SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1001
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ.૫ જબુદ્ધીપવિગેરે દ્વીપતથા લવણાદિસમુદ્રોનુંનિરૂપણ સૂ૦ ૧૯ ર૯ છઠી અર્થાત્ તમ પ્રભામાં ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ સાગરોપમનું અને જઘન્ય આયુષ્ય સત્તર સાગરોપમનું છે ૧૬પા સાતમી પૃથ્વિ તમસ્તમ પ્રભામાં ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમનું અને જઘન્ય આયુષ્ય બાવીસ સાગરોપમનું છે કે૧૬ દા સાતે નરકભૂમિઓના નારકેની ઉપર જે ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ બતાવવામાં આવી છે તેને ધ્યાનપૂર્વક જેવાથી ખાત્રી થશે કે પૂર્વ–પૂર્વના નરકમાં જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ઉત્તરોત્તરમાં તે જ જઘન્ય બની જાય છે. દા. ત. રત્નપ્રભાવૃશ્વિમાં નારકાની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે તે જ શરામભામાં જઘન્ય સ્થિતિ છે. શર્કરામભામાં ત્રણ સાગરોપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે ત્રણ સાગરોપમ વાલુકાપ્રભામાં જઘન્ય સમજવી જોઈએ. વાલુકાપ્રભામાં જે સાત સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેજ પંકપ્રભામાં જઘન્ય છે. પંકપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોગામની છે તેજ ધૂમપ્રભામાં જઘન્ય છે. ધૂમપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે તે જ તમ પ્રભામાં જઘન્ય સ્થિતિ છે તમઃપ્રભામાં નારકની ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ સાગરોપમ છે તે જ બાવીસ સાગરોપમ તમસ્તમઃપ્રભામાં જઘન્ય છે. રત્નપ્રભામાં જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે ૧૮ 'जंबुद्दीवलवणसमुद्दाइ नामाओ असंखेज्जा दीवसमुद्दा સૂવાર્થ-જમ્બુદ્વીપ આદિ દ્વીપ અને લવણ આદિ સમુદ્ર અસંખ્યાત છે ૧લા તવાથદીપિકા–પૂર્વસૂત્રમાં રતનપ્રભા આદિ ભૂમિઓના નારકોની જઘન્ય સ્થિતિની પ્રરૂપણ કરવામાં આવી હવે પ્રસંગવશ જમ્બુદ્વીપ આદિ દ્વીપોની અને લવણ આદિ સમુદ્રોની પ્રરૂપણા કરીએ છીએ– જમ્બુદ્વીપ અને લવણસમુદ્ર આદિ દ્વીપ અને સમુદ્ર અસંખ્યાત છે તે આ પ્રમાણે છે-(૧) જમ્બુદ્વીપ નામક દ્વીપ, લવણોદધિ નામક સમુદ્ર, (૨) ધાતકીખંડ નામક દ્વીપ, કાલેદધિ નામક સમુદ્ર (૩) પુષ્કરવારનામક દ્વીપ, પુષ્કરવારોદ નામક સમુદ્ર, (૪) વારુણીવર નામક દ્વીપ, વારુણીવરદ નામક સમુદ્ર, (૫) ક્ષીરવર નામક દ્વીપ, ક્ષીરવાદ નામકસમુદ્ર (૬) વૃતવર નામક દ્વીપ, વૃતવરદ નામક સમુદ્ર (૭) ઈક્ષુવર નામક દ્વીપ, ઈક્ષુવર નામક સમુદ્ર (૮) નંદીશ્વર નામક દ્વીપ, નંદીશ્વરવાદ નામક સમુદ્ર (૯) અરુ વરણનામક દ્વીપ, અરુણવરદ નામક સમુદ્ર; આ રીતે એક દ્વીપ અને એક સમુદ્ર આ કમથી સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અસંખ્યાત દ્વીપ-સમુદ્ર સમજવા જોઈએ ૧ તસ્વાર્થનિયુકિત–આની પહેલાં રત્નપ્રભા આદિ પૃવિઓમાં સ્થિત સીમન્તક આદિ નારકાવાસમાં નિવાસ કરનારા જીવની સ્થિતિ અર્થાત આયુષ્યના પ્રમાણુની પ્રરૂપણું કરવામાં આવી. હવે આ ભૂમિનું પ્રકરણ હોવાથી જમ્બુદ્વીપ આદિ દ્વિીપનું તથા લવણે દધિ આદિ સમુદ્રોનું સ્વરૂપ બતાવવા માટે કહીએ છીએ– જમ્બુદ્વીપ અને લવણસમુદ્ર આદિ અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે. તાત્પર્ય એ છે કે જમ્બુદ્વીપ આદિ દ્વીપ અસંખ્યાત છે તેમ જ લવણદધિ સમુદ્ર પણ અસંખ્યાત છે. અસંખ્યાતમાં તરતમતાના ભેદથી અસંખ્યાત પ્રકાર થઈ શકે છે. અત્રે અસંખ્યાત પદથી શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy