________________
છે. દુ : કમાવ-માચિ ]–
[ ક ] પુરી, અષ્ટાપદ, રેવતગિરિ, સમેતશિખર, વિમલાચલ, કાશી, નાસિક, રાજગૃહી, મીથિલા પ્રમુખ તીર્થોની યાત્રા-પૂજાથી મનુષ્ય જેટલું ફળ પામી શકે, તેટલું ફળ પાશ્વનાથ પ્રભુની આ મૂર્તિનાં દર્શન કરવાથી પામી શકે. તેમજ આ મૂર્તિનાં દર્શન, પૂજા, પુષ્પપૂજા, અષ્ટપ્રકારી પૂજા વગેરે કરવાથી અગણિત પુણ્ય, ફળ, લાભ થાય છે. વગેરે. (સ્તાવ ૧); (૨) મુસલમાન રાજાએ પણ આ તીર્થને મહિમા કરે છે, કામિત તીર્થ છે. વગેરે. (સ્તો. ૨); (૩) કોઈ દિવસે શ્રાવક દેહણને શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુએ (તેમના અધિષ્ઠાયકદેવોએ) સ્વપ્ન આપ્યું કે “પાટણમાં કેકાવસતિના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની ૩૩ આંગળની મૂર્તિ છે, તેની સન્નિહિત–તેમાં અધિષિત-થઈને હમેશાં સૂર્યોદયથી ચાર ઘડી ( લગભગ ૧૫ કલાક ) સુધી હું રહીશ. માટે હમેશાં સૂર્યોદયથી ચાર ઘડીની અંદર ઉક્ત દેરાસરમાંની કોઈ પણ પ્રતિમાની પૂજા કરવાથી મારી પૂજા કરી એમ માનવું.” આથી (શંખેશ્વરજી જવાની અશતિવાળા) લોકો, શંખેશ્વરજીની યાત્રા, પૂજા વગેરેના અભિગ્રહે ત્યાં જ પૂર્ણ કરવા લાગ્યા અને કેકા પાર્શ્વનાથજી ના (અધિષ્ઠાયક દેવ) પણ શંખેશ્વરજીની માફક લોકોને પરચા પૂરવા લાગ્યા (સ્ત. ૧૫). (આ ઉપરથી જાણી શકાય છે કે તે સમયમાં શંખેશ્વરજીને પ્રભાવ જગતમાં ઘણો જ પ્રસરેલ હશે અને તેથી શંખેશ્વરજીનું અવતરણ બીજા તીર્થોમાં પણ થવા લાગ્યું હતું.) (૪) આ તીર્થ પ્રાચીન છે, આ તીર્થની સેવા કરવાથી અનેક મુનિઓ મેક્ષે ગયા છે, આ મૂર્તિ શાશ્વતપ્રાયઃ કહેવાય છે, દરેક પર્વેમાં ધરણેન્દ્ર પદ્માવતી