________________
પ્રકરણ છઠ્ઠ : પ્રભાવ–માહાભ્ય વર્તમાનકાળની વીશીના વીશે તીર્થકરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ વ્યાવહારિક અથવા લૈકિક દષ્ટિથી વિશેષ પ્રભાવશાળી ગણાય છે, અને તેથી તેમના નામની સાથે શાસ્ત્રોમાં પણ “પુરુષાદાનીય” (જેમનું વચન લેકે માનપ્રેમપૂર્વક સ્વીકારે તે) અને “પ્રગટપ્રભાવી વગેરે વિશેષ વિશેષ પ્રકારે લગાડવામાં આવે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામ છે. ૧૦૦૮ નામો હેવાનું અને તે કઈ ચેપડીમાં છપાયેલ હોવાનું પણ સાંભળ્યું છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ઘણાં તીર્થો વિદ્યમાન છે, તેમાં શ્રીશંખેશ્વર તીર્થ ઘણું પ્રાચીન અને મહાપ્રભાવશાળી છે.
યદ્યપિ સર્વ તીર્થકરેની જેમ શ્રી પાર્શ્વપ્રભુજી પણ
૧ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામે “પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ” નામના ચેપડીમાં વિસ્તૃત હકીકત સાથે પ્રગટ થયાં છે, તેમજ હાલમાં “જેન ધર્મ પ્રકાશ” (ભાવનગર) પુ. ૫૬, અં. ૧૦, પૃ. ૩૩૦માં પં. શ્રીખુશાલવિજયજીના શિષ્ય પં. શ્રીઉત્તમવિજયજીએ સં. ૧૮૮૧ ના ફાગણ વદિ ૨ ને દિવસે રચેલ “શ્રી પાર્શ્વનાથછનાં ૧૦૮ નામોને છંદ” પ્રગટ થયેલ છે, તેમાં થોડા ફેરફાર સાથે ૧૦૮ નામે આપેલાં છે. તે બન્નેમાં શંખેશ્વર પાર્શ્વનાથ નામ ગણવેલ છે. હાલમાં જ વળાનિવાસી કવિ દુર્લભદાસ ગુલાબચંદે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનાં ૧૦૮ નામે અકારાદિ અનુક્રમથી ગોઠવીને એક સુંદર છંદ બનાવેલ છે, જે કઈ માસિક આદિમાં પ્રગટ થશે.