________________
૪૮
પ્રથમનાં બંને ધ્યાનને સાર,
આ આર્ત ને રદ્ર ધ્યાન ૧૮ પા૫ સ્થાનકથી ભરેલાં, મહા મલીન, સપુરૂષથી નિંદાયેલાં અને ત્યાગ કરવા જોગ છે. આ બંને ધ્યાન આ ભવમાં વગર અભ્યાસે પૂર્વનાં કર્મને પ્રતાપે સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે. જ્યાં લગી કર્મનું જોર હોય છે ત્યાંલગી નિરતર હૃદયમાં રમી રહે છે. ઉંચી પદવીવાળા મોટા મોટા જ્ઞાની, ધ્યાની, તપસ્વી અને સંયમી મુનિને આ ધ્યાન એક ક્ષણમાં પાતાળગામી (નરકના અધિકારી) બનાવો દે એવું એનું પરિબળ છે. મોક્ષ માર્ગને અટકાવનારાં છે, મોક્ષનગરીના દરવાજામાં આગળીઆ (ભેગળ) જેવાં છે, અને સવૃત્તિને નાશ કરનાર છે. વળી તેઓ પાપરૂપી ઝાડનાં બી છે. એ બીજ, કલંક જેવાં કાળાં અને કામગ જેવાં ઝેરી છે. સ્ત્ર, ધન, બાગ, હવેલી વગેરે દ્ર છેડી દેવાં એ સહેલું છે પણ આ બે ધ્યાનથી બચવું ઘણું મુશ્કેલ છે. એ બે ધ્યાનને નાશ મહા બળવાન, પરમ પ્રતાપી મુનિરાજજ કરી શકે છે અને આખર અનંત, અક્ષય અને અત્યાબાધ મેક્ષ સુખને મેળવે છે.
પરમ પૂજ્ય શ્રી કહાનજીનષિ જી મહારાજના સંપ્રદાયના બાલ હ્મચારી મુનિશ્રી અમલખત્રષિજી રચિત “ધ્યાન કલ્પતરુઝ
ગ્રંથની રે ધ્યાન નામની દ્વિતીય શાખા સમાસ,