________________
૨૯૮
તત્ત્વાર્થસૂત્રને અર્થાત્ ઓછામાં ઓછી સ્થિતિનું પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ. રત્નપ્રભા આદિ ભૂમિઓના કમથી તેમાં રહેનારા નારકની જઘન્ય સ્થિતિ આ મુજબ છે—દસ હજાર વર્ષ, એક સાગરોગમ, ત્રણ સાગરોપમ, સાત સાગરોપમ દસ સાગરેપમ, સત્તર સાગરપમ અને બે ત્રીસ સાગરેપમ.
રત્નપ્રભા પૃથ્વિના નારકોની જઘન્ય સ્થિતિ અર્થાત આયુષ્યનું પ્રમાણ દસ હજાર વર્ષનું છે. શર્કરા પ્રભા પૃથ્વિના નારકેની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની છે. વાલુકાપ્રભા પૃથ્વિમાં રહેનારા નારકની જઘન્ય સ્થિતિ ત્રણ સારારોપમની છે. પંકપ્રભા પૃથ્વિમાં નિવાસ કરનારાં નારક જીવોની સ્થિતિ સાત સાગરોપમની છે. ધૂમપ્રભા પૃથ્વિના નારકાની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. તમઃપ્રભા પૃથ્વિના નારકોની જઘન્ય સ્થિતિ સત્તર સાગરોપમની છે. તમસ્તમઃ નામની સાતમી પૃવિના નારકોની જઘન્ય સ્થિતિ બાવીસ સાગરોપમની છે. ૧૮
તત્વાર્થનિર્યુક્તિ-આની અગાઉ નારક જીવોની ઉત્કૃષ્ટ અર્થાત્ અધિકમાં અધિક સ્થિતિની પ્રરૂપણ કરવામાં આવી હવે તેમની જઘન્ય સ્થિતિ કહીએ છીએ રત્નપ્રભા આદિ પ્રશ્વિઓમાં નારક જીવની જઘન્ય સ્થિતિ અર્થાત્ આયુષ્યનું પ્રમાણ ક્રમાનુસાર આ પ્રમાણે છે––દસ હજાર વર્ષ એક સાગરોપમ ત્રણ સાગરેપમ સાત સાગરોપમ, દસ સાગરેપમ, સત્તર સાગરોપમ અને બાવીસ સાગરોપમ.
આમાં રત્નપ્રભા પૃશ્વિમાં નારકેની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની હોય છે. શર્કરા પ્રભા વૃશ્વિમાં નારકેની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની હોય છે. વાલુકાપ્રભામાં નારકની જઘન્યસ્થિતિ ત્રણ સાગરોપમની હોય છે. પંકપ્રભા પૃથ્વિમાં નારકની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની હોય છે. ધૂમપ્રભામાં નારકેની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની હોય છે. તમઃ પ્રભા પૃશ્વિમાં નારકોની જઘન્ય સ્થિતિ સત્તર સાગરોપમની હોય છે. તમસ્તમઃ પ્રભા પૃવિમાં નારકની જઘન્ય સ્થિતિ બાવીસ સાગરોપમની સમજવી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ માં અધ્યયનમાં કહ્યું છે--
પ્રથમ ભૂમિ અર્થત રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. ૧૬૦
બીજી પૃવિ અર્થાત્ શરામભામાં ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમનું તથા જઘન્ય આયુષ્ય એક સાગરોપમનું છે. ૧૬૧૫
ત્રીજી પૃશ્વિમાં અર્થાત્ વાલુકાપ્રભામાં ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમનું તથા જઘન્ય આયુષ્ય ત્રણ સાગરોપમનું છે. ૧૬૨
ચેથી પ્રષ્યિ પંકપ્રભામાં ઉત્કૃષ્ટ આયુષ્ય દશ સાગરોપમનું છે અને જઘન્ય આયુષ્ય સાત સાગરોપમનું છે. ૧૬૩
પાંચમી પૃથ્વિ ધૂમપ્રભામાં ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમનું અને જઘન્ય આયુષ્ય દશ સાગરોપમનું છે. (૧૬૪)
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧