________________
એવું જાણી તમામ પદાર્થો પરથી મમત્વ છેડી, તરણ તારણ, દુઃખ નિવારણ, નિરાધારના આધાર, ગરીબ નિવાજ, મહા કૃપાળુ, કરૂણા સાગર, અનંત દુઃખમાંથી ઉદ્ધાર કર્તા, વિકરાળ કાળરૂપી સપના દુઃખને મટાડનાર, અનંત, અક્ષય, અજર, અમર, અવિનાશી, અતુલ્ય સુખરૂપ એવા મેક્ષસ્થાનના દાતાર, એવી એવી અનેક ઉપમાથી શોભિત આશ્રય દાતા શ્રી અરિહંત, સિદ્ધ, આથાય, ઉપાધ્યાય, અને સાધુ એ પંચપરમેષ્ટી વ્યવહાર દ્રષ્ટિ એ છે, અને નિશ્ચયમાં તે આપણા આત્માના ગુણ જે જ્ઞાન, દર્શન વગેરે ત્રણ રત્નની શુદ્ધતા છે, તેઓને આશરે લઈને અજર, અમર, એ આપણે આત્મા પરમાનંદી અને પરમસુખી બને!
તૃતીય પત્ર–“એકત્સાનુપ્રેક્ષા. સેનું અને માટીને અનાદિ કાળને સંબંધ છે, તેથી તે માટીમાં સેનું પણ લાલ માટી રૂપે રહી બંનેનું એકજ રૂપ હોય તેમ દેખાય છે, છતાં તેમાંથી સેનું જૂદું પડે છે માટે બંને જુદાં રૂપ છે એમ નક્કી થાય છે. વળી માટીમાંથી સેનાને તેના શુદ્ધ રૂપમાં જૂદું પાડવા સારૂ, સોની, મુશ, દેવતા અને ટંકણખાર એ ચાર મુખ્ય સાધનની તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એ ચારની અનુકુળતા વગેરે જોગની જરૂર પડે છે તેવી રીતે જીવ અને કર્મને અનાદિને સંબંધ છે. તેને તેડાવવા-છેડાવવા માટે ચાર વસ્તુની પૂર્ણ જરૂર છે.
૧. જ્ઞાનરૂપી સુવર્ણકાર (ની)–જેવી રીતે તેની માટીમાંથી સેનાને ભાગ જૂદે કાઢી લેવાનું જાણે છે અને તે જાણપણાથી યથાવિધિ કર્મ કરીને પિતાનું કાર્ય સાધી શકે છે, તેવીજ રીતે જીવ જ્ઞાને કરી કર્મરૂપ માટીથી જુદા થવાની વિધિને જ્ઞાતા થાય છે એટલે કર્તવ્ય પરાયણ રહેવાની શક્તિ આવે છે. • ૨. દર્શનરૂપી મુશ–જેમ શુદ્ધ સુવર્ણ મુશમાં રહે છે તેની પેઠે શ્રદ્ધાજ સદ્દગુણે રહેવાનું સ્થાન છે.