________________
હોય તેવું ને તેટલું કાળાંતરે ફળ મળે છે, પણ આ ધ્યાન નામની નિરા શક્તિ તે એકાગ્ર ચિત્તથી એક અંત મુદત અજમાવે તે અનંત કાળનાં એકઠાં થયેલાં કર્મને નાશ કરી પરમાત્માનંદી બને છે, તેટલા માટે શાસ્ત્રમાં ઠેકઠેકાણે સાધુજી અને શ્રાવકજીને શુભ ધ્યાનમાં રહેવાની વિશેષ જરૂર બતાવી છે. સાધુજીને માટે કહ્યું છે કે –
पढमं पोरिसि सझ्झायं, बीयं इझाणं झियायई ॥ तइयाए भिख्खारियं, पुणो चउत्थाइ सझ्झायं ॥
ઉત્તરા૦ ૨૬, ગાથા ૧૨. સાધુએ દિવસના પહેલા પહેરમાં મૂળ સૂત્રોનું પઠન (સાય સ્વાધ્યાય) બીજે પર ધ્યાન (સૂત્રના અર્થ પર એકચિત્ત વિચાર) ત્રીજે પહેરે ભિક્ષાચરી (ગોચરી) અને એથે પહેરે ફરી સાય કરવા ખાસ કહેલ છે. તે જ પ્રમાણે રાત્રિના પણ પ્રથમ પહોરે સય, બીજે ધ્યાન, ત્રીજે નિદ્રા, અને એથે પુનઃ સાય કરવાની છે. એ પ્રમાણે રાત દિવસના આઠ પહેરમાંથી છ પર તે સમય ધ્યાનમાં વ્યતીત કરવાનું તીર્થંકર પ્રભુનું ફરમાન છે. શ્રાવકજીને માટે કહેલ છે કે –
મારી સામાન્ય જાળ, દિવા, સિહા पोसह दुहओ पख्खं, एगरायं न हावए ।
ઉત્તરા. ૫, ગાથા ૨. આગાર ધ એટલે ગૃહસ્થાવાસમાં રહેતા શ્રાવકે ત્રિકાળ સમભાવમાં પ્રવૃત્તિ એવી શ્રદ્ધાયુકત સામાયિક સ્વર્ણવી (= કરવી) અને - બંને પક્ષમાં આઠમ અને ૫ખીને દિવસે પિષધ (= જ્ઞાનાદિ ગણનું પોષણ કરનાર એવું) વ્રત આદરવું. એ પ્રમાણે સદા ધર્મધ્યાન કરે અને એક રાત્રિ પણ (એટલે કાળ નકામો) ગુમાવે નહિ. ગતકાળમાં શ્રાવક એક દિવસમાં ઓછામાં ઓછા ૩ કલાક અને મહિનામાં છ દિવસ ધમધ્યાનમાં કાઢતા હતા. તેઓ ત્યાં એવા તે મશગુલ બનતા હતા કે, તેમનાં વસ્ત્ર, ભૂષણ, અને પ્રાણ પણ કઈ હરણ કરે તે પણ ધ્યાન મકતા નહિ. જીઓ ઉપાસક દશાંગ સૂત્રમાં કામદેવજી, કુંડલિયા વગેરે શ્રાવકનો અધિકાર. આવા શ્રાવકે હતા તે પછી સાધુજીના ગુણનું તો પૂછવું જ શું? એ બધે ધ્યાનને પ્રતાપ છે. બીજાનાં છિદ્ર, દુષ