________________
૪૨
તત્વાર્થ સૂત્રના
સિદ્ધોથી જુદા જે સંસારી જીવે છે તેમની ગતિ સવિગ્રહ અને અવિગ્રહ અને પ્રકારની હાય છે. આ આશયને પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ—
જીવાની ગતિ એ પ્રકારની છે. સવિગ્રહ અને અવિગ્રહ સામાન્યતયા જીવની બે પ્રકારની ગતિ હાય છે—વિગ્રહ અર્થાત્ વક્રતાવાળી અને અવિગ્રહ અર્થાત્ સીધી-સરળ. આમાં જે અવિગ્રહગતિ છે તે નિયમથી એક સમય વાળી જ હાય છે આવી ગતિ મેક્ષગામી જીવની જ હેાય છે. વિગ્રહવાળી ગતિ એક સમયની એ સમયની અગર તેા ત્રણ સમયની હેાય છે. જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ ત્રણસમયની સમજવી જોઈએ ! આથી એકેન્દ્રિય વગેરે ખીજી જાતિયેામાં સંક્રમણ સમયે અથવા પેાતાની જ જાતિમાં સ`ક્રમણ કરતી વેળાએ સંસારી જીવની વિગ્રહવાળી વક્ર અથવા વગર વિગ્રહની અવક્રગતિ હાય છે.
આ રીતે કયારેક વાંકી અને કયારેક સીધી જે ગતિ હેાય છે તેનું કારણ ઉપપાતક્ષેત્રનીવિશેષતા જ છે. જે ક્ષેત્રમાં જઈને જીવને જન્મ લેવા છે તે જો અનુકૂળ હોય તે વચ્ચે ઉપર અગર નીચે, દિશા અગર વિદિશામાં મરીને જેટલી આકાશશ્રેણીમાં અવગાહ હાય તેટલા જ પ્રમાણવાળી શ્રેણીના પરિત્યાગ ન કરતા થકા, ચાર વિગ્રહેાથી પહેલા-પ્રથમ એક બે અગર ત્રણ વિગ્રહ કરીને ઉત્પન્ન થઈ જાય છે પરંતુ એવા નિયમ સમઝવા જોઈએ નહી કારણ અંતગતિ નિશ્ચિત રૂપથી વિગ્રહવાળી હોય છે પરંતુ જે જીવાની ગતિ વિગ્રહવાળી હાય છે તેમની તે વિગ્રહવાળી ગતિ ઉપપાત ક્ષેત્ર મુજબ વધારેમાં વધારે ત્રણ વિગ્રહવાળી હેાય છે. આ રીતે સમયની અપેક્ષાથી ચાર (૪) પ્રકારની ગતિ હેાય છે—એક સમયની અવિગ્રહગતિ, એક વિગ્નહવાળી, એ વિગ્રહવાળી અને ત્રણ વિગ્રહવાળી આનાથી વધુ વિગ્રહવાળી ગતિની શકયતા નથી કારણકે જીવના એવા જ સ્વભાવ છે, પ્રતિઘાતના અભાવ હોય છે અને અધિક વિગ્રહ કરવા માટે જ કોઈ કારણ રહેતું નથી.
વિગ્રહના અથ છે વક્રતા, અવગ્રહ અથવા એક આકાશશ્રેણીથી બીજી શ્રેણીમાં જવું. આ તમામ પર્યાયવાચક શબ્દ છે. અભિપ્રાય એવા છે કે ભવાન્તરમાં ઉત્પન્ન થનારા જીવનું ઉપપાતક્ષેત્ર જો સમશ્રેણીમાં રહેલું હેાય તે તે એજ શ્રેણી અનુસાર કયાય ફૅટયા વગર–સીધા જઈ ને એકજ સમયમાં ઉત્પન્ન થઈ જાય છે. પરંતુ જ્યારે ઉપપાતક્ષેત્ર વિશ્રેણીમાં અર્થાત્ કોઈ ખીજી શ્રેણીમાં હોય છે ત્યારે ત્યાં સુધી પહોંચવા માટે એક, બે અગર ત્રણવાર ફંટાય છે, જ્યારે તેને વળવું પડે છે ત્યારે વળાંક મુજબ વધુ સમય લાગે છે. આગમમાં કહ્યુ છે
પ્રશ્નઃ-ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવે આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાન્તમાં સમુદ્ધાત કર્યાં અને તે આજ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયક રૂપે ઉત્પન્ન થનાર છે તે હે ભગવન્ ! તે જીવ કેટલા સમયને વિગ્રહ કરીને
ઉત્પન્ન થાય છે ?
ઉત્તર-—ગૌતમ ! એક સમયના એ સમયના અથવા ત્રણ સમયના વિગ્રહ કરીને ઉત્પન્ન
થાય છે.
પ્રશ્નઃ—ભગવન્ ! ક્યા હેતુથી આપે એવુ કહેલ છે ? ઉગૌતમ, મેં સાત શ્રેણીયાની પ્રજ્ઞાપના કરી છે,
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧