________________
[ ૪૦ ]
-[ शतेश्वर महातीर्थ
રાગ, દ્વેષ, માહ, મમત્વાદિ સર્વ દૂષણેાથી સર્વથા રહિત છે; અન્યતીર્થંકરાની જેમ તે પણ કાઇના ઉપર પ્રસન્ન કે અપ્રસન્ન થતા નથી, તેમ કાઈને સુખી કે દુ:ખી કરતા નથી, છતાં તેઓની નિરુપાધિમય વીતરાગપણાની મૂર્તિનું શુદ્ધ અંત:કરણથી ધ્યાન કરવાથી આપણું મન પવિત્ર થાય છે, અને તેથી જ આત્મકલ્યાણ થવા સાથે અનુક્રમે મેાક્ષ પણ મેળવી શકાય છે. માક્ષના અભિલાષી મુમુક્ષુ આત્માઓને પેાતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે આ સ્થાન શ્રેષ્ઠ છે. કેમકે–શખેશ્વર ગામ નાનું અને રેલ્વેથી દૂર હેાવાથી યાત્રાળુઓની અવરજવર ઘણી ઓછી, વળી સ્થાનિક શ્રાવકાની વસ્તી પણ ઘેાડી, તેમજ આ ધામ ગામની મધ્યમાં નહીં પણ પશ્ચિમ તરફના પામાં આવેલ હાઈ આ તીર્થધામ મુમુક્ષુ જનાને માટે બહુ જ ઉપકારક છે. અપેારના સમયે એકાંત શાંતિ મળતી હાવાથી દેરાસરમાં જઈ મૂળનાયકજી ભગવાનની સમીપે એસી ધ્યાનમાં તદ્દીન થવાથી આત્મકલ્યાણની પ્રાપ્તિ સહજમાં થઈ શકે તેમ છે. આ રીતે આ સ્થળેથી ઘણા મુમુક્ષુઓનું આત્મકલ્યાણ થયું પણ છે. સ્તા. ૧૮માં લખ્યું છે કે— આ તીર્થની સેવાથી ઘણા મુનિએ મેક્ષે ગયા છે. ’
જેમ આ તીર્થની સેવાથી મુમુક્ષુજનાને આત્મકલ્યાણની પ્રાપ્તિ થઈ છે અને થાય છે, તેમ પૈાલિક વસ્તુમાં–સાંસારિક સુખમાં આનંદ માનનારા લેાકેાને પણ આ તીર્થની સેવા– ભક્તિથી અભીષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થઈ છે અને થાય છે.
આ તીર્થના પ્રભાવ–માહાત્મ્ય વિષે અનેક ગ્ર ંથા, કા સ્તવને આદિમાં ઘણું ઘણું લખેલું છે. જેમકે-( ૧) પાવા