન થાય છે, જે બે તરફ વાંકી શ્રેણીથી ઉત્પન્ન થાય છે તે ત્રણ સમયના વિગ્રહથી ઉત્પન્ન થાય છે. આ હેતુથી જ હે ગૌતમ ! મેં આ પ્રમાણે કહેલ છે...... ભગવતીસૂત્ર શ. ૩૪. ઉં, ૧, સૂત્ર ૧ અહીં “વિગ્રહને અર્થ “વિરામ છે, વકતા નહીં આથી સાર એ નીકળ્યો કે એક સમયની ગતિના વિરામથી અર્થાત એક સમય પરિમાણ ગતિકાળ પછી થનારા વિરામથી જીવ પિદા થાય છે. એ રીતે વકશ્રેણીથી ઉત્પન્ન થતો થક જીવ બે પરિમાણવાળી ગતિની પછીથી થનારા વિરામથી ઉત્પન્ન થાય છે. કે ગતિનું પરિમાણ દર્શાવનારા સૂત્રમાં ત્રિવક ગતિનું કથન કરવામાં આવ્યું નથી તે પણ તેનું કથન ઉપર કહેવાઈ જ ગયું છે– પ્રશ્ન–ભગવદ્ ! અપર્યાપ્ત સૂકમ પૃથ્વીકાયિક જીવ અધેલેક-ક્ષેત્રની નાલ....થી બહારના ક્ષેત્રથી ઉર્વીલોકના ક્ષેત્રની નાલ...થી. બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકના રૂપમાં ઉત્પન્ન થનાર છે, તે કેટલા સમયના વિગ્રહથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર–ગૌતમ! ત્રણ અગર ચાર સમયનાં વિગ્રહથી ઉત્પન્ન થાય છે. આ રીતે ત્રિવક્ર ગતિમાં જ ચાર સમય થઈ શકે છે આથી કેઈ દોષ નથી. એ રીતે ચક્રવાલા વગેરે પણ આ ચાર સમયમાં અન્તર્ગત થઈ જાય છે, આથી જ તેમનું સ્વતંત્ર કથન કરવામાં આવ્યું નથી, આ રીતે જ વગેરે ચાર પ્રકારની ગતિએ ચાર સમયપર્યન્ત જ હોય છે. કોઈ પણ ગતિ એવી હતી નથી કે ચારથી વધુ પાંચ વગેરે સમયની હોય આ ચાર ગતિમાંથી નારક વગેરેની અવિગ્રહ (સરળ) તથા એક અગર બે વિગ્રહવાળી ગતિ જ હોય છે, ત્રણ વિગ્રહવાળી નહીં. એકેન્દ્રિય જીવોની ત્રણ વિગ્રહવાળી તથા બીજી ગતિએ પણ હોય છે. સ્થાનાંગસૂત્રનાં ત્રીજા સ્થાનના ચોથા ઉદ્દેશકના ૨૨માં સૂત્રમાં કહ્યું છે-નારકજીવ ઉત્કૃષ્ટ ત્રણ સમયવાળા વિગ્રહથી ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિયને છોડી, વૈમાનિકે સુધી આજ પ્રમાણે સમજવું જોઈએ. એવી જ રીતે ભગવતીસૂત્રના ૩૪માં શતક પ્રથમ ઉદ્દેશકના પહેલા સૂત્રમાં કહ્યું છે– પ્રશ્ન-નારક જીવ કેટલા સમયના વિગ્રહથી ઉત્પન્ન થાય છે? ઉ–ગૌતમ ! એક સમય, બે સમય, ત્રણ સમય અથવા ચાર સમયના વિગ્રહથી ઉત્પન્ન થાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy