________________ 330 તત્વાર્થસૂત્રને વિસ્તારમાં કહેવામાં આવે તે શુદ્ધ પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાર હજાર વર્ષની ખર પૃથ્વીકાયની બાવીસ હજારની અને જળકાયમી સાત હજાર વર્ષની સ્થિતિ કહેવામાં આવી છે. વાયુકાયની ત્રણ હજારની તેજસ્કાયની ત્રણ દિવસ રાતની તથા વનસ્પતિકાયની દસ હજાર વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ છે આ ભવસ્થિતિ સમજવી જોઈએ. કાયસ્થિતિ એમની અસંખ્યાત ઉત્સપિણી અવસર્પિણીની તથા વનસ્પતિકાયની અનન્ત કાયસ્થિતિ બેઈન્દ્રિય છની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ બાર વર્ષની છે. તે ઈન્દ્રિયની ઓગણપચાસ દિવસની છે, ચતુરિન્દ્રિયની છ માસની છે આ બેઈ ન્દ્રય તેઈદ્રિય અને ચતુરિન્દ્રિય જીવેની કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષની છે. પંચેન્દ્રિય તિર્યંચ પાંચ પ્રકારના છે-(૧) મનુષ્ય (2) ઉરગ (3) પરિસર્પ (4) પક્ષી અને (5) ચતુષ્પાદ આમાંથી મત્સ્ય, ઉરગ અને ભુજગ તિયાની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ કોટિ પૂર્વની હોય છે. પક્ષિઓની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ એક પલ્યોપમના અસંખ્યાત ભાગની અને ગર્ભ જ ચતુષ્પદોની ત્રણ પલ્યોપમની છે. વિશેષ રૂપથી અસંસી મનુષ્યોની ભવસ્થિતિ કોડ પૂર્વની, ઉરગની તેપન હજાર વર્ષની, ભુજગેની બેંતાળીસ હજાર વર્ષની સ્થળચર સંમૂછિમની ચોરાશી હજાર વર્ષની અને ખેચરની–બોતેર હજાર વર્ષની ભવસ્થિતિ હોય છે. પંચેન્દ્રિય તિર્યંચની કાયસ્થિતિ મનુષ્યની જેમ સાત-આઠ ભવગ્રહણ પ્રમાણુ સમજવી જોઈએ. બધા મનુષ્યો અને તિર્યંચોની જઘન્ય કાયસ્થિતિ અન્તમુહૂત પ્રમાણ જ છે. 134 શ્રીવિશ્વવિખ્યાત-ગલ્લભ-પ્રસિધ્ધવાચક પંચદશ ભાષાકલિત લલિતકલાપાલાપક પ્રવિશુધ્ધ ગદ્યપદ્યાનેક ગ્રન્થનિર્માપક શાહુ છત્રપતિ કેલ્હાપુરરાજ પ્રદત્ત, જેનશાસ્ત્રાચાર્ય પદભૂષિત જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલાલ વતિ વિરચિત દીપિકા-નિયુક્તિ બે ટીકા યુક્તતત્વાર્થસૂત્રને પાંચમે અધ્યાય સમાપ્ત છે 5 છે પહેલો ભાગ સમાપ્ત સમાસ - ક શ્રી તત્વાર્થ સૂત્ર: 1