________________
આવે છે. આ સંસ્થાની કાર્યવાહક સમીતીના સભ્ય પદે ચૂંટાયા પછી ધીમે ધીમે આજ સંસ્થાના સહમંત્રી પદે પહોંચ્યા તે એમની નિરંતર સેવા અને કાર્યોત્સાહને કારણે હતું. શ્રી અમોલકચંદ ગેલડા જૈન હાઈસ્કુલના મંત્રી પદેથી પણ એમણે સેવાઓ આપી છે. આ હાઈસ્કુલે જે વિજ્ઞાન પ્રદર્શન યોજ્યું હતું અને શાળાના ઇતિહાસમાં જે મહત્વનું સીમા ચિહ્ન બનીને રહ્યું છે તે રસિકભાઈના મંત્રીપદને આભારી હતું
બીજા સામાજિક ક્ષેત્રે પણ એમણે સુંદર નામના મેળવી હતી. સામાન્ય માનવીથી શરૂ કરીને વિશિષ્ટ ધંધાદારી કે ઉદ્યોગપતિ હર કોઈ વ્યક્તિને એમના સમાગમમાં આનંદ થતો. એમની નિખાલસતા એ એમનું ભારે આકર્ષણ હતું. અને એટલેજ સાવ વિભિન્ન પ્રકારની સંસ્થાઓનું કામ, તેને લગતી પ્રવૃત્તિઓમાં સમકક્ષ રસ લઈ કરી શકતા. ઇન્ડીયન વેજીટેરીયન કેંગ્રેસ ના સ્થાપક સભ્ય તરીકે મુલ્યવાન સેવા આપી હતી. (Indian councin of cultural relations) ના માનનીય સભ્ય હતા તથા “Hospitality Association ' ના ઉપપ્રમુખ પદે હતા.
રસિકભાઈએ એમની સામાજિક સેવા પ્રવૃત્તિઓના ભરચક દબાણમાં પણ વ્યાપાર ધંધાની અવગણના કરી ન હતી. સ્વતંત્ર તથા ભાગીદારીમાં ભિન્નભિન્ન વ્યાપાર ઉદ્યોગોને ઉમેરો કર્યો હતે. આ વિકાસ સાધવામાં એમના વિદેશ પ્રવાસો અનુભવ અને ધંધાકિય સુઝે મહત્વનું જ્ઞાન અર્પણ કર્યું હતું. પિડીચેરીમાં સાઈકલ તથા રોલર ચેઈનની ફેકટરી. મદ્રાસમાં સીમેન્ટ તથા સીમેન્ટ પેઈન્ટને ઉદ્યોગ તેમજ એજન્સીઓ અને ઈપેટ એપિર્ટ અને શેરે, એ સઘળા વ્યાપાર ઉદ્યોગોએ એમને યશ અને અર્થ બન્નેની પ્રાપ્તિ કરી આપી હતી.
૧૯૮૦ માં ફરી યુરોપ અમેરિકાની યાત્રા કરી. “Far Eaet American Council” ના સભ્યપદે નિયુક્ત થયા. “આંધ્ર ચેમ્બર ઓફ કોમર્સની કાર્ય વાહક સમિતિમાં ચુંટાયા અને તે દ્વારાજ રેલ્વે એડવાઈઝરી બોર્ડ પિટરસ્ટ વિગેરેના માનનીય સભ્ય તરીકે તેમની નિમણુંક કરવામાં આવી. એ તમામ હદાઓ પરથી તેમણે આપેલી સેવાઓ એમની સમીક્ષક શક્તિ, સામાના દૃષ્ટિબિંદુને સમજવાની તથા માન આપવાની દષ્ટિ તથા ભલમનસાઈ ખરી પણ ગેરવ્યાજબી ભલામણે સામે અવાજ ઉઠાવવાની સ્પષ્ટ વકતૃત્વતાને કારણે આદરપાત્ર કરી હતી. અને તેથીજ ૧૯૬૬ માં Indian International Trade fair તરફથી તેઓને “daiaranaekogk” માં અભ્યાસ માટે પ્રતિનીધિ તરીકે જવાનું આમંત્રણ મળ્યું હતું. આમ એમના પ્રતિભાશાળી વ્યક્તિત્વની પાંખડીઓ એક પછી એક ખુળે જતી હતી, તેવામાં ૧૯૯૭ના જાન્યુઆરીમાં પ્રથમવાર હાર્ટ એટેક આવ્યું, તેથી ૧૯૬૮માં જ્યારે ઇન્ટરલોકન (સ્વીટ
જીવાભિગમસૂત્ર