SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ૬ ઃ મૂર્તિનો તિહાસ ] – ૩૭] પિતે તથા પદ્માવતી દેવી વગેરે દેવ-દેવીઓ ભક્તિ સહિત તેની પૂજા કરતાં હતાં. ત્યારપછી કાળક્રમે શ્રીકૃષ્ણ-જરાસંધના યુદ્ધ પ્રસંગે શ્રીઅરિષ્ટનેમિકુમારના વચનથી શ્રીકૃષ્ણ અઠ્ઠમ કરીને ધરણેન્દ્રની આરાધના કરીને તે પ્રતિમાજીની માગણી કરવાથી નાગરાજ ધરણેન્દ્ર પ્રસન્ન થઈ તે મૂર્તિ શ્રીકૃષ્ણને આપી. આ મૂર્તિનાં દર્શનથી શ્રીકૃષ્ણ આદિ તમામ યાદવે ખુશી થયા. શ્રીકૃષ્ણ ભક્તિપૂર્વક વિધિ પ્રમાણે પૂજા કરીને પારણું કર્યું. આ પ્રતિમાજીના સ્નાત્ર (સ્નાન) જળને તેના આખા સૈન્યમાં છંટકાવ કરવાથી જરાસંધે મૂકેલી જરા વિદ્યા નાસી ગઈ. યુદ્ધમાં જરાસંધ મરાયે. શ્રીકૃષ્ણને જય થયો. જયના હર્ષથી ત્યાં તેણે શંખ વગાડો. શ્રી નેમિનાથ પ્રભુ (શ્રી અરિષ્ટનેમિકુમાર)ના કહેવાથી શ્રીકૃષ્ણ ત્યાં જ જયના સ્થાને શેખપુર નામનું નવીન નગર વસાવીને તેમાં મનહર નવું ૧ આ મૂર્તિ કેયે કયે ઠેકાણે અને કેટલા કેટલા કાળ સુધી પૂજાણી છે?–તે માટે આ પુસ્તકના સ્તોત્રાંક-૧, ૩, ૨૨, ૨૪, ૪૨, ૪૬, ૫૦, ૫૪, ૫૬, ૬૬, ૮૦, ૮૬, ૯૩, ૯૪, ૯૮, ૧૨, ૧૪૧, ૧૫૫ વગેરેમાં થોડા થોડા ફેરફાર સાથે અને કાંઈક ઓછા વધતા પ્રમાણમાં વર્ણન આપેલ છે તેમાંનાં કેટલાંકમાં તે વિસ્તારથી આપેલ છે. એ બધાનો ધ્વનિ એક જ છે કે આ મૂર્તિ ઘણે ઠેકાણે ઘણું કાળ સુધી પૂજાણી છે. ત્યારપછી શ્રીકૃષ્ણની આરાધનાથી નાગરાજ ધરણેન્દ્ર શ્રીકૃષ્ણને આપી અને શ્રીકૃષ્ણ શ્રી શંખપુર (શખેશ્વર) ગામમાં નવીન પ્રાસાદ બંધાવીને તેમાં તેને બિરાજમાન કરી. વિશેષ જાણવાની ઈચ્છાવાળાઓએ આ પ્રકરણમાં સ્તોત્રોના જેટલા નંબરે આપેલા છે, તે નંબરેવાળાં તે જોઈ લેવાં.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy