________________
૧૭૫ યુક્ત કામ જેનું કાર્ય કરવાનું છે, અને આત્મ કલ્યાણના કતાં તરીકે ધર્મને જાણી જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ત્યારે અત્યંત હર્ષથી ધર્મ ક્રિયા કરે છે. સાંભળવાથી આ ત્રણ વાતે માલુમ પડે છે, તે તેમાંથી જે સારી લાગે તેને સ્વીકાર કરવાથી સુખી થવાય છે. ઉપદેશ સાંભળવાથી જ એ બધું જાણે શકાય છે. ઉપદેશ માં સદા વના નવા તથા જાત જાતના સદ્ધ શ્રવણ કરવાથી સ્વભાવિક રીતે તત્ત્વ રૂચિ અને તત્ત્વજ્ઞતા ઉત્પન્ન થાય છે. ધ્યાનસ્થ થવાથી તે બોધ હૃદયમાં રમણ કરે છે, તેથી અન્ય વૃત્તિથી ચિત્ત નિવૃત્ત બની એકાંત ધર્મધ્યાનમાં લાગી ધ્યાનની સિદ્ધિ કરે છે. ધર્મધ્યાની જ ઉપદેશ, શ્રવણ, મનન, નિદિધ્યાસન અને તે અનુસાર પ્રવૃત્તિ કરવામાં અધિક રૂચિ રાખે છે.
ચતુર્થ પત્ર–“સૂત્ર રૂચિ ” -સૂત્રરૂચિ' (સુત્તરૂ)-સૂત્ર એટલે દ્વાદશાંગી અથવા ભગવંતની વાણી,તે બાર અંગનાં નામ:-(૧) “આચારાંગ–આમાં સાધુના આચાર વગેરેનું વર્ણન છે (૨) “સુયગડાંગ-આમાં અન્ય મતાવલંબીઓના મતનું સ્વરૂપ બતાવી તેનું નિરાકરણ કર્યું છે. (૩) “ઠાણુંગ–આમાં દશ સ્થાનકના અધિકાર છે, (૪) “સમવાયાંગ–આમાં જીવાદિ પદાર્થોના સમૂડને સંખ્યા યુકત સમાવેશ કર્યો છે; (૫) “વિવિહા પણુતિ' (ભગવતી) -આમાં વિવિધ પ્રકારના અધિકાર છે, (૬) જ્ઞાતા–એમાં ધર્મ કથાઓ છે; (૭) “ઉપાસક દશાંગ–એમાં દશ શ્રાવકને અધિકાર છે, (૮) “અતગડી માં અંતગડ (કર્મને અંત , કરનાર) કેવલીઓને અધિકાર છે, (૯) “અણુતાવવા–એમાં અનુત્તર વિમાનમાં ઉપજનારાને અધિકાર છે, (૧૦) પ્રશ્વવ્યાકરણ માં આસવ સંવરને અધિકાર છે, (૧૧) “વિપાક–એમાં શુભા શુભ કમ ભેગવનારની કથા છે. અને (૧૨) દ્રષ્ટિવાદ' નામના અંગમાં સર્વ જ્ઞાનને સમાવેશ કરવામાં આવ્યું હતું.