________________
છે. અતિ ગરિકે ઉપરાવે છે તે છે સાગર
ભગવાને ફરમાવ્યું છે કે – “ શાબમાપુરથી અનંત સંસાર અર્થત-કામગમાં મગ્ન રહેનારને અનંત સંસાર વધી જાય છે. બધાને સાર એ છે કે વિષ તે એક ભવમાં મારે છે પણે વિષય તે ભાવ અને પરભવમાં અનંતીવાર માર્યા જ કરે છે. મોટા મોટા વિદ્વાને ને અને ઋષિ મહાત્માઓને વિષયે બાવરા બનાવી દે છે એવું ભયંકર ઝેર તે છે. વિષયસુખ ભોગવવામાં શું શું હાનિ છે તે વિચારીએ. શક્તિ, બુદ્ધિ, તેજ, મોટાઈ એ સર્વને નાશ કરે છે. અતિ ગર્ધિપણું રાખવાથી ચાંદી, પ્રમેહ વગેરે રોગોથી સડતાં કીડા પડે છે અને મરીને નરકે ઉપજે છે. ત્યાં પિલાદની ગરમાગરમ પૂતળીની સાથે પરમાધામી દેવ કીડા કરાવે છે તે ટાણે વિલાપ કરે છે. આ પ્રમાણે દુઃખના સાગર જેવા વિષયને સુખને સાગર માનનારને કેવી જાતના ડાહ્યા કહેવા ! આ બધી બાબતેને વિચાર કરીને ધ્યાની જીવ પાંચ ઇંદ્રિના વિષય ભેગની અભિલાષારૂપી અજ્ઞાનતાને છેડી નિર્વિષયી અને નિર્વિકારી બની પરમસુખી થાય છે.
किं बहु लेखनेनेह, संक्षेपादिदमुच्यते । त्यागो विषय मात्रस्य, कर्तव्योऽखिलमुमुक्षुभिः॥
અ વધારે લખવાનું શું પ્રજન. સંક્ષેપમાં એટલું જ કહેવાનું છે કે મેક્ષના અભિલાષીઓએ સર્વથા વિષયને ત્યાગ કરેજ જોઈએ.
દયાર્દુ ભાવ. શ્રી સુયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં ભગવાને ફરમાવ્યું છે કે –
* સવૈયા–દીપક દેખ પતગ જલા, ઔર સ્વર શબ્દ સુણ મૃગ દુખદાઇ,
સુગંધ લઈ મરા ભ્રમરા, ઔર રસ કે કાજ મચ્છીવિરલાઈ; કામકે કાજ ખુતા ગજરાજ, યહ પરપંચ મહા દુઃખદાઈ, જે અમરાપદ ચાવત હે, ઇન પાંચેક વશ કીજે રે બાઈ.