________________
પરિગ્રહરૂપ પ્રવાહ બંધ કરે છે, મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને અશુભગ એ પાંચ આસવથી જે રહિત થયા છે, અને અહિંસા, સત્ય, દત્ત, બ્રહાચર્ય અને અમમત્વ એ પાંચ પાયવ્રત જેણે ધારણ કરેલ છે, આટલા ગુણની ધારક જે હોય તે જ સત્ય, શુદ્ધ, યથાતથ્ય, શ્રી વીતરાગપ્રણત ધર્મ ફરમાવી શકે છે. તે કે ધર્મ ફરમાવશે?–તે કહે છે કે–પ્રતિપૂર્ણ, ન્યૂનાધિતા રહિત, દેશ વિરતિ (શ્રાવકને) અને સર્વ વિરતિ (સાધુને) એમ બે પ્રકારને, નિરૂપમ ઉપમા રહિત એ ધર્મ ફરમાવશે. અન્ય કોઈપણ એવા ધર્મને પ્રકાશ કરી શકતા નથી. આવા ગુણ પાસેથી જ્ઞાન સંપાદન કરવું એગ્ય છે.
અન્ન, ધન આદિ સામાન્ય વસ્તુ પણ દાતાની પાસેથી ગ્રહણ કરતાં અનેક મનુષ્ય લઘુતા બતાવે છે, તથા સરેવરમાંથી પણ નમ્યા વગર પાણી લઈ શકાતું નથી તે જ્ઞાન જે અદ્ભુત્તમ પદાર્થ લઘુતા ને નમ્રતા વગર કયાંથી પ્રાપ્ત થાય? માટે જ્ઞાન પ્રાપ્ત કરવાની રીતિ શ્રી ઉત્તરધ્યયનછના પહેલા અધ્યાયમાં એવી ફરમાવી છે કે --
आसणगओन पुच्छेजा, नेव सेज्जागओ कया। आगम्मुडओ संतो, पुच्छेज्जा पंज्जलिउडो ॥ २२॥ . एवं विणअजुत्तस्स, सुतं अत्थं च तदुभयं ॥ पुच्छमाणस्स सीसस्स, वागरेज्ज जहा सुयं ॥२३॥
ઉતરાઅધ્ય. ૧ ગાથા રર-ર૩ અર્થાત-પિતાના આસને બેઠાં બેઠાં તથા પથારીમાં સૂતાં સૂતાં કરી પ્રશ્નાદિક પૂછવા નહિ, કારણ કે આસન અભિમાન જનક છે, અને અભિમાન જ્ઞાનને શત્રુ છે. સૂતાં સૂતાં જ્ઞાન ગ્રહણ કરવાથી અબિનય અને પ્રમાદ થાય છે અને તેથી જ્ઞાનને નાશ થાય છે