________________
'આ ધર્મધ્યાનના ધ્યાતાને ઓળખવાનાં ચાર લક્ષણ છે – (૧).જિનાજ્ઞામાં રૂચિ હોય તે “આજ્ઞારૂચિ', (૨) જિજ્ઞાનના આભ્યાસમાં રૂચિ હોય તે “નિસગરૂચિ, (૩) સબોધ શ્રવણ કરવાની રૂચિ તે “ ઉપદેશ રૂચિ, અને (૪) જિનાગમ શ્રવણ કરવાની રૂચિહેય તે “સત્ર રૂચિ
રૂચિને અર્થ ઉત્કૃષ્ટ ઈચ્છા છે. જેવી રીતે કામીને કામની ધનેચ્છને પૈસાની, નામલેભીને નામની, ભૂખ્યાને અન્નની, તરસ્યાને પાણીની, સમુદ્રગામીને વહાણની, રોગીને ઓસડની, રસ્તે જતાં ભૂલા પડેલાને કેઈ સાથની ઈત્યાદિ જે જે કાર્યને જે જે અથી , હોય છે, તેને તે તે કામ પૂરું થવા માટે સ્વભાવિક ઈચ્છા રહે. છે. કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તેના મનમાં તાલાવેલી ઝણઝણાટી થઈ રહે છે, કાર્ય પૂર્ણ થયા પછી હર્ષ પ્રાપ્ત થાય છે, અને વિયેગ થતાં પાછી તેવી તેવી ઉત્કંઠા જાગે છે તેનું નામ રૂચિ છે. સંસારી જીની જેવી રૂચિ વ્યાવહારિક પિગલિક કામોમાં હોય છે તેવી રૂચિ ધર્મધ્યાનીને આત્મસાધનનાં કાર્યોમાં હોય છે. આ આત્મસાધનની રૂચિનાં જે પારમાર્થિક કાર્યો છે તેના મુખ્ય ચાર ભેદ કરેલા છે.
પ્રથમ પત્ર–“આજ્ઞા રૂચિ. ” (૧) “આજ્ઞારૂચિ—-અનાદિ કાળથી આ જીવ જિનાજ્ઞાનું ઉલ્લે ઘન કરી સ્વછંદાચારી બની રહ્યા છે. તેથીજ અત્યાર સુધી સંસારમાં પરિભ્રમણ કર્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યું છે કે -- छदं निरोहेण उवेइ मोख्खं ।
(ઉત્તરા ૪, ગાથા ૮).. અથર્--સ્વછંદ (ઈચ્છા )નું નિરૂધન કરી જિનાજ્ઞામાં પ્રવર્તન : કરવાથી મોક્ષ મળે છે. માટે મુમુક્ષુ જને પિતાની ઈચ્છાને રેકી, વીતરાગની આજ્ઞામાં પ્રવર્તવાને પ્રયત્ન કરી જોઈએ.