________________
૪૪
શાસ્રાદ્ધારનું ભગીરથ કા
જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ મારફત પૂજય શ્રી ઘાસીલાલજી મહારાજ શાસ્ત્ર ઉપર સંસ્કૃત ટીકા લખી રહ્યા છે તેમજ તેના અનુવાદો ગુજરાતી તેમજ હિંદી ભાષામાં સાથે થાય છે અને આ રીતે એક શાસ્ત્ર ચાર ભાષામાં પ્રગટ થાય છે. આવાં શાસ્રો લગભગ ૧૮ થી ૨૦ પ્રગટ થઇ ગયાં છે અને ૩૫ લગભગ આગમા સંસ્કૃત ટીકા સહિત લખાઇ ગયાં છે. એક ખત્રીશીના સંપૂણુ પુસ્તકે લગભગ ૫૦-૬૦ જેટલી સંખ્યામાં થશે અને શાસ્ત્રોદ્ધાર સમિતિ તે સપૂર્ણ ખત્રીશી માત્ર ૨૫૧ રૂપિયા ભરનારને ઘેર બેઠાં પહાંચાડે છે. કે જેની કિંમત આશરે ૮૦૦ થી ૯૦૦ લગભગની થાય.
આટલી સસ્તી કિંમતે આગમ ખત્રીશી ઘેર ઘેર પહોંચાડવાનું કાય કાઇએ પણ આજ સુધી કર્યુ હોય તે! આ પ્રથમ જ છે. આ પહેલાં એક પ્રયાસ પૂજ્ય શ્રી અમુલખઋષીજી મહારાજે આગમા ઉપર હિંદી અનુવાદ કરેલ અને જેને શ્રેષ્ઠ સુખદેવ સહાય જવાલાપ્રસાદે છપાવીને દરેક જગ્યાએ મત પહોંચાડેલ. પણ તે વખતે અધ્ય કામ સસ્તું હતું જયારે અત્યારે તે કાગળના ભાવ ૧૦ ગણા વધી ગયા છે. તેમજ છપાઈ વગેરેના ભાવ પણ વધ્યા છે. તે ઉપરાંત આ શાસ્ત્રો તે સંસ્કૃત ટીકા સાથે પ્રગટ થાય છે એટલે આ સૂત્રની ખત્રીશીની કિંમત એક હજારની આંકીએ તે પણ ઓછી છે. માટે આવી સુંદર તક કોઇ પણ સંઘ કે સ`સ્થા જતી ન કરે એવી જૈન સમાજને અમારી વિનંતી છે. પાંચ વરસ પછી આ બત્રીશી હજાર રૂપિયા દેતાં પણ નહિ મળે એ સૌએ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે.
આ ઉપરાંત આ ભગીરથ કામ સમિતિ અને પૂજયશ્રી જે ઉત્સાહથી કરી રહેલ છે તેને પૂર્ણ સહકાર સાથે સહાયતા આપવી પણ જરૂરી છે. આ કામ આપણું જ છે. એમ દરેક સાધુ સાધ્વીએ પણ સમજે અને દરેક સદ્યા પણ સમજે.
તંત્રી “ જૈન જ્યોતિ ” તા. ૨૦-૧૨-૫૯
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર