________________
અનુત્તર-ઉપપાતિક સૂત્ર એકદમ ઐતિહાસિક વૃત્તાતથી સંભૂત છે. મહારાજા શ્રેણિકને વંશવિસ્તાર અહીં વીગતથી મળી શકે છે, જેનો ઉપયોગ હજુ ઇતિહાસકારોએ એગ્ય રીતે કર્યો નથી. કાકન્દી અને તંગિકા નામની નગરીએનું સ્થાન પુરાતત્વવિદો નક્કી કરી શકયા નથી, તેમનાં નામથી પણ તેઓ ઘણે ભાગે હજુ અજ્ઞાત છે. હસ્તિનાપુર, રાજગૃહ, ચંપા નગરીઓના અવશેષો અત્યારે જેન–જેનેતર સંસ્કૃતિથી સંભૂત થએલા મળી આવ્યા છે. છેલ્લાલને સન્નિવેશ, વાણિજ્યગ્રામ, વગેરે સ્થળોના નિર્દેશ બૌદ્ધ સાહિત્યમાં પણ મળે છે, સૂત્રમાં ભદ્રા જેવી સાર્થ વાહિનીઓનાં વર્ણન આવે છે તે ખાસ સૂચક છે. ટીકાકાર મહારાજશ્રીએ તેના માયનાને સવિસ્તર સમજાવ્યો છે, એ સ્ત્રીઓ આયાતનિકાસ વેપારનું મોટું સાહસ ખેડતી હતી, અને અતિ વ્યવહારકુશલ, તથા સરલ-સ્વભાવી હતી. તેઓ પોતાના પુત્રોને દિક્ષાની અનુજ્ઞા આપવામાં પ્રાદભાવના સેવતી માલમ પડે છે. તેત્રીસ અંતેવાસીઓનાં નામે પિકી કેટલાંક નામે માતૃપક્ષથી મળે છે, કેટલાંક નામ જન્મભૂમિથી મળે છે, તે ખાસ સૂચક છે. શ્રેણિક મહારાજાના દીક્ષિત કુંવરોનાં નામેામાં લષ્ટદંત વગેરે નામો તેટલાં જ સૂચક છે. વૃત્તાંત પિકીની જાણવાજોગ ચિતિહાસિક નેધ જુદે સ્થળે આપવામાં આવી છે. સૂત્રમાં સૂચિત થતે બહુપત્નીત્વને ઉલ્લેખ ખાસ ધ્યાનએગ્ય કહેવાય. વિપુલ પર્વત ઉપર દરેક અંતેવાસીની અંતિમ કિયા થાય છે તે સૂચવે છે કે રાજગૃહનગરીને એ સમયનો પર્વતવિભાગ નિર્ગો માટે ખાસ રાખવામાં આવ્યું હતું, તે પર્વતના બીજા વિભાગોને ઉપયોગ બૌધ ભિક્ષુઓ માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું, અને ત્યાં ગૌતમબુદ્ધ ચાતુર્માસ કરતા હતા એવા ઉલ્લેખ બૌદ્ધ સાહિત્યમાં મળી આવે છે.
ઉપર કહેવાઈ ગયું છે કે વર્તમાન અનુત્તર ઉપપાતિક સૂત્ર પુરાણું સૂત્રના સંસ્કરણરૂપ છે. એના વૃત્તાંત ધર્મકથારૂપે શબ્દારૂઢ થએલા છે. નગરીઓનાં વર્ણને, દીક્ષિત અંતેવાસીઓની ગૃહસ્થાશ્રમમાં રહેવાની મહેલાત, દીક્ષા–ઉત્સ, ધર્મ–પરિષદ, લગ્નક્રિયાઓ, વગેરે વર્ણને ઈરાદાપૂર્વક એકસરખાં આપવામાં આવ્યાં છે, જેથી કથાનકે સંક્ષિપ્ત થઈ શકે. મુદ્રણાલયો જ્યારે નહાતાં ત્યારે કથાનકેના પાઠ સરળ અને ટૂંકા રહી શકે, અને કથા કહેનાર અને કથાનું શ્રવણ કરનાર, બંને યોગ્ય રીતે વર્ણવી શકે, અને સાંભળી શકે. એટલું તે સ્પષ્ટ છે કે બધી નગરીઓ, બધી મહેલાતે, બધા ઉત્સ, એક સરખાં તે હોઈ શકે નહિ. સૂત્રનું ગુંથન કરનારાઓથી તેના નવીન સંસ્કરણમાં સરળતા અને સંક્ષેપ બને ગુણે જળવાઈ રહે, અને કથાનક સચોટ રીતે કહી શકાય અને સાંભળી શકાય, તે માટે નગરીઓ, વગેરેનાં વર્ણનેમાં અમુક સર્વસામાન્ય
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર