________________
૩૫
શ્રી સ્થા. જૈન શાસ્ત્રાર સમિતિની કાર્યવાહક
કમીટીના અહેવાલ.
મે મહિનાની શરૂઆતમાં શાસ્ત્રોદ્ધારસમિતિની મીટીંગ અમદાવાદમાં મળી હતી તેને હેવાલ અમને મળે છે તેમાં સમિતિએ સરસ કામ કર્યું છે.
આ ઉપરથી સમજી શકાય છે કે સ્થાનકવાસી સમાજમાં આજ સુધી કેઈએ પણ નથી કરી શકયું એવું મહાભારત કામ પૂ. શ્રી ઘાસીલાલજી મહારાજ તથા શાસ્ત્રોદ્ધારસમિતિ ઘણી સફળતાથી કરી રહી છે. અને તેઓ થોડા વખતમાં માથે લીધેલું સર્વ કામ સંપૂર્ણ રીતે પાર ઉતારશે એવી અમને ખાત્રી છે.
આવા ઉત્તમ કાર્ય માટે સમસ્ત સ્થાનકવાસી જૈનેએ શાસ્ત્રોદ્ધારસમિતિને પિતાનાથી બની શકે તે રીતે સંપૂર્ણ ટેકે આપ જોઈએ, તે તેમની ફરજ બની રહે છે. જેને માટે સૂત્રો એ પહેલી ફરજીઆતની વસ્તુ છે. સૂત્રના આધારે જ ધર્મજ્ઞાન મળે છે. આજ સુધી જે આપણને અપ્રાપ્ય હતા તે આપણા જૈનસૂત્રે પૂ. શ્રી ઘાસીલાલજી મહારાજે તથા શાસ્ત્રોદ્ધારસમિતિએ સુલભ કરી આપ્યા છે.
તે હવે સ્થાનકવાસી જૈનોએ શાસ્ત્રોદ્ધાર સમિતિના સભાસદ બની સમિતિનું કામ બનતી ઉતાવળે પૂરું થાય તેમ કરવાની ખાસ જરૂર છે. વાચકોમાંથી જેઓથી બની શકે તેમણે પહેલા વર્ગના શાસ્ત્રોદ્ધારસમિતિના સભ્ય બની જવું જોઈએ. તેથી સમિતિના કામને ઉત્તેજન મળવા ઉપરાંત સભ્યને સૂત્રોને આપે સેટ મફત મેળવવાને લાભ મળશે અને સૂત્રો વાંચીને ધર્મારાધન કરવાને જે લાભ મળશે તે તે અમૂલ્ય જ છે. માટે સમિતિના સભ્ય થઈ જવાની અમારી દરેક સ્થા જૈનને ખાસ ભલામણ છે.
જૈન સિદ્ધાંત” જુલાઈ-૧લ્પ૮
-- Acs
a
go
souggg*99