________________
બાળવાના પ્રપ, વિકથાઓ, વગેરેમાં પડતા નહિ, એવી ફુરસદ તન, મન, વચનને લેવા દેતાજ નહિ. એથી તેઓનાં ચિત્ત સદા શાંત, સ્થિર, પ્રસન્ન રહેતાં, અને તેમને માટે મોક્ષનાં દ્વાર ખુલ્લાં હતાં. ધ્યાનના આવા મહિમાને ભજવનારા ને ગજવનારા શ્રાવક અને સાધુઓ જે ધમમાં હેય, ત્યાં કલેશ, ષનું નામ નિશાન હેયજ નહિ. ગતકાળમાં તેના ઉત્તમ પુરૂષને લીધે તીર્થંકર પ્રભુ, કેવળી પ્રભુ, ચાદ પૂર્વના જ્ઞાનના ધરનાર, એવા મહાત્મા સાધુઓ વિરાજમાન હતા, અને સમ્યક દ્રષ્ટિ મનુષ્યો તો ઘણાજ હતા. એ વખતે જૈન ધર્મ પાળનારની આવી ઉત્તમ દશા જોઇ, ઘણા રાજાઓ, અરે ચક્રવતિ મહાન શહેનશાહ પણ રાજરિદિનાં અનુપમ સુખ, દેવતાઓની સેવાનાં સુખ (હાલની દુનીઆમાં કોઈપણ બાદશાહને નથી તેવાં સુખો) છેડીને ભિક્ષાચારી સાધુ થઈ ચાલી નીકળતા. જુઓ માની લીધેલા પુગળિક સુખ કરતાં જ્ઞાન ધ્યાનથી મળતા સુખની ઉત્તમતા !! હવે એ ઉત્તમ સાધુ શ્રાવકની સાથે આજકાલના સાધુ શ્રાવકની સ્થિતિ સરખાવીએ તે ઘણે ખેદ થશે. હાલની ઉતરતી દશા થવાનું કારણ સૂત્ર પ્રમાણે પિતાનું કર્તવ્ય આદરવાને પ્રમાદ તેમજ “જન એટલે શું?, શુભધ્યાન એ કેવી અસલ વસ્તુ છે.” તેની સમજણજ ઓછી, એજ છે. આથી કરીને રાગ દ્વેષ, મચ્છવાડાના કંકાસ, પરિગ્રહનાં તેફાન અને મારું તારું પ્રબળ પ્રવર્તી રહેલ છે. તે પણ હજી દેશમાં ઉત્તમ સાધુ અને શ્રાવક કેટલેક ઠેકાણે વિરાજે છે એટલાં ભાગ્ય સારાં છે. •લાલા રણજિતસિંહજી કહે છે કે –
જૈન ધર્મ શુદ્ધ પાયકે, તે વિષય કષાય;
એક અચંબા હો રહા, જલમેં લાગી લાય.. ઉજજયની નગરીની ક્ષિપ્રા નદીના પાણીમાં પડીને પાડા બળી મુગા. એ આશ્ચર્યજનક બનાવ બનવાનું કારણ એ હતું કે પાડાની પીઠ પર ચુનાની ગુણો કેળા) લાદેલી હતી. જૈન ધર્મમાં રહેલા છે, સુવવાણીરૂપી ઉત્તમ અમૃતમય મીઠા મેરામણના શીતળ જળમાં પડયા છતાં, હદયમાંના વિષય કષાય, ઇષ્યરૂપી હાયવેયને ચુને હેવાને લીધે અનિથી સળગી ઉઠે છે અને તેથી નવા નવા દેહ અને જન્મ મરણ