________________
૧પ૩ - , ઉ–-ભિખારીઓને બહુજ તરફડાવીને પછી દાન આપે, નેકના પગાર પણ કાલાવાલા કરાવીને આપે, ધર્મ ખાતાને પૈસે ઘણે વખત ઘરમાં રાખે, કાસદને (એપીઆને) બહુ રખડાવે, તે પરદેશ ભમીને આજીવિકા કરવાનો વખત આવે. (૮૦) પ્રદેશમાં રહી સુખે સુખે ગુજરાન શી રીતે ચાલે?
ઉ–-ઘર્મામા ને ઘેર બેઠાં આહાર વસ્ત્ર, વગેરે પહોંચડાવી મદદ આપે, એમની પાસેથી ધર્મની વૃદ્ધિ કરાવે, પિતે સ્થિર ચિત્ત ધર્મ ધ્યાન કરે એવી રીતે ધર્મ ધ્યાન કરતા હોય તેવા સ્થિર ચિત્તવાળાનાં વખાણ કરે, તે ઘેર બેઠાં સુખે આજીવિકા મળે, (૮૧) કપટકરીને પેટ ભરવાનું શી રીતે થાય?
ઉ૦ કપટભાવથી ગરીબ માણસને દાન આપે, મુનિમહારાજને પ્રેમભક્તિ વગર દાન આપે, ચાર લુચ્ચા વગેરેમાંથી પિતાની આજીવિકા ચલાવે, એવાઓની પ્રશંસા કરે, પ્રમાણિકપણે ગુજરાન ચલાવનાર ઉપર આળ ચડાવે, તે મહા મુશીબતે અને કપટ કરી ગુજરાન ચલાવે. (૮૨) પ્ર–પ્રમાણિપણે આજીવિકા કેણ કરે ?
ઉ૦–સરળ ભાવથી, વિનય સહિત, ધર્માત્માજીવને આહાર પાણી વગેરે દે, ગરીની રક્ષા કરે નિર્દોષ આજીવિકા ન મળવાથી ભૂખ, તૃષા, વગેરે પરિષહ સહન કરેછતાં ખેટા વેપાર ન કરે તે સરળપણે અને સુખે સુખે કમાણું મેળવે.
(૮૩) પ્રવે--મનુષ્ય અને પશુઓ વગેરે છ બજારમાં શા . માટે વેચાય છે?
| ઉ--મનુષ્ય અને પશુઓને વેચે, કન્યાવિક્રય, પુત્રવિકેય કરે, અથવા તેવા કામની દલાલી કરે તે તે જીવ મનુષ્ય અથવા પશુ થઈ બજારમાં ગુલામની પેઠે વેચાય.
(૮૪) પ્રક-સામુદાણી (એક સાથે સૈનું ભેગું) કર્મ શાથી બધાય ?
-
'
'
૨૦