SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ ભેદ પ્રભેદથી જીવના લક્ષણનું નિરૂપણ સૂ. ૩ ૭ આ બંને નિક્ષેપ જ્ઞાન ક્રિયા વગેરે ગુણોથી શૂન્ય હેવાના કારણે તથા ભાવશૂન્ય હોવાના કારણે .. કેઈ ભરવાડના બાળકનું ઈન્દ્ર આદિ નામ રાખવામાં આવે તે પણ તે ઈન્દ્ર શબ્દને અનુરૂપ અર્થક્રિયા કરી શકતા નથી. બરાબર આ વાત સ્થાપના નિક્ષેપમાં પણ છે. તેમાં પણ મૂળવસ્તુને અનુરૂપ અર્થક્રિયા કરવાનું સામર્થ્ય હોતું નથી એ પ્રત્યક્ષથી સિદ્ધ થયેલ છે. કેઈનું મંતવ્ય છે કે જેવી રીતે મૂર્તિમાં રૂપ સ્થાપના જેવાથી ભાવમાં ઉલ્લાસ થાય છે તેમ નામ સાંભળવાથી ઉલ્લાસ થતું નથી. આ જ નામ અને સ્થાપના તફાવત છે. આ જ કારણ છે કે ઈન્દ્ર વગેરેની પ્રતિમા રૂપ સ્થાપનામાં લોકેની ભાવનાની પ્રબળતાથી પૂજાની પ્રવૃત્તિ અને ઇચ્છિતની પ્રાપ્તિ દેખાય છે તેવું નામ ઈન્દ્ર વગેરેમાં હોતું નથી. આ પણ નામ અને સ્થાપનાનો ભેદ છે. આવી જ રીતે બીજા ભેદો પણ સમજી લેવા જોઈએ આ કથન સૂત્ર વિરૂદ્ધ પ્રરૂપણથી ઉત્પન્ન થનારા અનંતા સંસારનું કારણ છે. આગમમાં જે કહેલું છે કે તથારૂપ અરિહંતના નામગોત્રના શ્રવણમાત્રથી પણ મહાન ફળની પ્રાપ્તિ થાય છે તેમાં નામનિક્ષેપને વિષય કોઈ પણ રીતે આવતું નથી. “અરિહંત ભગવતના” એમ કહેવાથી તેજ અર્થમાં પ્રયુક્ત નામના શ્રવણથી જ મહાન ફળ મેળવી શકાય છે. ગોપાલક (ભરવાડ)ના બાળક વગેરેમાં પ્રયુકત નામના સાંભળવાથી તે ભારવાડ-પુત્ર વગેરે વગેરે વસ્તુઓનો જ બોધ થાય છે તે આત્મપરિણામને હેતું નથી. નામનિક્ષેપના સ્થળે ભગવાન અરિહંતનું સ્મરણ થવું અસંભવ છે કારણકે નામ નિલેપ ભાવશૂન્ય હોય છે. ભાવ જિનના બેધક નામનું શ્રવણ જ મહાન ફળ આપનાર છે એવી રીતે સ્થાપના પણ ભાવરૂપ અર્થથી શૂન્ય હોય છે. સ્થાપનાને ભાવરૂપ અર્થથી કોઈ જ સંબંધ નથી, ભાવજિનના દેહની જે આકૃતિ હતી તેના આશ્રય-આશ્રયી ભાવ સંબંધ ભાવજિન સાથે તે સમયે વિદ્યમાન હતી જેવી રીતે ભાવજિનનું દર્શન કરનાર કોઈ પુરુષને તે સમયે ભાલ્લાસ પણ માને. કે થયો તેવી જ રીતે ભક્તિપૂર્વક તે આકૃતિનું સ્મરણ કરનાર પુરુષને પણ તે જ ભાવેઉલ્લાસ સંભવી શકે છે કારણ કે તે સમયે પેલી આકૃતિને સંબંધ ભાવજિન સાથે હોય છે. પરંતુ સ્થપનાને ભાવજિનની સાથે સંબંધ હેતો નથી. આવી સ્થિતીમાં પ્રતિમા રૂપ સ્થાપના ભાવજિન સાથે સંબંધ ન હોવાના કારણે ભાવજિનનું અથવા તેમના ગુણનું સ્મરણ કેવી રીતે કરાવી શકે ! આથી તેમાં ભાવજિનની સ્થાપના કરવી તે જીનેશ્વરની આજ્ઞાથી ત્યાજ્ય છે તેમ જ પ્રવચનથી વિરૂદ્ધ છે. આમ કરવું ઉચિત નથી. | સર્વથા કુપ્રવચનિકના દ્રવ્યાવશ્યકની જેવી મૂર્તિનું પૂજન કરનાર તથા કરાવનાર મિથ્યાદષ્ટિપણું જ પ્રાપ્ત કરતા હોય છે. તેઓ સમ્યકત્વને પ્રાપ્ત નથી જ કરતા. અનુયોગદ્વારમાં કથિત ટીકા અનુસાર અત્રે પણ નામ તથા સ્થાપના નિક્ષેપ તુચ્છ હોવાના કારણે વસ્તુના સાધક થઈ શક્તા નથી એવું સમજી લેવું જોઈએ | સૂ૦ ૨ | 'समणायाऽमणाया' મૂલસૂત્રને અર્થ- સંસારી જીવ બે પ્રકારના છે- સમનસ્ક અને અમનસ્ક ૩ ). પૂર્વસૂત્રમાં જીવના લક્ષણનું નિરૂપણ કરવામાં આવેલ છે. હવે ભેદ વગેરે દ્વારા જીવના વિશેષ સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ–“વમળાવા ઈત્યાદિ સંસારી જીવ સંક્ષેપથી શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy