________________
સુખને ઉત્પન્ન કરવાને છે અને તે સ્વભાવ ગ્રહણ કરવા ચોગ્ય છે. આ અગોચર સુખને શુકલ ધ્યાની સ્વાભાવિક રીતે ગ્રહણ કરે છે, જેથી સંસારરૂપી ઝાડનાં, શુભ અશુભ, કડવાં મીઠાં અને ઉંચ નીચ ફળને આપનારે, પુદ્દગળની પ્રવૃત્તિથી થયે જે સવભાવ તે સ્વભાવ સહજજ જતું રહે છે અને શુદ્ધ આત્માનંદ ચિતન્યમય સ્વભાવમાં સદા રમણ કરે છે.
તૃતીય પત્ર--“અનંત વૃત્તિયાનુપ્રેક્ષા ,
(૩) અનંત વૃત્તિયાનુપ્રેક્ષા–આ સંસારમાં પરિભ્રમણ કરવાની જે પ્રવૃત્તિ છે, તેનાથી નિવવાને સ્વાભાવિક વિચાર થાય છે. આ સંસારમાં અનંત જુગળ પરાવર્તન કર્યા તે પરાવર્તન ૮ પ્રકારનાં છે.
(૧) દ્રવ્યથી બાદર પુગળ પરાવર્તન–ઉદારિક, વૈકેય, તૈજસ, કાર્મણ, મન, વચન અને શ્વાસ એ સાત પ્રકારના પુદગળ જગતમાં જેટલાં છે તે તમામને સ્પર્શ કરે.
(૨) દ્રવ્યથા સુક્ષમ પુશળ પરાવતન–તે પ્રથમ કહેલાં સાત પ્રકારનાં પગળામાંથી પ્રથમ ઉદારિક શરીરનાં જેટલાં પળે જગમાં છે તેને અનુક્રમે પશે, જરાપણ છેડે નહિ, પછી અનુક્રમે વૈકેયનાં, પછી અનુક્રમે તૈજસનાં એમ સાતેનાં અનુક્રમે સ્પશે.
(૩) ક્ષેત્રથી બાદર પુગળ પરાવર્તન-મેરૂ પર્વતથી માંડીને દશે દિશાઓમાં આકાશની અસંખ્યાત શ્રેણિઓ કરેળીઆએ ગુંથેલી જાળના તાંતણુની માફક વિસ્તાર પામી છે, તે તમામ ક્ષેત્ર ઉપર જન્મ મરણ કરી સ્પશે.
(૪) ક્ષેત્રથી સૂમ પુગળ પરાવર્તન-ઉપર કહી તે શ્રેણિઓમાંથી પ્રથમ એક શ્રેણિ ગ્રહણ કરી, તેના પર મેરૂથી અલેક લગી અનુક્રમે જન્મ મરણ કરી પશે, જરાપણ છેડે નહિ. પછી બીજી એણિ પણ એજ રીતે, એમ તમામ શ્રેણિ પશે.