________________
Pattern બીબાં નકકી કરવામાં આવ્યાં, અને ભદ્રા નામધારી માતા માટે બધાં અધ્યયને એક સામટાં મૂકી દેવામાં આવ્યાં, ધારિણીદેવી માતાનાં સંતાને માટે બધાં અધ્યયનો એક સામટાં ગોઠવી દેવામાં આવ્યાં, અને ધના આદિ એક અણગારના જીવનને પહેલા સૂત્રમાં કેન્દ્રિત કરી બીજાં ચરિતે તે પ્રમાણે સમજી લેવાં, એમ કહી આખા સૂત્રને સંક્ષેપમાં નીચેડ મૂકવામાં આવ્યો. નવા સુત્રનું સંસ્કરણ, આ ન્યાયે, સહેતુક, સંયુકિતક હતું, એ નિર્વિવાદ છે.
સૂત્રના ત્રણ વર્ગોમાં ત્રીજા વર્ગનું ધન્ના અણગારનું પ્રથમ અધ્યયન સમસ્ત સૂત્રના કેન્દ્રરૂપે આવી જાય છે. એ ધર્મકથા અદ્ભુત છે, તેનું વર્ણન અદ્દભુત છે, એટલું જ કરૂણ છે. એ વર્ણન કરૂણ રસથી ઊછળે છે. તપશ્ચર્યાના વર્ણનના સાહિત્યમાં ભાગ્યે જ તેનું વર્ણન આપણને મળી શકશે. ધના અણુગારની કૃશ થઈ ગએલી દેહયષ્ટિનાં તમામ અંગો અહીં બહુ સૂક્ષમ રીતે વર્ણવામાં આવ્યાં છે. તેમની ઉપમાઓ અનન્ય છે, તેવી જ ઘરગથ્થુ છે. સાહિત્યસૃષ્ટિમાં આ વર્ણન ઉચ્ચ સ્થાન લેશે, જેન સમુદાયની તપશ્ચર્યા–ભાવના કેવી હતી તે આ વર્ણનથી સ્પષ્ટ થાય છે, સમ્યજ્ઞાનમૂલક અને સભ્ય–દર્શનમૂલક તપ તેત્રીસ અંતેવાસીઓને એકાવતારી પદ મેળવી આપવામાં મદદરૂપ થાય છે.
ધના અણગારની દેહદૃષ્ટિનાં અંગેનાં વર્ણનમાં જે પારિભાષિકેને ઉપયોગ કરવામાં આવ્યો છે તે પારિભાષિકે, ઘણાખરા ગૂજરાત-માળવા–રાજસ્થાનના ભાષાકીય પ્રવેશે છે. તે પ્રયોગમાં ભંગીય કે મગધદેશીય છાયા ઓછી જોવામાં આવે છે. આ બતાવી આપે છે કે વર્તમાન સૂત્ર સંસ્કરણદશાને પામ્યું ત્યારે તે વિધિ બધા પશ્ચિમ ભારતની ભૂમિ ઉપર થયેલે, અને તે પશ્ચિમ ભારતના અભ્યાસીઓને હાથે થએલો. એમણે મહાવીરની મૂળ પ્રજ્ઞપ્તિના વિવાદને બરાબર સાચવી રાખ્યો, પણ તેના વર્ણનાત્મક વિભાગને સ્વકીય–સ્વભૂમિકરૂપ આપ્યું. આ તમામ વિભાગ ભાષાસાહિત્યની દૃષ્ટિએ, અતિ ઉપયોગી છે. આ વિષય ઉપર અભ્યાસીઓનું લક્ષ જાય એવી અભિલાષા સેવી શકાય.
L. D. Barnett એલ. ડી. બાનેટે આ સૂત્રનું ભાષાંતર કરેલું છે.
Weber | Indian Antiquary, Volume, 20, pages, 21–23] વેબરે ઈન્ડિઅન એન્ટિવરિમાં તેને ઉલ્લેખ કરે છે.
એ ઉલ્લેખનું ઈગ્રેજી ભાષાંતર [ Herbert M. Smyth ] એચ. ડબલ્યુ. સ્મિથે આપેલું છે.
મારી દૃષ્ટિએ એ ચર્ચા અધૂરી છે.
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર