________________
શ્રીયુત્ મણીલાલ પેાપટલાલ વેારાના સંક્ષિપ્ત પરિચય
વઢવાણ શહેરમાં શ્રાવક ધર્મ પરાયણ પોપટલાલચંદભાઈ નામના એક સુશ્રાવક વણિક ગૃહસ્થ રહેતા હતાં જેએ સદા જૈનધર્મીમાં અટલ શ્રદ્ધા યુક્ત બની ર્વાણવૃત્તિથી (વ્યાપારથી) પોતાના કુટુંબની આજીવિકા ચલાવતા હતા. તેમના ધર્માંપત્નિએ સવત ૧૯૬૧ ના જેઠ સુદ ૮ ના દિવસે એક પુત્રરત્નને જન્મ આવ્યેા જેમનું નામ મણીલાલ રાખવામાં આવ્યું. પોપટલાલભાઈ ના આ પુત્ર તેમનુ ચેાથું સંતાન અને ખીજા પુત્ર હતા.
મણીલાલભાઇના પિતાશ્રીએ તેમને નાનપણથી જ જૈનધર્મીમાં શ્રદ્ધાવાન બનવાની પ્રેરણા આપી તેમને ખી. એ. સુધી અભ્યાસ કરાવી સુયેાગ્ય બનાવ્યા.
ચૈાગ્ય ઉમરે પહોંચતાં સંવત ૧૯૭૭ના મહા માસમાં બેટાના ગોપાણી કુળભૂષણ ઠાકરશીભાઈની સુપુત્રિ રંભાબહેન સાથે તેમના લગ્ન કરવામાં આવ્યા.
મણીલાલભાઈનામાં પોતાના માતપિતાના ઉચ્ચ ધાર્મિક સસ્કાર ખાળવયથી જ આતપ્રેત થયેલા તેથી તેઓ સાધુ સાધ્વી મુનિરાજો પાસેથી વ્યાખ્યાન વાણી સાંભળતા અને આ ઉત્તમ સત્સંગના પ્રતાપથી તેએ નિઃસ તાન હાવા છતાં કેવળ અડતાલીસ વર્ષની વયમાં જ તેઓએ શ્રાવકના વ્રતામાં ઉત્તમ એવું ચેાથું વ્રત (બ્રહ્મચર્ય વ્રત)ના અંગીકાર કરી કાળજીપૂર્વક તે વ્રતના તે પાલનમાં તત્પર રહે છે.
તેઓએ ધાર્મિક અભ્યાસમાં પણ પોતાના અભ્યાસ આગળ વધારી શ્રી દશવૈકાલિકસૂત્ર તથા ઉત્તરાધ્યયનસ્ત્ર કંડસ્થ કરેલ છે. અને પ્રતિદિન પરાઢિએ તેની સજાય કરે છે. આ ઉત્તમ વાંચન તથા ધર્મારાધનના પ્રતાપે તેઓશ્રીને પદરેક વર્ષ પહેલાં મુનિદીક્ષા ધારણ કરવાના ઉત્કટ ભાવ થયેલા પરંતુ કેટલાક કૌટુમ્બિક કારણાસર તેમ થઈ શકેલ નથી. તે પણ તેઓએ વ્રતા અંગીકાર કરેલા જ છે. તેમજ દરરોજ ચાર કે પાંચ સામાયિક અવિચ્છિન્ન પણે કરે છે.
તેમની આ પ્રવૃત્તિમાં તેમના ધર્મપરાયણ પત્નિ તરફથી પણ પ્રાત્સાહન તથા સાથ મળતા રહેવાથી તેમની ધર્મ પરાયણતા વિશેષ રીતે દીપી ઉઠે છે.
તેમના ધર્મ પત્નિ રંભાબહેન પણ દરરાજ ૬-૭ સામાયિકો કરે છે. તેઓએ દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયન સૂત્રોના કેટલાક અધ્યયને કંઠસ્થ પણ કરેલા છે. તેએ પણ દીક્ષા સ્વીકારવાના ભાવ સાથે તત્પર થયેલા પરંતુ મણિભાઈના રોકાણથી તેમને પણ તે માટે થલી જવું પડયું.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨