________________
બાર ભાવના,
૧. અનિત્ય ભાવના–દ્રવ્યાર્થિક નયથી આત્માને સ્વભાવ અવિનાશી છે. પણ તેને રાગદ્વેષરૂપી જે કર્મ લાગ્યાં છે તેથી તેને સ્વભાવ વિનાશી ગણાય છે. એ વિનાશી કર્મના સ્વભાવથી આત્માએ ગ્રહણ કરેલાં સ્ત્રી, પુત્ર વગેરે સચેતન દ્રવ્ય, સુવર્ણ, રૂપું વગેરે અચેતન દ્રવ્ય અને એ સચેતન તથા અચેતન બંનેથી થયેલાં મિશ્ર દ્રવ્ય જે છે તે તમામ દ્રવ્ય, અનિ, અધ્રુવ તથા વિનાશી છે. આવી ભાવના જેના હૃદયમાં રમી રહી છે તેવા મહાત્માને સર્વ દ્રવ્યપરથી મમત્વભાવ દૂર થઈ જાય છે. એ મહાત્મા એવાં સર્વ વિનાશી દ્રવ્યને વમન કરેલા ખોરાકની પેઠે નિહાળે છે. એવા મહાત્માઓ અક્ષય અને અનંત સુખનું ધામ જે મોક્ષ તેને મેળવે છે.
૨અશરણુ ભાવના–આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા અરિહંત વગેરે પંચ પરમેષ્ટીનું ખરેખરું શરણ છે. તે સિવાય દેવેન્દ્ર, નરેદ્ર, સ્વજન, સેન, ઘર, ધન, મંત્ર, જંત્ર, તંત્ર વગેરે કેઈપણ આશ્રય દેનાર નથી. જેમ હરણનાં બચ્ચાંને સિંહે પકડયું હેય તે તેને છોડાવવાને બીજું કઈ હરણ સમર્થ નથી, જેમ વહાણમાંથી દરિયામાં પડનાર મનુષ્યને આશ્રય દાતા કેઈ નથી, તેમ આ સંસારને ખેલ જાણી પરદ્રવ્યથી મમત્વ ભાવ ઉતારી જે જે નિજ સ્વભાવ છે, જે જે નિજ ગુણ છે, તેનું જ અવલંબન ગ્રહણ કરવું જેથી નિજ આત્મસ્વરૂપ જે સિદ્ધ અવસ્થા તેને મેળવી શકાય.
૩. સંસાર ભાવના--(૧) આ સંસારમાં જેટલાં દ્રવ્ય છે તેને આપણુ આત્માએ જ્ઞાનાવરણી વગેરે આઠ કર્મના પ્રતાપથી, શરીરનું પિષણ કરવા સારૂ, આહાર, પાણી વગેરે રૂપે, શ્રાવિહેંદ્રિય વગેરે ઇંદ્રિયેની મારફતે, અનંતી અનંતીવાર ગ્રહણ કરેલાં છે, તેમજ છેડી પણ દીધાં છે, એને દ્રવ્યસંસાર કહે છે. (૨) આ લેકના અસંખ્ય પ્રદેશ છે તેમાંના અકેક પ્રદેશ પર આપણે જીવ અનતી