________________
૨૦૧ થયા પહેલાં મહાજનના સિપાઈ તે મકાન ખાલી કરાવે તે રેવું પડે છે અને કહે છે કે કઈ થયું ન.િ તેવી રીતે (પંચ% ભૂત વાદીના કથનાનુસાર) પૃથ્વી વગેરે પાંચ ભૂતનું બનેલું આ શરીર રૂપી દાન (=ભિક્ષા) ઉત્તમ ધર્મ કરણી કરવાને માટે પ્રાપ્ત થયેલ છે. જે ધર્મ કરણી કરી લે છે તેને મરતી વખતે શરીર છોડતાં જરાપણ પશ્ચાત્તાપ થતું નથી પણ જેણે ધર્મ કરણ નથી કરી તેના શરીરને કાળ છેડાવશે ત્યારે પસ્તાવાની સાથે શરીર છોડવું પડશે. એવું જાણું આ ક્ષણભંગુર શરીરથી બને તેટલી ધર્મ કરણી ઉતાવળથી કરી લેવી જોઈએ કે જેથી છોડતી વખત પસ્તા કર ન પડે
જેવી શરીરની અનિત્યતા છે, તેવી જ કુટુંબની પણ અનિત્યતા જાણવી. માતા, પિતા, વગેરે સ્વજનનાં શરીર પણ ઉદારિક છે, તેથી નાશવંત અને અનિત્ય છે. આપણે પહેલાં આવેલા માતા, પિતા, કાકા, મામા, વગેરે, આપણું સાથેનાં ભાઈ, બેન, . સી, મિત્ર, વગેરે, આપણી પછીનાં પુત્ર, પત્ર, વગેરે એ ઉપરાંત જગત વાસી માણસે એ સો આપણું નજર આગળ જોતજેતામાં આયુષ્યને અંત આવતાં ચાલ્યાં ગયાં છે, ચાલ્યાં જાય છે, અને રહેલ છે તે એક દિવસ ચાલ્યાં જશે. “જે છે તે અવશ્ય મરશેજ”, એટલા માટે કુટુંબ પરિવારને પણ અનિત્ય સમજ.
જેમ કુટુંબ અનિત્ય છે તે પ્રમાણે ધન પણ અનિત્ય છે. ધનનું નામ “લત” કહે છે, એટલે આવવું ને જવું એવી તેમજ પિતાને
* (1) આકાશથી–કામ, ક્રોધ, શેક, મેહ, ભય. (૨) વાયુથી ધાવન, વિલન, પ્રસરણ, આકુંચન, નિરોધન. (૩) અગ્નિથી-સુધા, તૃષા, આળસ, નિદ્રા, મૈથુન. (૪) પાણીથી–લાળ, મૂત્ર, લોહી, મજા, રેત, (૫) પૃથ્વીથી–હાડ, નખ, માંસ, ત્વચા અને રોમ. એ પ્રમાણે પાંચ ભૂતથી પચીશ તત્વ થયાનું કહે છે.