________________
૧૬
આપના સૈન્યને પરિવાર કુશળ અને પ્રબળ છે. આપ શત્રુના તાબામાં રહ્યા ત્યાં લગી અમારા તરફ દ્રષ્ટિ સરખી પણ ન કરી. જેથી અમે ગરીબ થઈ સ્વામીના આદર વિના ચુપચાપ બેઠા રહ્યા. આજ અમારા તરફ આપે જરા સુદ્રષ્ટિથી અવેલેકન કર્યું તે આ સેવક આપની સેવામાં હાજર થયે. હવે આપને અરજ કરું છું કે, આપ આપના પરિવારની ખબર લેવા કૃપા કરે, બધાને સંભાળી હુશીઆર કરે, અને પછી આપ હુકમ કરે કે જેથી અમે ચાર જેવા તમામ શત્રુઓને હરાવી આપની મનકામના સિદ્ધ કરીએ.
આટલું સાંભળતાં ચિતન્ય રાજાને ધીરજ આવી, અને તેણે કહ્યું કે-વહાલા મિત્ર, મારે પરિવાર મને બતાવ.
વિવેક–જુઓ આ આપની શ્રદ્ધારૂપી નગરી છે. તેને ત્રણ ગુપ્તિરૂપી ત્રણ ગઢ છે. તે ગઢને દાન, શિયાળ, તપ અને ભાવરૂપી ચાર દરવાજા છે. શ્રદ્ધા નગરીની વચમાં સંયમરૂપી મહેલમાં ધર્મ નામે સભા છે. તે સભામાં સમિતિરૂપસિંહાસન છે તે જિનાજ્ઞારૂપી છત્રથી અને સમ, સંવેગરૂપી બે ચામરેથી શોભે છે. બજારમાં શુભભાવરૂપી નગરશેઠ, પુણ્ય દુકાનમાં ત્રદ્ધિસિદ્ધિયુક્ત વિરાજે છે અને મુક્યિારૂપી વેપાર કરે છે. એ સિવાય બીજે આપને ઘણે પરિવાર છે. પણ તે શહેરમાં પેઠા પછી આવી મળશે. શહેરમાં હુશીઆરી રાખીને પિસવાનું છે કેમકે મેહરૂપી રાજાએ આગળથી ચકી પહેરાને પુખ્ત બંદોબસ્ત કર્યો છે. ડરવાની જરા પણ જરૂર નથી. લે, આ જ્ઞાનરૂપી ખડે કે જેથી સર્વ કાર્ય ફહમંદ થશે.
આટલું સાંભળી ચિતયરાજ શ્રદ્ધા નગરીમાં પ્રવેશ કરવાને તૈયાર થયે. નગરમાં પેસતાં મિથ્યાત્વ પ્રધાનના મિશ્યામે, મિશ્રમેહ, સમ્યકત્વમેહ અને અનંતાનુબંધીની કડી મળી સાત ભારે સુભટ, સન્મુખ આવી બોલ્યા કે ખબરદાર ચૈતન્યાય! આગળ વધવા દેવાની માહ મહારાજની આજ્ઞા નથી.